________________
શ્રાદ્ધદિનકૃત્યા
( 411 )
અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર
તથા મિત્રોને એમ કહી આવું કે કામવૃત્તિને વશ થઈ હું સૂર્યકાંતાના સંગમાં પડ્યો તેથી મરણની શિક્ષા પામ્યો છું. માટે તમે ભૂલ-ચૂકે પાપાચરણમાં ન પડશો. તો એ પુરુષનું એવું કાકલુદી ભરેલું વચન સાંભળીને તું એને સજા કરતો થોડી વાર થોભી જાય ખરો ?'
રાજા : હે ભતે! એમ તો ન બને. એ કામુક મારો અપરાધી છે, એટલે જરાયે ઢીલ કર્યા વિના હું તેને શૂળીએ ચડાવી દઉં.
આચાર્ય - હે રાજન્ ! તારા દાદાની હાલત પણ આવી જ છે. તે પરતંત્રપણે નરકમાં દુ:ખો ભોગવી રહ્યો છે, એટલે તેને કહેવા શી રીતે આવી શકે ? નારકીમાં આવેલો તાજો અપરાધી મનુષ્યલોકમાં આવવા તો ઇચ્છે છે, પણ તે ચાર કારણે અહીં આવી શકતો નથી. પ્રથમ તો નરકની ભયંકર વેદના તેને વિહલ કરી નાંખે છે, એટલે તે કિંકર્તવ્યવિમૂઢ બની જાય છે. બીજું નરકના કઠોર સંત્રીઓપરમાધામીઓ તેને ઘડીકે છૂટો મૂક્તા નથી. ત્રીજું, તેનું વેદનીય કર્મ પુરું ભોગવાયેલું હોતું નથી. અને ચોથું, તેનું આયુષ્ય પૂરું થયેલું હોતું નથી, એટલે તે મનુષ્યલોકમાં આવી શક્તો નથી. મરીને નરકમાં પડેલો પ્રાણી અહીં આવી શક્તો નથી, તેનું કારણ તેની પરતંત્રતા છે, નહિ કે નરક ગતિનો અભાવ.
રાજા – જીવ કોઈ સ્વતંત્ર વસ્તુ નથી એ મારી માન્યતા દઢીભૂત કરનારો બીજો દાખલો સાંભળો. આ જ નગરીમાં મારી એક દાદી હતી. તે ઘણી ધાર્મિક હતી અને શ્રમણોપાસિકા હતી. વળી તે જીવ-અજીવ વિગેરે તત્ત્વોને જાણનારી હતી અને સંયમ તથા તપ વડે પોતાના આત્માને ભાવિત કરતી હતી. મારી આ દાદી મરણ પામી અને તમારા કહેવા પ્રમાણે એ સ્વર્ગમાં ગયેલી હોવી જોઈએ. એ દાદીનો હું ઘણો વહાલો પૌત્ર હતો. તે મને જોઈને ઓછી ઓછી થઈ જતી હતી. તેણે સ્વર્ગમાંથી આવીને મને એમ કહેવું જોઈતું હતું કે “હે પૌત્ર! તું પણ મારા જેવો ધાર્મિક થજે, જેથી તને સ્વર્ગનાં સુખો પ્રાપ્ત થશે.’ પણ તે હજી સુધી મને એવું કહેવા આવી નથી, એટલે નરકની જેમ સ્વર્ગની વાત પણ મારા માન્યામાં આવતી નથી. તેથી જીવ અને શરીર જૂદાં નહિ પણ એક જ છે, એવી મારી માન્યતા દઢ થયેલી છે.
આચાર્ય - હે રાજન્ ! માની લે કે તું દેવમંદિરમાં જવા માટે નાહેલો છે, ભીનાં કપડાં પહેરેલાં છે, તારા હાથમાં કળશ અને ધૂપદાન રહેલું છે, અને તું દેવમંદિરમાં જવા માટે પગલાં ઉપાડે છે, ત્યાં પાયખાનામાં બેઠેલો કોઈ પુરુષ તને એમ કહે કે તમે અહીં પાયખાનામાં આવો, બેસો, ઊભા રહો અને ઘડીક શરીર લાંબુ કરો. તો હે રાજન્ ! તું એ વાતને સાંભળે ખરો ? - રાજા – હે ભંતે! હું એ વાતને બિલકુલ સાંભળું નહિ. પાયખાનું ઘણું ગંદું હોય છે, એવી ગંદી જગામાં કેવી રીતે જઈ શકું?
આચાર્ય – હે રાજન્ ! એ જ પ્રમાણે દેવ થયેલી તારી દાદી અહીં આવી તને પોતાનાં સુખો કહેવાને ઇચ્છે, તો પણ આવી શકે નહિ. સ્વર્ગમાં તાજો ઉત્પન્ન થયેલો દેવ મનુષ્યલોકમાં આવવા તો ઇચ્છે છે, પણ ચાર કારણોને લીધે તે અહીં આવી શક્તો નથી, એતો એ દેવ સ્વર્ગમાં દિવ્ય કામસુખોમાં ખૂબ મશગુલ બની જાય છે અને માનવી સુખોમાં તેની રુચિ રહેતી નથી. બીજું, એ દેવનો મનુષ્ય સાથેનો સંબંધ તૂટી ગયેલો હોય છે અને દેવદેવીઓ સાથેનો નવો પ્રેમસંબંધ તેમાં સંક્રમેલો હોય છે. ત્રીજું, દિવ્ય સુખોમાં પડેલો એ દેવ અબઘડી જાઉં છું, અબઘડી જાઉં છું, એમ વિચારે છે. ત્યાં તો કેટલોય કાળ વહી જાય છે અને મનુષ્યલોકના અલ્પાયુષી સંબંધીઓ મરી ગયેલા હોય છે, કારણ કે દેવની ઘડી એટલે આપણા હજારો વર્ષ. ચોથું, મનુષ્યલોકની દુર્ગંધ