________________
શ્રાદ્ધદિનકૃત્ય
(369) બાવીશમુંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર તો ખ્યાલ આવે કે ધર્મ વર્તમાન જીવનમાં પણ ઘણો જ ઉપયોગી છે. જેના જીવનમાં તાત્વિક ધર્મ આવે છે તેનું વર્તમાન જીવન પણ ઘણું જ સુખી બની જાય છે.
(૪) માનઃ માન કષાયને આધીન બનેલ જીવ માન-સન્માનની ઇચ્છાવાળો હોય છે. સંપત્તિ આદિથી અભિમાની બનેલા જીવને એમ થાય કે લોકો મને શેઠ કહે છે. લોમાં મારી પ્રસિદ્ધિ અને નામના છે. હું સાધુ પાસે જાઉં તો મારે હાથ જોડવા પડે, નમવું પડે. આથી ત્યાં મારું મહત્ત્વ ન જળવાય. આવા વિચારોથી તેમને સાધુપાસે આવવાનું મન ન થાય. આવા પ્રાય: વ્યાખ્યાન સાંભળવા ન આવે, પણ પોતાની મહત્તા બતાવવા આવે. આથી આવા જીવો જિનવાણીનું ભાવથી શ્રવણ કરી શકે નહિ. આવા જીવો સાધુ પાસે આવે ને આવકાર ન મળે તો ખોટું લાગી જાય એ સંભવિત છે. બહુ અભિમાની જીવતો સાધુ પાસે આવેતોયસ્વપ્રશંસાની પિપાસાવાળો થઈને આવે. તમે ગામના નાક છો, ગામ તમારાથી ઉજળું છે, તમે ઉદાર છો, વગેરે પ્રશંસા ન થાય તો બહુ અભિમાની જીવ સાધુઓ પાસે આવતો બંધ થઈ જાય. આવા જીવો ધારે તો શાસનની આરાધના સાથે પ્રભાવના પણ કરી શકે. પણ એ ક્યારે બને? અભિમાન જાય અને નમ્રતા આવે તો. અભિમાની જીવ ધર્મસ્થાનોમાં પણ હું'ને સાથે લઈ જાય.
સાધુ પાસે પણ માનને સાથે લઈ જનાર શેઠ... આ વિષે એક શેઠનો પ્રસંગ જાણવા જેવો છે. એક શેઠ ગામમાં શ્રીમંત તરીકે પ્રસિદ્ધ હતા. ગામમાં આબાલ-વૃદ્ધ બધા લોકો તેમને શેઠ શબ્દથી બોલાવતા હતા, અને માન આપતા હતા. એ શેઠમાં ઉદારતા વગેરે ગુણો હતા. પણ અભિમાન ઘણું હતું. એક વખત તે એક સંત પાસે ગયા. સંત પાસે ઘણા માણસો બેઠા હતા. શેઠ મોડા આવવા છતાં બધાની આગળ જઈને બેઠા. સતે તેનો જરાય આદર ન કર્યો. તેની સામું પણ જોયું નહિ. તો પછી બોલાવવાની વાત જ ક્યાં રહી? આથી શેઠને થયું કે સંત મને ઓળખતા નહિ હોય. નહિ તો મને બોલાવ્યા વિના ન રહે. શેઠે સંતને પૂછ્યું : મહાત્માજી! મને ઓળખો છો ? મહાત્માજીએ કહ્યું હું તને બરોબર ઓળખું છું.
- સંતે તને એમ કહીને તુંકારો કર્યો એટલે શેઠને ખોટું લાગી ગયું. પણ પછી વિચાર આવ્યો કે સંત મને ઓળખતા હશે, પણ બરોબર નહિ ઓળખતા હોય. નહી તો મને તું ન કહે. આ ગામમાં કોઈ મને તુંકારાથી બોલાવતા નથી. બધા જ શેઠ' કહીને બોલાવે છે. અને “આપ' એવા બહુમાન સૂચક શબ્દનો પ્રયોગ કરે છે. પોતાની પૂરી ઓળખાણ કરાવવાના ઇરાદાથી શેઠે સંતને કહ્યું: મહાત્માજી ! આપ મને ઓળખો છો તો કહો કે હું કોણ છું? સંતે કહ્યું: પૂરેપૂરી ઓળખાણ આપું કે અધૂરી? શેઠે કહ્યું: પૂરેપૂરી ઓળખાણ આપો. સતે કહ્યું : જેનું જાહેરમાં નામ લેતાં પણ શરમ આવે તેવી મલિનમાં મલિન ચીજમાંથી ઉત્પન્ન થયેલો તું. હવે બીજી ઓળખાણ આપું. જેને જોઈને તું નાક મરડે છે, મોઢું બગાડે છે, તે લોહી-માંસ અને મલ-મૂત્રનો કોથળો ઉપાડીને ફરનારો તું. જ્યાં ગીધડા અને કાગડા ફરે છે, જે અપવિત્ર છે તે મસાણમાં એક દિવસ કુંકાઈ જનારો તું. બોલ, હવે વધારે ઓળખાણ જોઈએ છે? સાધુઓને ગૃહસ્થોની આનાથી વધારે કઈ ઓળખાણ જોઈએ? આ સાંભળી શેઠિયો ચૂપ થઈ ગયો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેનો ગર્વ ઊતરી ગયો.
આ દષ્ટાંત સાધુ અને ગૃહસ્થ બંનેને બોધપ્રદ છે. આ દષ્ટાંત ગૃહસ્થોને એ બોધપાઠ આપે છે કે સાધુ પાસે નમ્ર બનીને જવું જોઈએ. નમ્ર બનીને સાધુ પાસે જનાર શેઠ શેઠાઈ મૂકીને જાય. શ્રીમંત ગૃહસ્થ પણ સાધુ પાસેથી સ્વપ્રશંસાની આશા ન રાખવી જોઈએ. સાધુ ગૃહસ્થમાં ઉદારતા વગેરે ગુણોને જોઈને અવસરે તેની ઉચિત