________________
તરવાથધિગમ સૂત્ર
• ભૂમિકા • ગોયમપ્રભવિજયજી મ. સા., ૧૦) મુનિરાજશ્રી યશસ્વી પ્રવિજયજી મ. સા.
અમારા યોગનિષ્ટ આ. પૂ. શ્રી કેશરસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના સા. શ્રી વજસેનાશ્રીજી મ. સા.ના શિષ્યા સા. શ્રી વિરતિધરાશ્રીજી મ. સા., સા. શ્રી ગુપ્તિધરાશ્રીજી મ. સા., સા. શ્રી આગમરસાશ્રીજી મ. સા., સા. શ્રી હેમરત્નાશ્રીજી મ. સા., સા. શ્રી હર્ષગુણાશ્રીજી મ. સા.ના શિષ્યા સા. શ્રી જયરત્નાશ્રીજી મ. સા., સા. શ્રી કાવ્યરત્નાશ્રીજી મ. સા., સા. શ્રી જિતરત્નાશ્રીજી મ. સા., સા. શ્રી યશપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા સા. શ્રી અરિહંતપ્રભાશ્રીજી મ. સા., સા. શ્રી વિરતિપ્રભાશ્રીજી મ. સા., સા. શ્રી કીર્તન પ્રભાશ્રીજી મ. સા. પૂ. શ્રી રામસુરીશ્વરજી ડહેલાવાળાના સમુદાયના વિદુષી સા. શ્રી આગમરત્નાશ્રીજી મ. સા., સા.
શ્રી અક્ષતરત્નાશ્રીજી મ. સા. તથા પૂ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના વિદુષી સા. દિવ્યપ્રજ્ઞાશ્રીજી મ. સા. આદિ સાધ્વી ભગવંતોએ જે નિઃસ્વાર્થ સહયોગ આપ્યો છે તે પણ ખરેખર સરાહનીય છે.
સૂરત સ્થિત સ્વર્ગસ્થ નિઃસ્પૃહ પંડિતવર્ય શ્રી જગદીશભાઈએ પણ વ્યાકરણ આદિ સંબંધી કેટલાય અઘરા સ્થાનોને સ્પષ્ટ કરવા પોતાની શક્તિ, બુદ્ધિ અને સમયનો જે અમૂલ્ય સહકાર આપ્યો છે તે પણ ચીરસ્મરણીય રહેશે.
પ્રસ્તુત પ્રકાશનને ટાઇપસેટીંગ આદિ કરવા દ્વારા સર્વાગ સુંદર બનાવી સમયસર પ્રકાશિત, મુદ્રિત કરવામાં રાજકોટના ચેતનભાઈ જસાણીએ જે કાર્ય કુશળતા દાખવી છે તે ધન્યવાદને પાત્ર છે.
- હર્તાત્મિપિ સમય અને શ્રમસાધ્ય સંશોધન કાર્યમાં પુસ્તકના ફાઈનલ પ્રફનું કરેકશન ચાલતું હતું એ વખતે છેલ્લે છેલ્લે કેટલાક સંદિગ્ધ સ્થાનો જોવા માટે મૂલ પ્રતિ હસ્તપ્રત કે તાડપત્રની જરૂર પડતાં...
- ૧) ખૂબ જ આત્મીયભાવે અને સહજતયા પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે ભાવનગરના દેવ ગુરુભક્ત પીયુષભાઈ દોશી મારફત ખંભાત શાંતિનાથ જ્ઞાન ભંડારનું તાડપત્ર અને ભાવનગરના મોટા દેરાસર સ્થિત જ્ઞાનભંડારની હસ્તપ્રત ઉપલબ્ધ કરાવી આપી.
૨) પાલિતાણા સાહિત્ય મંદિરમાંથી પ્રવર્તક મુનિરાજ શ્રી જયભદ્રવિજયજી મ. સા. એમના ભંડારમાંથી પ્રાચીન હસ્તપ્રતની ઝેરોકસ કરાવીને આપી.
૩) ભાવનગર આત્માનંદ સભાના ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈએ પણ ત્યાંના ભંડારની બે હસ્તપ્રતોની ઝેરોકસ કરાવીને આપી.
૪) અમદાવાદ આદિ પ્રાચીન જ્ઞાનભંડારોની હસ્તપ્રતોની ઝેરોકસ કૉપી ઉપલબ્ધ કરવામાં અહો શ્રુતજ્ઞાનના તંત્રી શ્રી બાબુલાલજી સરેમલજી આદિનો પૂર્ણ સહયોગ રહ્યો.
જેથી સંશોધનનું કાર્ય સુચારુ રૂપે થયું તે બદલ તેઓશ્રીનો આ ઉપકાર સદા અવિસ્મરણીય રહેશે.