________________
410 )
અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય રાજા કહે છે : ‘ત્યારે શું એ પુરુષ પાસે જવા જેવું છે?' ચિવે કહ્યું: ‘હા મહારાજ ! એમની પાસે જવા જેવું છે.'
પછી રાજા અને ચિત્ર કેશિકુમારની સામે જઈને ઊભા રહ્યા. રાજાએ પૂછ્યું કે – હે ભતે ! તમે શું પરમાવધિજ્ઞાન ધરાવો છો ? તમે શું અન્નજીવી છો ?'
આચાર્યે કહ્યું: ‘દાણચોરો દાણમાંથી છટકી જવા માટે કોઈને ખરો રસ્તો પૂછતા નથી, પણ આડાઅવળા માર્ગે ચાલે છે, તેમ હે રાજન્ ! વિનયના માર્ગથી છટકી જવાને લીધે તને પ્રશ્ન પૂછતા પણ આવડતો નથી, વારુ, મને જોઈને તને એવો વિચાર થયેલો ખરો કે આ મોટો જડ બીજા જડ લોકોને શું સમજાવી રહ્યો છે? અને મારાં ઉદ્યાનમાં મોટા બરાડા પાડીને મને શાંતિ લેવા દેતો નથી ?'
રાજાએ કહ્યું: “એ વાત સાચી છે. પણ તમે આ શાથી જાણ્યું ? તમને એવું ક્યું જ્ઞાન થયેલું છે કે જેથી તમે મારા મનનો વિચાર જાણી લીધો?'
આચાર્યે કહ્યું: ‘રાજ! અમારા શ્રમણનિગ્રંથોના શાસ્ત્રમાં પાંચ પ્રકારનાં જ્ઞાન કહેલાં છે – મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ. તેમાં મને પ્રથમનાં ચાર જ્ઞાન થયેલાં છે, તેના લીધે તારાં મનનો સંકલ્પ હું જાણી શકું છું.”
રાજાએ પૂછ્યું : 'હે ભગવંત ! હું અહીં બેસું ?' આચાર્યે કહ્યું: ‘આ ઉદ્યાનભૂમિ તારી પોતાની છે, તેથી અહીં બેસવું કે ન બેસવું એ તારી ઇચ્છા
પર છે.”
પછી રાજા અને ચિત્ર સારથિ તેમની પાસે બેઠા. રાજાએ આચાર્યને પૂછ્યું કે હે ભંતે! તમારા શ્રમણ નિગ્રંથોમાં એવી સમજ છે કે, “જીવ જૂદો છે અને શરીર જૂદું છે, એ વાત સાચી ?'
કેશિકુમારે કહ્યું કે હા, અમારી સમજ એવી છે.”
રાજાએ કહ્યું: “જીવ અને શરીર જૂદા નથી, પણ એક જ છે, એવા નિર્ણય પર હું શાથી આવ્યો, તે સાંભળો. મારો દાદો આ નગરીનો જ રાજા હતો. તે ઘણો અધાર્મિક હતો અને પ્રજાની બરાબર સારસંભાળ પણ કરતો ન હતો. તો તમારા મત પ્રમાણે તો મરણ પામીને કોઈનરકમાં જ ગયેલો હોવો જોઈએ. મારા દાદાનો હું વહાલો પૌત્ર છું. તેને મારા પર ઘણું હેત હતું. હવે તમારા કહેવા પ્રમાણે જીવ અને શરીર જુદા હોય અને તે મરીને નરકમાં ગયો હોય તો મને અહીં આવીને એટલું તો જણાવે ને કે “તું કોઈપણ પ્રકારનો અધર્મ કરીશ નહીં, કારણ કે તેનાં ફળ રૂપે નરકમાં જવું પડે છે અને ભયંકર દુઃખો ભોગવવા પડે છે. પણ તે હજી સુધી કોઈવાર મને કહેવા આવ્યો નથી, માટે જીવ અને શરીર એક જ છે અને પરલોક નથી, એવી મારી માન્યતા બરાબર
આચાર્યે કહ્યું: હે પ્રદેશી! તારે સૂર્યકાંતા નામે રાણી છે. એ રૂડી-રૂપાળી રાણી સાથે કોઈ રૂડો રૂપાળો પુરુષ માનવીય કામસુખનો અનુભવ કરતો હોય તો એ કામુક પુરુષને તું શું દંડ કરે ?'
રાજાએ કહ્યું: “હે ભંતે! હું એ પુરુષનો હાથ કાપી નાખું, પગ છેદી નાખ્યું અને તેને શૂળીએ ચડાવી દઉં, અથવા એક જ ઘાએ તેનો જાન લઉં.”
આચાર્ય: હરાજ! એ કામુક પુરુષ તને એમ કહે કે “હે સ્વામી! ઘડીક થોભી જાઓ, હું મારા કુટુંબીઓ