Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 426
________________ શ્રાદ્ધદિનકૃત્ય, (407) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર હોવાથી પિંડની જ પ્રધાનતા હોવાથી નવાકોટી દ્વારા પિંડવિશુદ્ધિને કહે છે - આચાર્યસ્વયં ચોખા-મગ વગેરે ખરીદ કરે નહિ, હણે નહિ(સચિત્તનું અચિત્તનકર), અગ્નિથી ભાતદાળ વગેરે પકાવે નહિ, એમ આ ત્રણ બીજા પાસે પણ કરાવે નહિ, અને બીજાઓ સ્વયં આ ત્રણ કરતા હોય તો તેની અનુમોદના ન કરે. આ પ્રમાણે પિંડની વિશુદ્ધિ કહી. એકના ગ્રહણથી તેની જાતિવાળાનું ગ્રહણ થઈ જાય એ ન્યાયથી શય્યાશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ અને પાત્રશુદ્ધિ પણ કહેવાઈ ગઈ. આ વિષે આગમ (દશ વૈ. અ. ૬ ગા. ૪૮) આ પ્રમાણે છે – “આહાર, ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર આચારે અકલ્પનીય દોષવાળાં પોતાના ઉપભોગ માટે ઈચ્છવાં નહિ, પણ તે નિર્દોષ હોય તો ગ્રહણ કરવાં.” અશન-પાન વગેરે પિંડની શુદ્ધિને નહિ સાચવતો ( નિષ્કારણ દોષ લગાડતો) સાધુચરિત્ર રહિત છે એમાં સંશય નથી, અને ચારિત્રના અભાવે તેણે લીધેલી દીક્ષા સર્વથા નિરર્થક છે.” (યતિ.ચ. ૨૧૦). આ પ્રમાણે ઉપાશ્રય, વસ્ત્ર અને પાત્ર વિષે પણ જાણવું. (૩૨૯મી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ-). મૂલ-ઉત્તરગુણોને કહીને અન્ય પ્રકારથી મૂલ-ઉત્તરગુણોને જ કહે છે આચાર્ય સંયમમાં પ્રયત્નશીલ છે અને સર્વ આરંભનો ત્યાગ કરનારા છે. સંયમ સત્તર પ્રકારનો છે. તે પૂર્વે કહી દીધો છે. આરંભના ભેદો આ પ્રમાણે છે – “યોગ-૩,કરણ-૩, સંરંભાદિ-૩, કષાય-૪. આચારના સંયોગથી ૧૦૮ ભેદો થાય છે. ઉપયોગવાળો જીવ કોધથી મનથી સરંભ કરે નહિ, આ એક ભાગો થયો. આ રીતે માનથી, માયાથી અને લોભથી ઉમેરતાં કુલ ચાર ભાંગા થાય. આ ચાર ભાંગા કરવાથી થયા. કરાવવાથી અને અનુમોદનાથી ચાર ચાર ભાગા ઉમેરતાં કુલ ૧૨ ભાંગા થયા. આ બાર ભાંગા મનથી થયા. એ રીતે વચનથી અને કાયાથી બાર બાર ભાંગા ઉમેરતાં કુલ ૩૬ ભાંગા થયા. આ ૩૬ ભાગા સંરંભથી થયા. સમારંભથી અને આરંભથી પણ ૩૬ ભાંગા થાય. આમ કુલ ૧૦૮ ભાંગા થાય. પ્રાણાતિપાતનો માનસિક સંકલ્પ કરવો તે સંરંભ, પરિતાપ ( પીડા) ઉપજાવવો એ સમારંભ, ઉપદ્રવ કરવો, અર્થાત્ જીવોનો વિનાશ કરવો એ આરંભ છે. આ વ્યાખ્યા સર્વ શુદ્ધ નયોને સંમત છે.” આ પ્રમાણે આચાર્ય સર્વ આરંભનો ત્યાગ કરનારા છે. (૩૨૯) वाउव्व अपडिबद्धो, गयणं व निरासओ। अहिव्व परघरे वासी, भारंडो वापमत्तओ ॥३३०॥ नीरनाहुव्व गंभीरो, मेरुव्व निप्पकंपओ । सीहो वा निब्भओ जो उ, सत्तभयविवजिओ ॥३३१॥

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442