________________
શ્રાદ્ધદિનકૃત્ય
(83
આઠમું સત્કાર દ્વારા એમ દશ ત્રિક છે.
૧. નિસાહિત્રિક ( ત્રણ વાર નિશીહિ બોલવું) પહેલી નિશીહિ - નિસાહિએટલેકરાતી ધર્મક્રિયા સિવાય અન્ય ક્રિયાનો ત્યાગ. મંદિરમાં જતાં સૌથી પહેલાં દ્વારમાં પ્રવેશ કરતી વખતે પહેલીવાર નિસાહિ કહેવું. આ નિસાહિથી જિનમંદિર સિવાયના બાહ્ય વ્યાપારોનો ત્યાગ થાય છે. એટલે જિનમંદિરમાં પ્રવેશ ક્ય પછી સંસારના કોઈપણ વિચારો, સંસારની કોઇપણ વાત અને સંસારની કોઇપણ ક્રિયા ન થઈ શકે. જિનમંદિર સંબંધી કોઇ પણ કાર્ય થઇ શકે. પૂજારી, સલાટ, નોકર વગેરેને સૂચના કરવી હોય, કોઈ વસ્તુ મંગાવવી હોય, કોઇ વસ્તુ આઘી-પાછી મૂકવી હોય કે મૂકાવવી હોય વગેરે ક્રિયા થઇ શકે છે.
બીજી નિસાહિઃ-ગભારામાં પેસતાં બીજી વાર નિસહિકહેવું. આ નિસાહિથી દહેરાસરનાં કાર્યોનો પણ ત્યાગ થાય છે. એટલે ગભારામાં ગયા પછી મંદિરના કાર્ય સંબંધી પણ કોઈ જાતનો વિચાર, વાણી કે પ્રવૃત્તિ ન થાય. પૂજા માટે ગભારામાં પ્રવેશ કર્યા પછી પૂજામાં જ ધ્યાન રહેવું જોઈએ.
ત્રીજી નિસાહિ - દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા = ચૈત્યવંદન કરતાં પહેલાં ત્રીજી નિશીહિ કહેવી. આ નિસાહિથી દ્રવ્યપૂજા સંબંધી બધી પ્રવૃત્તિનો મન, વચન અને કાયાથી નિષેધ થાય છે. હવે ભાવપૂજામાં = ચૈત્યવંદનમાં જ એકાગ્ર બનવાનું છે.
૨. પ્રદક્ષિણાત્રિક ભમતીની ફરતે જમણી (ભગવાનની જમણી અને આપણી ડાબી બાજુથી શરૂ કરી ત્રણ પ્રદક્ષિણા આપવી જોઇએ. આ પ્રદક્ષિણા આપવાની પાછળ અનાદિકાળના ભવભ્રમણને ટાળવાનો હેતુ રહેલો છે. અનાદિકાળના ભવના ફેરા દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણની સાધનાથી ટળે. માટે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપવાની છે. ત્રણ પ્રદક્ષિણા દેતાં દેતાં ભવભ્રમણ આંખ સામે આવવું જોઇએ. એ માટે પ્રદક્ષિણા દેતાં દેતાં મહાપુરુષોએ રચેલા પ્રદક્ષિણાના ગુજરાતી દુહા બોલવા જોઈએ. (આ દુહા આ ગ્રંથમાં ૧૧૬મા પૃષ્ઠમાં છે.)
૩. પ્રણામત્રિક ૧. અંજલિબદ્ધ પ્રણામ - ભગવાનનાં દર્શન થતાં જ મસ્તકે બે હાથ જોડી મસ્તક નમાવીને પ્રણામ કરવા તે અંજલિબદ્ધ પ્રણામ છે. જિનાલયમાં જતી વખતે અને વરઘોડા વગેરેમાં જિનમૂર્તિના દર્શન થતાંની સાથે જ અંજલિબદ્ધ પ્રણામ કરવા જોઈએ. દૂરથી સર્વ પ્રથમ જિનાલય દેખાય ત્યારે પણ અંજલિબદ્ધ પ્રણામ કરવા જોઈએ.
૨. અર્ધાવનત પ્રણામ:- અંજલિબદ્ધ પ્રણામપૂર્વકકેડથી અર્ધનમવું તે અધવનત પ્રણામ. ભગવાન સમક્ષસ્તુતિ બોલતાં પહેલાં આ પ્રણામ કરવા જોઈએ. અર્થાત્ ભગવાન સમક્ષ અર્ધાવનત પ્રણામ કરીને સ્તુતિ શરૂ કરવી જોઈએ.
૩. પંચાંગ પ્રણામ - બે ઢીંચણ, બે હાથ, એક મસ્તક એ પાંચ અંગો ભેગા કરી પ્રણામ કરવા તે પંચાંગ પ્રણામ. ચૈત્યવંદનમાં ત્રણ ખમાસમણા આપવામાં આવે છે તે પંચાંગ પ્રણામ છે.
* ચૈત્યવંદન ભાષ્ય ગા. ૮ અને ચૈત્યવંદન મહાભાષ્ય ગા. ૧૯૩માં મંડપમાં પ્રવેશ કરતા બીજી નિસાહિ કહેવાનો ઉલ્લેખ છે.