________________
શ્રાદ્ધદિનકૃત્ય
(409) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર એ છે કે આચાર્ય માત્ર જાણકાર ન હોય, કિંતુ જ્ઞાન પ્રમાણે આચરણ કરનારા પણ હોય.)
અહીં આચાર્યના “ધર્મ-અધર્મના વિશેષથી જાણકાર હોય' એ ગુણનો ઉલ્લેખ કરવાનું કારણ જણાવે છે- આચાર્ય બીજાઓને અધર્મથી નિવૃત્ત કરે = પાછા હટાવે અને ધર્મમાં લાવે–જોડે. (૩૩૨)
एयारिसो महाभागो, दुल्लहो सूरी भवन्नवे । बुड्डंतं तारए जो उ, अप्पणावि तरेइ य ॥३३३॥ આવા આચાર્ય દુર્લભ છે એ જણાવવા પૂર્વક સ્વ-પરને ઉપકાર કરે છે એ વિષયને કહે છે
આવા (૨૩૨૫મી ગાથાથી જેમનું વર્ણન શરૂ કર્યું છે તેવા) મહાપ્રભાવવંત આચાર્ય દુર્લભ છે. આવા આચાર્ય ભવસમુદ્રમાં ડૂબતા જીવને તારે છે અને પોતાને પણ તારે છે. આ અર્થથી સૂચિત શ્રીકેશી ગણધર અને પ્રદેશ રાજાનો ગુરુપરંપરાથી આવેલો પ્રસંગ આ પ્રમાણે છે
પ્રદેશ રાજાની કથા આમલકકલ્પા નગરીમાં શ્રીવીર સમવસર્યા. દેશના પૂર્ણ થયા પછી સર્વ દિશાઓને પ્રકાશિત કરતા કોઈ દેવે વિમાનથી આવીને નૃત્ય કર્યું. ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને પૂછ્યું : આ દેવ કોણ છે? આણે પૂર્વે ક્યું સુકૃત કર્યું છે? પ્રભુએ કહ્યું: આ સૌધર્મદેવલોકમાં સૂર્યાભ વિમાનમાં સૂર્યાભ નામનો દેવ છે. હવે એનું સુકૃત સાંભળ – આ પૂર્વભવમાં શ્વેતાંબિકા નગરીમાં નાસ્તિક પ્રદેશ નામનો રાજા હતો. તેની સૂર્યકાંતા પત્ની હતી અને સૂર્યકાંત પુત્ર હતો. એનો ચિત્ર નામનો મંત્રી એક વાર રાજ્યકાર્ય માટે શ્રાવસ્તી નગરીમાં ગયો. ત્યાં ઉદ્યાનમાં પાર્થજિનની પરંપરાનાકેશ આચાર્યની પાસે ધર્મનો સ્વીકાર કર્યો. પ્રદેશ રાજાને પ્રતિબોધ પમાડવા માટે પોતાની નગરીમાં પધારવા માટે વિનંતી કરી. આચાર્ય ભગવંત આમલકકલ્પા નગરીમાં પધાર્યા ત્યારે અશ્વો ખેલાવવાના બહાને મંત્રી રાજાને ઉદ્યાનમાં લઈ ગયો. થાકેલો રાજા વૃક્ષ નીચે બેઠો.
આ સમયે તેણે સભાની વચ્ચે ઉપદેશ કરી રહેલા શ્રી કેશિકુમાર શ્રમણને જોયા. - ' એમને જોતાં જ પ્રદેશીને વિચાર આવ્યો કે આ વળી કોણ જડ મુંડિયો બેઠો છે ? એ શું ખાતો હશે? શું પીતો હશે? કે શરીરે આવો અલમસ્ત અને દેખાવડો લાગે છે ? વળી લોકોને તે એવું શું આપે છે કે જેથી આવડી મોટી માનવમેદની અહીં એકત્ર થઈ છે ?'
તેણે કહ્યું: ‘ચિત્ર ! જો તો ખરો કે આ બધું શું ચાલી રહ્યું છે? પેલો મોટો જડ બરાડા પાડીને જડ લોકોને શું સમજાવી રહ્યો છે ? આવા નફકરા લોકોને લીધે આપણે આવી ઉદ્યાનભૂમિમાં પણ સારી રીતે હરીફરી શક્તા નથી ! માત્ર વિસામો અને શાંતિ મેળવવા અહીં આવ્યા, તો એ મોટા બરાડા પાડીને આપણું માથું પકવી રહ્યો છે !'
ચિને કહ્યું: “હે સ્વામી! એ કેશિકુમાર શ્રમણ પાર્થાપત્ય છે, જાતિવંત છે, ચાર જ્ઞાનના ધારક છે અને તેઓ અન્નભક્ષી છે.”
- રાજા કહે છે : “ચિત્ર ! તું શું કહે છે? શું એ પરમાવધિથી અધોવર્તિ અવધિજ્ઞાન થયેલું છે એટલે વિશાળ અવધિજ્ઞાનના ધારક છે ? શું એ અન્નજીવી છે?'
• ચિત્રે કહ્યું: ‘હા સ્વામી ! એમ જ છે.'