Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 431
________________ અઠ્ઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય ઘણી હોય છે. તે ઉપર ચારસો પાંચસો યોજન સુધી ફેલાય છે, તેને દેવ સહી શકતો નથી, એટલે સ્વર્ગમાં ગયેલો પ્રાણી અહીં આવી શકતો નથી. આ પરથી તું સમજી શક્યો હોઈશ કે તારી દાદી દેવરૂપે અહીં આવી શકી નહિ, તેનું કારણ સ્વર્ગનાં મોજશોખ તરફની અભિરુચિ છે, નહિ કે સ્વર્ગગતિનો અભાવ. રાજા – જીવ અને શરીર જુદા નથી તે માટે એક બીજો પૂરાવો પણ સાંભળો. હું રાજસભામાં સિંહાસન પર બેઠો હતો, મંત્રી વિગેરે પરિવાર બાજુમાં બેઠા હતા, તે વખતે કોટવાળ એક ચોરને પકડી લાવ્યો, મેં તે ચોરને જીવતો ને જીવતો લોઢાની કુંભીમાં પૂરી દીધો ને તેના પર લોઢાનું સજ્જડ ઢાંકણું ઢાંકી દીધું, તેને લોઢા અને સીસાનું રેણ કરાવી દીધું અને તેના પર મારા વિશ્વાસુ સૈનિકો મૂકી તેના પર બરાબર દેખરેખ રાખી થોડા દિવસ પછી તે કુંભીને ખોલાવીને જોયું, તો પેલા પુરુષને મરેલો જોયો. જો જીવ અને શરીર જૂદા હોય તો એ પુરુષનો જીવ કુંભીમાંથી બહાર શી રીતે જાય ? કુંભીને કોઈ પણ સ્થળે તલમાત્ર જેટલું ચે કાણું ન હતું. જો એવું કાણું હોય તો એમ માનત કે એ રસ્તે જીવ બહાર નીકળી ગયો, પણ કુંભી ક્યાંયથી કાણી ન હતી. માટે જીવ અને શરીર બંને એક જ છે અને શરીર અક્રિય થતા જીવ પણ અક્રિય થાય છે, એમ મારું માનવું બરાબર છે. આચાર્ય – હે રાજન્ ! એમ સમજ કે શિખરના ઘાટની ઘુમ્મટવાળી એક મોટી ઓરડી હોય, જે ચારે કોર લીંપેલી હોય, જેનાં બારણાં સજ્જડ વાસેલાં હોય અને જેમાં જરા જેટલીયે હવા પણ પેસી ન શકે તેવી હોય, તેમાં કોઈ પુરુષ ભેરી અને એને વગાડવાનો દંડો લઈને પેસે, પેસીને એનાં બારણાં બંધ કરે, પછી તે ભેરીને મોટેથી વગાડે તો એ ભેરીનો અવાજ બહાર નીકળે ખરો ? રાજા - હા, ભંતે ! નીકળે ખરો. આચાર્ય – એ ઓરડીને ક્યાંય કાણું છે ? 412 રાજા – ના ભંતે ! એ ઓરડીમાં ક્યાંય કાણું નથી. આચાર્ય – હે રાજન્ ! જે પ્રમાણે એ વગર કાણાની ઓરડીમાંથી અવાજ બહાર નીકળી શકે છે તેમ વગર કાણાની કુંભીમાંથી જીવ પણ બહાર નીકળી શકે છે. અર્થાત્ ધાતુ, પથ્થર, ભીંત, પહાડ વગેરેને ભેદીને જવાનું સામર્થ્ય જીવમાં રહેલું છે, માટે તેને ગમે ત્યાં પૂરવામાં આવે તો પણ તે બહાર નીકળી શકવાનો. રાજા – હે ભંતે ! જીવ અને શરીર જૂદા નથી, એવી મારી ધારણાને ટેકો આપતો બીજો પણ પૂરાવો સાંભળો. મારા કોટવાલોએ પકડી લાવેલા એક ચોરને મેં મારી નાંખ્યો અને તેને લોઢાની કુંભીમાં પૂર્યો. તેના ઉપર મજબૂત ઢાંકણું બેસાડ્યું અને તેને રેણ કરાવી, તેના પર પાકી ચોકી બેસાડી દીધી. પછી વખત જતાં એ કુંભી ઉઘાડીને જોયું તો તેમાં કીડા ખદબદતા હતા. તે કુંભીમાં ક્યાંય પેસવાનું સ્થાન નહોતું, છતાં તેમાં એટલા બધા કીડા ક્યાંથી આવી ગયા ? એટલે હું તો એમ જ સમજું છું કે જીવ અને શરીર એક જ છે અને તે બધા શરીરમાંથી જ નીપજ્યા હોવા જોઈએ. આચાર્ય – હે રાજન્ ! તેં કોઈ વાર ધમેલું લોઢું જોયું છે ? અથવા કોઈ વાર લોઢું ધમાવેલું છે ખરું? રાજા હા, ભંતે ! મેં ધમેલું લોઢું જોયું છે અને જાતે ધમાવેલું પણ છે. આચાર્ય – એ લોઢું અગ્નિમય લાલચોળ થઈ ગયું હોય છે, એ વાત સાચી ? – હા, ભંતે ! એ વાત સાચી છે. - રાજા આચાર્ય – હે રાજન્ ! એ નક્કર લોઢામાં અગ્નિ શી રીતે પેઠો ? તેમાં જરા જેટલું ય કાણું ન હોવા – -

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442