Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
શંકા :- સ્વાર્ રૂચેતસ્ય વાવ: સ્વાદાવ: (અનેકાંતનો વાદ) આમ સ્યાદ્દાદ શબ્દને સાધવામાં આવે તો સ્વાત્ શબ્દ અનેકાંતનો વાચક બનશે અને વાવ શબ્દ માત્ર ‘વાદ’ અર્થનો વાચક બનશે. આમ સ્વાત્ શબ્દને અનેકાંતનો વાચક ગણાવી શકાશે.
૨૦
સમાધાન ઃ - જો આ રીતે સ્યાદ્ શબ્દને અનેકાંતનો વાચક માનવામાં આવે તો ‘સ્થાવસ્તિ વ ઘટઃ ’ સ્થળે કેવળ સ્વાર્ અવ્યયથી જ અનેકાંત જણાતો હોવાથી ‘અસ્તિ વ્’ અંશ નિરર્થક ઠરે. વાત એમ છે કે કલિકાલ સર્વજ્ઞશ્રીના મતે ‘સ્થાવસ્થેવ ઘટઃ ' વાક્ય અનેકાંતનો બોધ કરાવનાર પ્રમાણ વાક્ય) છે, કેમકે તેમાં અસ્તિ શબ્દ ઘટના અસ્તિત્વને જણાવે છે અને સ્યાદ્ શબ્દ નાસ્તિત્વ, અવક્તવ્યત્વ વિગેરે બાકીના ધર્મોનો આક્ષેપક બને છે. આમ આ વાક્ય વસ્તુનો પરિપૂર્ણ બોધ કરાવનાર હોઇ અનેકાંતનું બોધક પ્રમાણવાક્ય છે. હવે જો સ્વાર્ અવ્યયને અનેકાંતનો વાચક માનવામાં આવે તો ઘટના અસ્તિત્ત્વ, નાસ્તિત્ત્વ, અવક્તવ્યત્વ વિગેરે અનેકાંતનો બોધ કરવામાં અપેક્ષિત સાતેય જિજ્ઞાસિત ધર્મોનો સ્વાર્ અવ્યયથી જ બોધ થઇ જવાથી અસ્તિ ડ્વ પદો મૂકવા નિરર્થક ઠરે. અથવા કથિત વાતનું પુનઃ કથન થવાથી પુનરૂક્તિ દોષ આવે. માટે સ્વર્ અવ્યયને અનેકાંતનો ઘોતક જ માનવો ઉચિત ગણાય.
ક્રિયાપદ સદશ દેખાતો સ્વાત્ નિપાત (અવ્યય) ગૌણપણે અનેકાંતનો ઘોતક બને છે કે
શંકા :
પ્રધાનપણે ?
સમાધાન :- - ગૌણપણે.
શંકા ઃ- જો તેમ માનો તો તેની બાજુમાં રહેલ મસ્તિ વ પદો ગૌણપણે જ અનેકાંતના વાચક બનવાનો
-
પ્રસંગ આવે. કેમકે નિયમ છે કે ‘તેનેવ રૂપેન વાઘ પલમમિયો, તેનેવ વેળ નિપાતો દ્યોતયંતિ (B) તમે સ્વાર્
ને ગૌણપણે ઘોતક ત્યારે જ માની શકો, જો અસ્તિ પદ ગૌણપણે વાચક બનતું હોય.
સમાધાન :- સ્થાત્ અવ્યય કોઇ પણ પદ દ્વારા વાચ્ય ન બનતા એવા અનેકાંતનું ઘોતન કરે છે એમ
માનશું.
(A) સવેવ સત્સ્યાત્સરિતિ ત્રિપાડ઼ર્થો મીયેત ટુર્નીતિનયપ્રમાળે:' કલિકાલસર્વજ્ઞશ્રીના આ વચનાનુસાર ઘટઃ સત્રેવ (અસ્તિ વ ઘટઃ) આ દુર્નય વાક્ય છે, કેમકે રૂ કાર દ્વારા ઇતર ધર્મોનો પ્રતિક્ષેપ થાય છે. સન્ ઘટઃ (અસ્તિ ઘટ:) આ નય વાક્ય છે, કેમકે તે ઇતરાંશનું પ્રતિક્ષેપી નથી અને ઘટઃ સ્થાત્ સત્રેવ (સ્થાવસ્તિ ડ્વ ઘટઃ) આ પ્રમાણવાક્ય છે, કેમકે સ્વાત્ પદ દ્વારા ઇતરધર્મોનો આક્ષેપ થાય છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. ના મતે સ્વાસ્તિ ડ્વ ઘટ: આ વાક્ય પ્રદેશ–પરમાણુના દષ્ટાંતથી નયવાક્ય છે, જ્યારે અસ્તિત્ત્વાદિ સાતે ધર્મનો બોધ કરાવનાર સપ્તભંગીના સમુદાયાત્મક વાક્ય પ્રમાણવાક્ય છે. આ અંગે વિશેષ જાણવા પ્રમાણમીમાંસા તથા નયોપદેશ ગ્રંથ અવલોકનીય છે. (B) જે રૂપે (ગૌણ કે મુખ્યરૂપે) વાચક પદ અર્થનું અભિધાન કરે, તે જ રૂપે નિપાત તેનું ઘોતન કરે.