________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ભૂમિકા .
* લડથડતું પણ ગજ બચ્ચું ગાજે ગયવર સાથે રે
પૂજ્યપાદ પ્રખર આગમવાદી અને દિગ્ગજ તાર્કિક પૂ. શ્રી સિદ્ધસેનગણિજી મહારાજે વાચક પ્રવર પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજ વિરચિત સ્વોપજ્ઞ ભાષ્યયુત તત્ત્વાર્થાધિગમ સૂત્રનાં ઉંડા રહસ્યોને પ્રગટ કરતી વિશાળ-ગંભીર ટીકા રચી દીધી છે. એમની એ ટીકા ઉપર ભાવાનુવાદ+ તુલનાત્મક અને રહસ્યોદ્ઘાટક ટીપ્પણીઓ જે પ્રગટ થઈ રહી છે, એમાં મારું કાંઈ નથી. જ્યારે તીર્થંકરો એમ કહેતા હોય કે જે અનંતા તીર્થંકરો કહી ગયા, તે હું કહું છું, જ્યારે ગણધર ભગવંતો એમ કહેતા હોય કે ‘‘મેં પ્રભુની શુશ્રુષા કરતાં જે શ્રવણ કર્યું, તે જ હું તમને કહું છું, ત્યારે મારા જેવો અલ્પમતિ એવો દાવો કેવી રીતે કરી શકે કે, આ મારું મૌલિક સર્જન છે. હું એટલું કહી શકું કે આમાં જે કાઈ સુંદર છે તે તીર્થંકર, ગણધરો, ગ્રંથકાર, ટીકાકાર અને વિવેચનકાર પૂર્વ મહાપુરુષોએ કરેલી જે તત્ત્વ મિમાંસા છે તે છે. એને જ ઉઠાવી મેં ગુજરાતી શબ્દોમાં કરેલી રજુઆત તે આ અનુવાદ છે અને જે મારું છે, તે આમાં સ્ખલના કે પ્રમાદ રૂપ છે. તે અંગે મારું હાર્દિક મિચ્છામિ દુક્કડમ્.
૧૯
અગત્યની સૂચના : પરિશિષ્ટ-૧૦માં જે જે ટીપ્પણીઓ લખી છે તે ટીપ્પણીઓને તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - રના પૂર્તિ રૂપે સ્વતંત્ર પ્રકાશિત કરવામાં આવરો. તેઓને તેમાંથી જ જોવાની ભલામણ છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ના પરિશિષ્ટ-૧૦માં આપેલી તુલનાત્મક રહસ્યોદ્ઘાટક ટિપ્પણીઓ અને અનુવાદ બંનેને સાથે પ્રકાશિત કરવાની ગણત્રી હોવાથી અનુવાદ એમને એમ પડી રહ્યો અને અત્યાર સુધીમાં પ્રકાશિત કરવામાં વિલંબ થયો છે પણ ઘણાં ગુરુ ભગવંતો અને વિદ્યાર્થીઓની માંગ હોવાથી દીક્ષાઓ તેમજ આચાર્ય પદારોહણ પ્રસંગે ટીપ્પણીઓ વગર પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં ટીપ્પણી ભાગ-૨ની પૂર્તિ રૂપે પ્રકાશિત કરવાની ભાવના છે.
# गुरु कृपा हि केवलं शिष्यं परं मंगलं #
આરંભે શૂરા બની પ્રસ્તુત કાર્યમાં મારો ઉત્સાહ ન ખૂટી પડે અને હું અધવચ્ચે જ ન અટકી જાઉં એ માટે મને સતત ને સતત પ્રેરણા પત્રો દ્વારા પઠાણી ઉઘરાણી કરનાર મારા ભવોદધિતારક ગુરુદેવ પૂજ્યપાદ ગચ્છાધિપતિ ભોપાલ તીર્થોદ્ધારક આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના આશીષના પ્રતાપે આ બીજા અધ્યાયનું કાર્ય શકય બન્યું છે. અરિહંત-સિદ્ધોના અનુગ્રહથી અને જેમનું નામ જ મંત્ર સમાન છે, એવી સુવિહિત ગુરુપરંપરાના આશીર્વાદથી સર્જાયેલ આ ‘હેમગિરા’ ભાવાનુવાદ ભવ્ય જીવોના આંખનું આનંદદાયક આંજન, કર્ણયુગનું કુંડલ અને હૃદયભાગે રત્નહાર સમો બની રહે એવી પ્રભુને પ્રાર્થના
માગસર (કારતક) વદ-૧૦
વીર દીક્ષા કલ્યાણક
વિ. સં. ૨૦૭૨ ગોરેગાંવ - મુંબઈ
લિ.
આચાવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાનો શિષ્યાણુ ઉદયપ્રમ વિજય