________________
^
^
^^
^^
^^
^
^
^^
^^
^
^
^^
w
શુભસંગ્રહ-ભાગ પાંચમ એક છાપું નીકળ્યું. આજે તેને ફેલાવો દશ લાખ નકલનો છે. તેમાં ખેડુતો ને ખેતીને લગતી ખૂબ વિગતો આવે છે, એટલે ખેડુતોને તેમાં ઘણાજ રસ પડે છે. વળી તે પત્રમાં હજારો ખેડુતો નાનાં-મોટાં વિવિધ જાતનાં ચર્ચાપત્ર લખે છે ને અમલદારો સામે ફરિયાદ, તપાસ અને બીજી બાબતવિષે તે પત્રિકામાં એટલું બધું વિવેચન થાય છે કે, તે પત્ર ખેડુતોને આશીર્વાદ સમાન થઈ પડયું છે અને તેમના ધંધામાં ઉપયોગી બન્યું છે. તેમાં આવેલી બાબતો પર ધ્યાન ખેંચાય છે અને અમલદાર સામે ફરિયાદ વગેરે હોય તો તપાસ થયા બાદ જરૂર જણાય તો તે ફરિયાદ દૂર થયા વિના રહેતી નથી.
સિનેમા દ્વારા શિક્ષણ સોવિયેટમાં કેળવણીના પ્રચાર માટે ફિલ્મની ઘોજ ઉપયોગ કરવામાં આવે છે. ગ્રામ્ય રાજનીતિ' એ નામે એક સુવિખ્યાત ફિલ્મ બનાવનારે હમણું ફિલમ બહાર પાડી છે, ને તેમાં ખેડતજીવનના પ્રસંગે અને ખાસ કરીને તેમની મુશ્કેલીઓનું આબાદ ચિત્ર રજુ કરવામાં આવ્યું છે. આમ સિનેમાધારા પણ શિક્ષણને ખૂબ ફેલાવો થાય છે.
શહેર અને ગામડાને સંબંધ બળવે તે શહેરના કામદારે એ પહેલાં શરૂ કર્યો હતો. પાછળથી ગામડાંઓના ખેડુતો તેના તરફ ખેંચાયા. ઘણા વખત સુધી શહેર અને ગામડાંને સંબંધ કડવો રહ્યો, પણ લેનિને જ્યારે નવી આર્થિક રાજનીતિ દાખલ કરી, ત્યારેજ ખેડુતો પિતાના ખરા સ્વરૂપમાં બહાર આવ્યા ને સામ્યવાદમાં સહાયભૂત થઈ પડ્યા. હજી પણ કામદાર ને ખેડુતોના આદર્શ વચ્ચેને ફેર ઘણે છે અને રશિયાના આંતરિક ઝઘડાઓમાં તે એક મુખ્ય ઝઘડો છે. સત્તાવાળાઓ શહેરના કામદારો ને ગામડાંઓના ખેડુતો વચ્ચે સહકાર કરવા માટે તનતોડ પ્રયાસો કરે છે. ૧૯૨૩ માં “શહેર અને ગામડાની એકતા માટે કામદારોનું મંડળ” એ નામે એક સંસ્થા શરૂ થઈ હતી અને આજે આખા દેશમાં ઠેર ઠેર તેની શાખાઓ છે અને લાખો માણસો તે સંસ્થાના સભ્ય બન્યા છે. કારખાનાંઓની કલબ વગેરે સાથે પણ પરસ્પર સામાજિક સંબંધ બંધાય છે ને અવાર નવાર તેમના પ્રસંગમાં ખેડુતે આવ્યાથી ગ્રામ્યસુધારણા માટે કામદારે પણ સારી મદ કરી રહ્યા છે.
અભણુતા ટાળવાને ઉપાય અભણુતા સામે અનેક રીતે લડત લડવામાં આવે છે. ટ્રેડ યુનિયને, કામદાર કલબે, ખેડુત મંડળ, સહકારી સમાજે, કેદખાનાંઓ–બધેજ કેળવણીને ખૂબ ફેલાવો થાય તે માટે ઘણું જ ધ્યાન આપવામાં આવે છે. કામદારો ને ખેડુતો માટે ઉદ્યોગને ખેતીવાડીના વિષયો જ્યાં શીખવવામાં આવે એવા દૈનિક અને અઠવાડીક વર્ગો પણ રખાયા છે. અભણુતા ટાળવા માટે એક અસાધારણ તપાસ કમીશન નીમાયું હતું ને તે પછી “અભણતાવિરેાધક મંડળ” નામે પણ એક સંસ્થા સ્થપાઈ હતી. એ સંસ્થામાં પણ વિશાળ જનસમુદાય જોડાયો હતો. માત્ર લેકને કેળવણીજ આપવાનો રાજ્યનો હેતું નથી. પરંતુ તેમનું સામાજિક જ્ઞાન પણ વિશાળ બને અને રાજ્યમાં લોકસત્તા સ્થાપવા માટે તેઓ મદદ કરી શકે તે સારૂ શિક્ષણ અપાય છે. પુસ્તકાલયોની સંખ્યા ખૂબ વધતી જાય છે ને ફરતાં પુસ્તકાલયો પણું ઘણું છે. આ ઉપરાંત ખેડુત જીવન અને કામદારજીવનને લગતા પ્રશ્નનાં નાનાં સસ્તાં ચોપાનિયાંઓ પણ પ્રકટ થાય છે અને લાખોની સંખ્યામાં તે વેચાય છે.
રશિયાનું લશ્કર આથી ગામડાંઓમાં અને શહેરના કામદારોમાં ખૂબ કેળવણું ફેલાઈ છે; અને ખેડુતો-મજુરા હવે પિતાની સ્થિતિનું ભાન કરતા થયા છે, જો કે હજી ખેડુતમાં ઘણું શિક્ષણ ફેલાવવાનું બાકી રહ્યું છે. રશિયાનું લશ્કર મટે ભાગે ખેડુતોનું બન્યું છે, એટલે તે મારફત પણ તેમને કેળવણી મળે એવા ઉપાયો લેવામાં આવે છે. લશ્કરમાં ખેડુતને બે વર્ષ રહેવાનું હોય છે ને તે દરમિયાન તેણે અમુક અભ્યાસદરમિયાન તેણે અમુક વર્ગમાં ફરજિયાત જવાનું જ હોય છે. આથી જ્યારે એ લશ્કર છોડીને જાય, ત્યારે પોતાના ગામડામાં કેળવણી અને સંસ્કારિતા ફેલાવવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com