________________
વિષે ક્રમથી એક એક આકરને વિષે પ્રમત્ત અને અપ્રમત્ત જાણવા હવે આ ગાથાની વિસ્તારથી વિચારણા કરે છે.
કોઈ એક નગરમાં નામથી સર્વાકર નગરમાં ચાર યક્ષો હતા તેઓ તૃણાદિ આકરના અધિષ્ઠાયકો હતા ચાર પ્રતોલી (શેરી)ઓને વિષે (૧) પાપપ્રિય (૨) પુણ્યપ્રિય (૩) અજ્ઞાન પ્રિય અને (૪) જ્ઞાનપ્રિય નામના પોત પોતાના ભવનોમાં યક્ષો રહે છે. અને તેઓ જેવી પૂજા (ભક્તિભાવે) આરાધના હોય તે રીતે પોતાને (કરનારને) શુભ અશુભ આકરો ને આપે છે. અને ત્યાં પોતાના કર્મથી જીવનારા આઠ પુરૂષો વસે છે. તેમાંથી બેને પાપપ્રિય નામનો પ્રથમ યક્ષ પશુવધાદિથી આરાધાયેલો પ્રસન્ન થયેલો માંગેલુ આપે છે. જેવી રીતે હે દેવ ! કોઈ પણ આકરે (ખાણમાં) મૂક અને ફરી પાછો લાવ તે પણ પોતાને સ્વાધિન હોતે છતે કઠિન, અતિશીત, અતિ કર્કશ, કંકરવાળા ચાલવું દુષ્કર છે જેમાં છાયા, ઝાડ, જલ, ફલ, પાન વિ. થી રહિત અને ચારે બાજુથી કંટકથી વિકટ નિરંતર શાખા (ડાળી) ના સમુહથી દુ:ખે કરીને જઈ શકાય તેવા તૃણાકાર (ઘાસના જંગલ)વાળા પર્વતનીમાળા જેનો કિલ્લો છે. તેવા (ઘાસના) જંગલમાં તે બેઉને મૂક્યા. તેમાં એક પ્રમત્તે (પ્રમાદીએ) વિષમ ગિરિમાં ઘાસ એકઠું કર્યું પરંતુ મહેનત કરવામાં આળસુ અને ભાર ઓછો થાય તે માટે થોડું જ ગ્રહણ કર્યું અને બીજાએ સાત આઠ દિવસ નિર્વાહ થાય તેટલું લીધું મૂલ્યથી તો સ્વલ્પજ લાભ થયો. પ્રમત્ત અને અપ્રમત્તમાં પરસ્પર પણ અલ્પમાં કંઈક વિશેષ સમજવું ॥૧॥
હવે બીજા પુરૂષોમાંથી બેને પૂણ્યપ્રિય નામનો બીજો યક્ષ વિવિધ કુસુમ વિ. થી પવિત્ર પૂજા તપ જપ વિ. આરાધનાથી ખુશ થયેલો પુણ્ય પ્રિય નામના બીજા યક્ષ પાસેથી પહેલાની જેમ આકા૨માં લઈ જવાનું માંગ્યુ અને તેથી પોતાને આધિન હોવાથી અત્યંત ૨મણીય સ્વર્ણ સ્ફટીકમય, આમ્ર, કેળા, રાયણ, જાંબુ, જમ્બીર, દાડમ, તાલ, તમાલ આદિ સદા પુષ્પ, ફલથી શોભતા સુંદર તરૂવરની શ્રેણીથી શોભાયમાન વિવિધ પ્રકારના સરોવર, વાવડી આદિ ક્રિડાસ્થાનેથી મનોહર ફળોના બગીચાવાળા સામગ્રી સહિત ગિરિવરમાં મૂક્યો ત્યાં એક પ્રમાદિ વિવિધ પ્રકારના ક્રિડાના સ્થાનોને જોવામાં, ખેલવામાં
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 5 મ.અ.અંશ-૧,તરંગ-૨