________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
• ભૂમિકા •
૧૭
D. કોઈક ઠેકાણે આવુંય જોવા મળે છે કે પૂર્વમુદ્રણમાં અમુક પાઠ લુપ્ત જ દેખાય છે. જેમકે સૂ. ૨/૭ (પા. નં. ૪૫)માં સૂત્રસ્ય, નીવર્તિ આ સ્થળે સૂત્રસ્ય પદ પછી ‘યે પુનર્’ પાઠ લુપ્ત છે. જેને હસ્તપ્રતોમાંથી લીધેલ છે.
E. કોઈક સ્થળે એવુંય બને છે કે પૂર્વમુદ્રણનો પાઠ કે હસ્તપ્રતમાં મળતા પાઠો બંનેય સંગત ન થતાં હોય તો તેવા સ્થળે અમે અમારી સંભાવના દર્શાવી તે તઘોગ્ય ઉચિત પાઠને કૌંસમાં (?) આ રીતે મૂક્યો છે.જેમકે સૂત્ર ૨/૬ (પા. નં. ૩૯)માં લક્ષ્યતેની જગ્યાએ (નક્ષેતે ?) સંભાવના કરી છે.
F. ક્યાંક ટીકાનું વાંચન સરળ રહે તે માટે કૌંસમાં અમુક ઉમેરા કર્યા છે. જેમકે સૂત્ર ૨/ ૧૫ (પા. નં. ૯૯)માં (પ્રવર્ગનીહિત્યનેન દૃષ્ટાર્થમાણ્યાતિ) વગેરે.
# साहसात् सिद्धिः
અતિ
ગૂ પદાર્થોથી
-
ભરપૂર એક મહાન ગ્રંથનું સટીક ભાષાંતર એ એક સાહસ તો છે જ, છતાં એ સાહસ ખેડવ્યું છે. કેમકે વાચકશ્રીએ પોતે જ ૨૯, ૩૦, ૩૧મી સંબંધ કારિકામાં કહ્યું છે કે ब्रुवतोऽनुग्रहबुद्ध्या, वक्तुस्त्वेकान्ततो भवति ॥२९॥ श्रममविचिन्त्यात्मगतं, तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् ।
आत्मानं च परं च हि, हितोपदेष्टानुगृह्णाति ।। ३० ।। नर्ते च मोक्षमार्गाद्धितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात् परमिममेवेति मोक्षमार्ग प्रवक्ष्यामि ।। ३१ ।। ઉપકાર બુદ્ધિથી સંભળાવનાર વક્તાને તો એકાન્તે ધર્મ થાય જ ૨૯ ।।
માટે પોતાના પરિશ્રમનો જરાય વિચાર કર્યા વિના શ્રેયઃકારી ઉપદેશ હંમેશા આપવો જોઈએ. કારણકે હિતોપદેશ કરનારો સ્વ અને પરનો અનુગ્રહ કરનાર થાય જ છે।૩૦।
આ સમસ્ત જગતમાં મોક્ષમાર્ગના ઉપદેશથી અન્ય કોઈ હિતોપદેશ નથી, તેથી શ્રેષ્ઠ એવા મોક્ષમાર્ગને હું કહીશ।।૩૧ ।।
વાચકશ્રીના આ ટંકશાળી વચનોના બળે સ્વશક્તિનો વધુ વિચાર કર્યા વિના આ શ્રુત કાર્યને અવિરત ચાલુ જ રાખ્યું, સાહસને દુઃસાહસ ન થવા દીધું. ધીરજપૂર્વકની મહેનતના ફળ હંમેશ મીઠા જ હોય છે. ‘કરત કરત અભ્યાસ કે જડમતિ હોત સુજાન’’ ખરેખર આ ટીકાના અનુવાદ માટે હું જડમતિ જ હતો.
મારી પાસે એવો કોઈ વિશેષ બોધ નહોતો, છતાં પણ યથાર્થાત: શુભે વતનીયમ્ એ ન્યાયે આ શ્રુત કાર્યના મૂલ પ્રેરણાસ્રોત વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ વિદ્યાગુરુવર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય યશોવિજયસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી હું આ શુભ કાર્યમાં