Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 427
________________ અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર (408) શ્રાદ્ધદિનકૃત્ય હવે ઉપમા દ્વારા આચાર્યના ગુણોને કહે છે - આચાર્યવાયુની જેમ અપ્રતિબદ્ધ હોય, આકાશની જેમ આશ્રય રહિત હોય, સર્પની જેમ અન્યના ઘરમાં રહેનારા હોય, ભારંઇ પક્ષીની જેમ અપ્રમત્ત હોય, સમુદ્રની જેમ ગંભીર હોય, મેરુની જેમ નિષ્ણકંપ હોય, સિંહની જેમ નિર્ભય હોય, સાત ભયોથી રહિત હોય. આચાર્યનવકલ્પની મર્યાદાથી વિહાર કરનારા હોવાથી વાયુની જેમ અપ્રતિબદ્ધ હોય. આવા પણ આચાર્ય કોઈની નિશ્રામાં રહેલા હોય એ સંભવે. આથી અહીં કહે છે કે કુલ આદિની નિશ્રાથી રહિત હોવાથી આકાશની જેમ આશ્રયથી રહિત હોય. આશ્રયથી રહિત હોવા છતાં કોઈ અશુદ્ધ વસતિનું સેવન કરે. આથી અહીં કહે છે. કે સર્પની જેમ અન્યના ઘરમાં રહેનારા હોય. કારણ કે મૂલ-ઉત્તર દોષોથી વિશુદ્ધ વસતિનું સેવન કરનારા હોય. તેમાં પણ બધા ય આચાર્યો અપ્રમત્ત ન હોય. આથી અહીં કહે છે કે ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત હોય. કારણ કે સમિતિ-ગુમિ આદિમાં સતત ઉપયોગવાળા હોય. અપ્રમત્ત હોવા છતાં કોઈક ગંભીરતાથી રહિત હોય. માટે અહીં કહે છે કે – સમુદ્રની જેમ ગંભીર હોય, અર્થાત્ પરવાદીઓ તેમનું અંતર જાણી શક્તા ન હોવાથી અને બીજા જીવોએ કરેલી આલોચનારૂપ જલ બહાર નીકળતું ન હોવાથી અગાધ હૃદયવાળા હોય. ગંભીરપણ સઘળાય નિષ્ણકંપ ન હોય. આથી અહીં કહે છે કે – મેરુની જેમ નિષ્પકંપ હોય. કારણ કે પરીષહ-ઉપસર્ગો આવે ત્યારે ધર્મધ્યાનથી ચલિત ન થાય. આ પ્રમાણે નિષ્પકંપ કેમ હોય એ જણાવવા કહે છે કે સિંહની જેમ નિર્ભય હોય. આ જ અર્થને વિશેષથી કહે છે કે સાત ભયોથી રહિત હોય. સાત ભયો આ પ્રમાણે છે૧. આ લોકભય- પોતે જે ગતિમાં હોય તે ગતિવાળા જીવથી ભય તે આલોક ભય. જેમકે- મનુષ્યને મનુષ્યથી. ૨. પરલોકભય- પોતે જે ગતિમાં હોય તેનાથી બીજી ગતિના જીવથી ભય. જેમકે મનુષ્ય દેવથી ભય પામે. ૩. આદાન ભય. પોતાનું ધન કોઈ લઈ લેશે એમ ચોર વગેરેથી ભય. ૪. અકસ્માદ્ભય- (કારણ વિના પણ ભય પામે) ઘરમાં રાત્રિ વગેરેના સમયે ભય પામે. ૫. આજીવિકાભય- મારી આજીવિકા કેમ થશે એવો ભય. ૬. મરણભય • મૃત્યુનો ભય. ૭. અકીર્તિભય- અપકીર્તિ થવાનો ભય. (૩૩૦-૩૩૧) छत्तीसगुणगणोवेओ, धम्माहम्मवियाणओ। अहम्मा नियत्तावेइ, धम्ममग्गंमि लायइ ॥३३२॥ સર્વગુણના સંગ્રહ માટે કહે છે – આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય. છત્રીસ ગુણોનો વિસ્તાર “સૂરિ ગુણષર્વિશિકા” ગ્રંથથી જાણી લેવો. હવે આચાર્યના જ સર્વગુણોમાં મુખ્ય ગુણને કહે છે - આચાર્યધર્મ-અધર્મના વિશેષથી જાણકાર હોય. વિશેષથી જાણકાર હોય એટલે કે શપરિજ્ઞાથી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી જાણકાર હોય. (આનો તાત્પર્યાર્થ

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442