________________
શ્રાદ્ધદિનકૃત્ય
(373) બાવીશમુંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર થતા એના પરિણામને સાંભળવા માણસોની ભીડ જામે છે. નવું નવું જોવાની વૃત્તિના કારણે આજે માણસોની મુસાફરી ઘણી વધી ગઈ. દુનિયામાં જોવા લાયક સ્થળોને જોવા માટે ભીડ જામે છે. આજે ટી.વી. જોવાનું વધ્યું છે એનું કારણ કુતૂહલવૃત્તિ છે. આથી જ ટી.વી. ના સમયે વ્યાખ્યાનમાં શ્રોતાઓની સંખ્યા ઘણી ઓછી હોય છે. જેને દુનિયાનું જ જાણવાની સાંભળવાની અને જોવાની વૃત્તિ છે તેને જિનવાણીનું શ્રવણ કરવાની ઇચ્છા પ્રાય: ન થાય. મહાપુરુષો કહે છે કે તમે દુનિયાનું ગમે તેટલું જાણી લેશો, સાંભળી લેશો, અને જોઈ લેશો, પણ આત્માને નહિ જાણો ત્યાં સુધી તમે દુ:ખથી મુક્ત નહિ બની શકો, અને શાશ્વત સુખને નહિ પામી શકો. આપણા બધાં દુ:ખોનું મૂળ આત્માની અજ્ઞાનતા છે. આ વિષે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ કહે છે કે – “આત્મજ્ઞાનવ ટુ માત્મજ્ઞાનેન હન્યતે = આત્માની અજ્ઞાનતાથી થયેલ દુઃખનો આત્માના જ્ઞાનથી નાશ કરી શકાય છે.” આત્માની અજ્ઞાનતા આપણા બધાં દુ:ખોનું મૂળ છે.
આત્માના જ્ઞાનથી સઘળાં દુ:ખો નાશ પામે છે. આથી દુ:ખોને દૂર કરવા આત્માને જાણવો–ઓળખવો જોઈએ. આત્માનું જ્ઞાન એટલે પોતાનું જ જ્ઞાન. આ કેવું આશ્ચર્ય! મોહાધીન જીવો બીજું ઘણું ઘણું જાણે છે, પણ પોતાને જ જાણતા નથી. મોહમૂઢ જીવો દુનિયાનું જાણવા પ્રયત્ન કરે છે, પણ પોતાને જ જાણવા–ઓળખવા પ્રયત્ન કરતા નથી. જે જાણ્યા વિના ચાલી શકે તેને જાણવા પ્રયત્ન કરે છે, પણ જેને જાણ્યા વિના ન ચાલે તેને જાણવા પ્રયત્ન કરતા નથી. જીવો નાશવંતને જાણે છે, અનાશવંતને જાણતા નથી, જે કિંમતી નથી તેને જાણે છે, જે કિંમતી છે તેને જાણતા નથી. જીવો ધન, ઇન્દ્રિયસુખ વગેરેને જાણે છે, આત્માને અને આત્મસુખને જાણતા નથી. ધન વગેરે નાશવંત છે. એથી જ તેની ખાસ કિંમત નથી. આત્મા જ શાશ્વત અને કિંમતી છે. જે આત્માને જાણે છે તે બધું જ જાણે છે
આત્માને જાણ્યા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી. માટે આત્માને જાણનાર બધું જ જાણે છે. જે બધું જાણતો હોવા છતાં આત્માને જાણતો નથી તે કશું જ જાણતો નથી. આથી તે જ બધું જાણે છે કે જે આત્માને જાણે છે. દુનિયાનું બધું જાણતા હોવા છતાં આત્માને નહિ જાણનારા જીવોની સામે લાલબત્તી ધરીને પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરિજી મ. કહે છે કે જરા થોભો, તમે દુનિયાનું ગમે તેટલું જાણી લેશો પણ તમને પોતાને નહિ જાણો ત્યાં સુધી તમારાં દુઃખો સર્વથા દૂર નહિ થાય.
(૧૩) રમણઃ રમણ એટલે રમત. પત્તાની રમત, ક્રિકેટની મેચ, ફૂટબોલવગેરે રમતના રસિયાજીવોને જિનવાણી શ્રવણમાં રસ ન આવે. અત્યારે વ્યાખ્યાન ચાલે છે એવી ખબર હોય છતાં પત્તાની રમત રમતા હોય એવું ઘણા જૈનો માટે સંભવે છે. રમત પ્રિય જીવોકુકડા અને કુતરા વગેરેને લડાવીને આનંદ માને છે. ઘોડાઓની રેસ જોવા જાય છે. બોલીંગ (મલ્લયુદ્ધ) જુએ છે. શોખ ખાતર શિકાર વગેરે કરે છે. બાળક, પોપટ, થાન વગેરેને રમાડીને ખુશ થાય છે.
આ પ્રમાણે જિનવાણીનું શ્રવણ અતિશય દુર્લભ છે. જિનવાણીનું શ્રવણ થયા પછી જિનવચનનો બોધ કઠીન છે. જિનવચનનો બોધ થયા પછી પણ જિનવચનની શ્રદ્ધાબોધિ અતિશય દુર્લભ છે. આ પ્રમાણે બોધિની દુર્લભતાને વિચારીને બોધિને પ્રગટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. (અહીં ૨૭૯મી ગાથા પૂર્ણ થઈ.)(૨૭૯) ... हा ते अन्नाणमोहंधा, लभृणं रयणायरं । ___ कायखंडं तु गिन्हन्ति, न सुगंति जे जिणागमं ॥२८०॥