________________ શ્રાદ્ધદિનકૃત્યા (405) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર હાસ્યથી, હાસ્યવાળામુખથી અને વિલાસથી ભટકતી આંખથી સ્ત્રી મોહ પમાડે તેમાં શું કહેવું?” આથી જ દશવૈકાલિક (૮-૫૫)માં કહ્યું છે કે- “ચિત્રામણમાં ચિતરેલી સ્ત્રીને મુનિઓએ જોવી નહિ, તેમજ અલંકારવાળી કે અલંકાર વિનાની સચેતન સ્ત્રીને પણ જુવે નહિ. કદાચ જોવામાં આવે તો જેમ સૂર્ય જોઈને દષ્ટિ ખેંચી લે તેમ સ્ત્રીને જોઈને પોતાની દષ્ટિ પાછી ખેંચી લેવી.” (5) કુવ્યંતર - ભીંતના આંતરે રહેલી, મોહાસક્ત સ્ત્રીઓના શબ્દ વગેરેના અવાજને સાંભળે નહિ. કારણ કે તેનાથી મોહ ઉત્પન્ન થાય. (6) પૂર્વીડિત- પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં સ્ત્રીભોગના અનુભવરૂપકે જુગાર આદિ રૂપ જે ક્રિયા કરી હોય તેનું સ્મરણ ન કરવું. (7) પ્રણીત આહાર - સ્નિગ્ધભોજન ન કરવું. કારણ કે તે શુક્રધાતુની વૃદ્ધિનું કારણ છે. (8) અતિમાત્ર આહાર - પ્રમાણથી અધિક પાન-ભોજન આદિ આહાર ન વાપરે. કારણ કે અધિક ભોજનથી બ્રહ્મચર્યમાં દોષ લાગવાનો પ્રસંગ આવે. આહારનું પ્રમાણ આ પ્રમાણે છે - “સાધુ પેટનો અર્ધો ભાગ ભોજનથી ભરે. બાકીના અર્ધા ભાગના ત્રણ ભાગ કલ્પીને બે ભાગ પાણી માટે રાખે અને એક ભાગ વાયુના સંચાર માટે ઊણોદરી કરે, અર્થાત્ ઉદરના છ ભાગ કરીને ત્રણ ભાગ આહારથી અને બે ભાગ પાણીથી ભરે અને એક=છઠ્ઠો ભાગ ખાલી રાખે–ઊણોદરી કરે.” (9) વિભૂષા - શરીરની અને ઉપકરણોની વિભૂષા ન કરવી. કારણ કે તે પણ સ્વ-પરના ચિત્તવિકારનું કારણ છે. પરિગ્રહ - વિવેક રહિત જીવોથી જે સ્વીકારાય તે પરિગ્રહ પરિગ્રહ સચિત્ત અને અચિત્ત એમ બે પ્રકારનો છે. વિવેક રહિત જીવો ધર્મોપકરણોને છોડીને બંને પ્રકારના પરિગ્રહનો સ્વીકાર કરે છે. અહીં સાધુઓની સર્વ ઉપધિનું પ્રમાણ અને ઉપાધિ રાખવાનું કારણ આગમથી જાણી લેવું. આથી ધર્મોપકરણ સિવાય બીજું બધું પરિગ્રહ છે. પરિગ્રહ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે - દ્રવ્યથી-સર્વદ્રવ્યોમાં. ક્ષેત્રથી-સર્વલોકમાં. કાળથી અને ભાવથી ભાંગા પૂર્વવત્ જાણવા. અયોગ્ય કરાવનાર - ચાંદી, સુવર્ણ, વગેરે પરિગ્રહ છેદ અને ભેદ વગેરે અયોગ્ય કરાવનાર છે. (ઉપદેશમાળા ૫૦મી ગાથામાં કહ્યું છે કે - “છેદન, ભેદન, વ્યસન, આયાસ, ક્લેશ, ભય, વિવાદ, મરણ, ધર્મભ્રંશ અને અરતિ આ સર્વ અનર્થો ધનથી થાય છે.” છેદન - કાન વગેરે કપાય. ભેદન = તલવાર વગેરેથી ભેદાવું. અથવા સ્વજન આદિની સાથે ચિત્તામાં ભેદ પડવો. વ્યસન = ક્ટ. આયાસ મહેનત. ક્લેશ દ્રવ્યોપાર્જનમાં પોતાથી શરીરને કરાતો ક્લેશ. ભય ચોરી આદિનો ભય. વિવાદ કલહ મરણ = બીજાઓ ધન માટે ઘાત કરે, કે પોતે ધન જવાથી હાર્ટ એટેક આદિથી મૃત્યુ પામે. ધર્મભ્રંશ = ધન મેળવવા આદિ માટે ધર્મનો નાશ થાય. અરતિ ચિત્તમાં ઉગ થાય. (326) हिरन्नं च सुवन्नं च, कंसं संखं पवालयं / धणं धन्नं कलत्तं च, जो विवज्जेइ सव्वहा // 327 //