Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 432
________________ શ્રાદ્ધદિનકૃત્ય 13) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર છતાં જેમ તેમાં અગ્નિ પેસી શક્યો, તેમ જીવ પણ અતિશીવ્ર ગતિવાળો હોવાથી સર્વત્ર પેસી શકે છે. એટલે કુંભમાં તેં જે જીવ જોયા, તે બહારથી પેઠેલા છે. રાજા – હે તે! એકવાર મેં એક જીવતા ચોરને તોળાવ્યો, પછી તેને મારી નાખીને ફરીવાર તોળ્યો, તો તેના વજનમાં જરા પણ ફરક ન પડ્યો, જો જીવ અને શરીર જુદા હોય, તો જીવ નીકળી જતાં તેનાં શરીરમાંથી કંઈક વજન તો ઓછું થવું જોઈએ ને ? પણ તેમ બનતું ન દેખાયું, એટલે જીવ અને શરીર એક જ છે, એમ હું માનું છું. આચાર્ય – હે રાજ! તેં પહેલાં કોઈવાર ચામડાની મશમાં પવન ભરેલો છે ખરો ? અથવા ભરાવેલો છે ખરો? ચામડાની ખાલી મશક અને પવન ભરેલી મશક એ બંનેનાં વજનમાં કંઈ ફેર પડે છે ખરો ? રાજા – ના, ભંતે ! કંઈ ફેર પડતો નથી. આચાર્ય – હે રાજ! પવન ભરેલી અને ખાલી ચામડાની મશકનાં વજનમાં કંઈ ફેર પડતો નથી, તેથી એમ કહેવાશે ખરું કે એ મશકમાં પવન જ ન હતો? આમ કહેવું એ વાસ્તવિકતાથી વિરુદ્ધ હોઈ અપ્રમાણિક છે.. હે રાજન્ ! વજન કે ગુરુત્વ એ પુદ્ગલનો–જડનો ધર્મ છે અને તે વ્યક્ત થવા માટે સ્પર્શની અપેક્ષા રહે છે. એટલે કે એક વસ્તુનો જ્યાં સુધી સ્પર્શ થાય નહિ કે તેને કોઈ રીતે પકડી શકાય નહીં ત્યાં સુધી તેનું વજન થઈ શકતું નથી. તો પછી જે પદાર્થ પુદ્ગલથી સર્વથા ભિન્ન છે અને જેનો સ્પર્શ જ થઈ શકતો નથી, કે જેને કોઈપણ રીતે પકડી શકાતો નથી, તેનું વજન શી રીતે થઈ શકે ? - રાજા – હે ભંતે! એક વાર મેં દેહાંતદંડથી શિક્ષા પામેલા એક ચોરના શરીરના બારીક ટુકડા કરાવીને જોયું કે તેમાં આત્મા ક્યાં રહેલો છે ? પણ મને તેમાંના કોઈ ટુકડામાં આત્મા દેખાયો નહિ, તેથી જીવ અને શરીર જુદા નથી, એવી મારી ધારણા પુષ્ટ થઈ. - આચાર્ય – હે રાજન્ ! અરણીના લાકડામાં અગ્નિ રહેલો છે, એ વાત જગપ્રસિદ્ધ છે, પણ તે જોવા માટે તેના નાના નાના ટુકડા કરવામાં આવે ને પછી તપાસવામાં આવે કે અગ્નિ ક્યાં છે, તો શું એ દેખાય ખરો? એ વખતે અગ્નિદેખાય નહિ તો શું એમ કહી શકાય કે તેમાં અગ્નિનથી? જો કોઈ એવુંથન કરેતો અવિશ્વસનીય જ ગણાય. તે રીતે શરીરના ટુકડામાં આત્મા ન દેખાયો, માટે તે નથી, એમ માનવું એ પણ ખોટું જ ગણાય. રાજા – હે ભતે ! જીવ અને શરીર એક જ છે, એમ હું એકલો જ માનતો નથી, પણ મારા દાદા અને મારા પિતા પણ એમ જ સમજતા આવ્યા હતા, એટલે મારી એ સમજ કુલપરંપરાની છે, તેથી એ સમજ હું કેમ છોડી શકું? આચાર્ય – હે રાજ! જો તારી એ સમજને તું નહિ છોડે તો પેલો લોઢાનો ભારો ન છોડનાર કદાગ્રહી પુરુષની પેઠે તારે પસ્તાવું પડશે. રાજા – એ લોઢાનો ભારો ન છોડનાર કદાગ્રહી પુરુષ કોણ હતો ? અને તેને કેમ પસ્તાવું પડ્યું? 'આચાર્ય – હે રાજન્ ! અર્થના કામી કેટલાક પુરુષો સાથે ઘણું ભાતુ લઈને ચાલતાં ચાલતાં એક મોટી અટવામાં આવી ચડ્યા, ત્યાં એક સ્થળે તેમણે ઘણાં લોઢાથી ભરેલી ખાણ જોઈ. આથી તે પરસ્પર કહેવા લાગ્યા કે આ લોઢું આપણને ઘણું ઉપયોગી છે. માટે તેના ભારા બાંધી સાથે લઈ જવું સારું છે. પછી તેઓ એના ભારા

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442