Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 408
________________ શ્રાદ્ધદિનકૃત્યા 389) પચ્ચીસમુંસ્ત્રીશરીરસ્વરૂપ ચિંતન દ્વાર (૨૫) સ્ત્રી શરીરસ્વરૂપચિંતન દ્વાર इत्थी नाम मणुस्साणं, सग्गनिव्वाणअग्गला । सव्वदुक्खसमूहस्स, एसा खाणी अणिट्ठिया ॥३१०॥दारं २५॥ वाहीणं च महावाही, विसाणं च महाविसं । अविवेगनरनाहस्स, रायहाणी वियाहिया ॥३११॥ अणत्थाणं महाठाणं, मूलं दुच्चरियाण उ । आवासो असुइत्तस्स, जओ एयं वियाहियं ॥३१२॥ વિશેષથી બ્રહ્મચર્યવ્રતમાં સ્થિરતા થાય એ માટે પચીસમા “સ્ત્રીશરીરસ્વરૂપચિંતન” દ્વારનું વ્યાખ્યાન કરતા સૂત્રકાર કહે છે— સ્ત્રી મનુષ્યોના સ્વર્ગ-મોક્ષ માટે આગળિયા સમાન છે, સર્વદુ:ખસમૂહની અણગમતી ખાણ છે, વ્યાધિઓમાં મહાવ્યાધિ છે, ઝેરોમાં મહાર છે, અવિવેકરૂપ રાજાની રાજધાની કહેવાય છે, અનર્થોનું મહાસ્થાન છે, દુષ્ટ આચરણોનું મૂળ છે, અશુચિનું ઘર છે, કારણ કે આ ( નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. (૩૧૦-૩૧૧-૩૧૨) असुइमुत्तमलप्पवाहरूवयं, वंतपित्तवसमजपुप्फसं । मेयमंसबहुहडकरंडयं, चंममित्तपच्छाइय जुवइअङ्गयं ॥३१३॥ શરીરના સ્વરૂપને જ કહે છે સ્ત્રીનું શરીર વિઝા-મૂત્ર–મેલના સતત પ્રવાહ સ્વરૂપ છે, ઊલટી, પિત્ત, ચરબી, મજ્જા અને *ગુફસથી ભરેલું છે, મેદ, માંસ અને ઘણાં હાડકાંનો કરંડિયો છે. સ્ત્રીનું શરીર અંદરથી આવા સ્વરૂપવાળું હોવા છતાં બહારથી માત્ર ચામડીથી ઢંકાયેલું છે. તેથી અવિવેકી જીવોને મનોહર લાગે છે. કહ્યું છે કે – “જે મુખ લેગ્મનું ઘર છે તેને પણ ચંદ્રની ઉપમા આપી છે. માંસની ગાંઠરૂપ બે સ્તનોને સુવર્ણકળશની ઉપમા આપી છે. વિઝા અને મૂત્રનો આધાર એવા નિતંબને (કુલાને) શ્રેષ્ઠ હાથીના મસ્તકની સ્પર્ધા કરનાર છે એવી ઉપમા અપાય છે. અતિશયસિંઘ સ્ત્રીશરીરને વિશિષ્ટ કવિલોકોએ મોટું સ્વરૂપ આપી દીધું છે= મહત્ત્વ આપી દીધું છે.' આ પ્રમાણે કુવિકલ્પોથી વિહ્વળ ચિત્તવાળો પુરુષ અંધ પુરુષથી પણ અધિક છે. કારણકે – “જગતમાં અંધપુરુષ આગળ રહેલી જોવા યોગ્ય બીજી વસ્તુને જોતો નથી, પણ રાગાંધ પુરુષ તો જે છે તેને જોતો નથી અને જે નથી તેને જુએ છે. કારણકે અશુચિનો ઢગલો એવા પ્રિયતમાનાં અંગોમાં મોગરાનું પુષ્પ, કમળ, પૂર્ણચંદ્ર, કળશ, શોભતી લતા અને પલ્લવની ઉપમા આપીને હર્ષ પામે છે.” આ પ્રમાણે સ્ત્રી શરીરના યથાર્થ સ્વરૂપને વિચારે. (૩૧૩) * પુછુસ એ ડાબી બાજુના પેટની અંદર લોહીના ફીણમાંથી થતો વિકાર વિરોષ છે. શબ્દકોશમાં “હદયની નીચે પેટની અંદર માંસપિંડના આકારનો પદાર્થ” એવો અર્થ છે.

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442