Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 435
________________ અઠ્ઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર सुसावया सासणभत्तिमंता । एवं विहाणेण पयट्टमाणा, अणेगजम्मंतरसंचिअं अघं, खवित्तु गच्छंति गई सुउत्तमं ॥ ३३७ ॥ આ રીતે પ્રવૃત્તિ કરતા શાસન ઉપર ભક્તિમંત સુશ્રાવકો અનેક અન્ય ભવોમાં એકઠા કરેલા પાપને ખપાવીને અતિશય ઉત્તમ ગતિમાં જાય છે. 416 અતિશય ઉત્તમગતિ - દેવલોકમાં ઇંદ્રપણું કે સામાનિકપણું વગેરેની પ્રાપ્તિ થાય, બોધિ સુલભ બને અને સાત–આઠ ભવો કરીને મુક્તિપદની પ્રાપ્તિ થાય તેવી અતિશય ઉત્તમ ગતિમાં જાય છે. (૩૩૭) अन्नाणेणं पमाएणं, मूढयाए तहेव य । નંમે વિથં િિષ, આગમસ્સ વિરુદ્ધુય રૂરૂ૮૫ तं पुत्तदुच्चरियं व, मज्झ सोहिंतु सूरिणो । दयं उवरि काऊणं, जं जं इत्थ असुद्धयं ॥ ३३९॥ હવે સૂત્રકાર સ્વશાસ્ત્ર-પરશાસ્ત્રના સૂક્ષ્મ બોધથી નિર્મલમતિવાળા હોવા છતાં છંદ્મસ્થની ભૂલ થવાનો સંભવ હોવાથી તેને દૂર કરવા માટે અને પોતાના અભિમાનને દૂર કરવા માટે બે ગાથાઓને કહે છે શ્રાદ્ધદિનકૃત્ય અહીં મેં અજ્ઞાનતાથી, પ્રમાદથી અને મૂઢતાથી જે કંઈ (=અલ્પ પણ) આગમની વિરુદ્ધ રચ્યું હોય, અર્થાત્ જે જે અશુદ્ધ રચ્યું હોય, તે બધું આચાર્યો મારા ઉપર દયા કરીને પુત્રના દુષ્ચરિત્રની જેમ શુદ્ધ કરો, અર્થાત્ જે રીતે પ્રિયપુત્રે કરેલી કોઈક વસ્તુને* થોડા દોષથી દોષવાળી પણ જોઈને માતા–પિતા તે વસ્તુને સુધારે છે તેવી રીતે આચાર્યો મારા ઉપર કૃપા કરીને મારી અશુદ્ધિઓને સુધારો. * = અજ્ઞાનતાથી = કોઈક પદાર્થ સૂક્ષ્મ હોવાથી અને તેવા પ્રકારના આમ્નાયનો (=ગુરુપરંપરાથી આવતા શબ્દાર્થોનો) અભાવ હોવાથી સમ્યક્ બોધ ન થવાથી. પ્રમાઠથી = અન્યમાં ચિત્ત જવું વગેરે પ્રમાથી. મૂઢતાથી = મતિભ્રમથી થતા ચિત્તમોહથી. રચ્યું હોય = સૂત્રરૂપે ગુંથ્થું હોય. આગમની વિરુદ્ધ = આગમને ન અનુસરે તેવું. (૩૩૮-૩૩૯) किंची गुरूवएसेणं, किंचि सुत्ता वियाहियं । सड्डाणं दिणकिच्वं तु, मएणं मंदबुद्धिणा ॥ ३४० ॥ આ સૂત્ર રચના જે રીતે કરી તે રીતે પ્રગટ કરતા સૂત્રકાર કહે છે- મંદબુદ્ધિ એવા મારા વડે શ્રાવકોનું દિનનૃત્ય કંઈક ગુરુના ઉપદેશથી અને કંઈક સૂત્રના આધારે રચાયું છે. (૩૪૦) નાત એટલે । સમૂહ. શ્રાવકોને સમજવામાં સરળતા રહે એ દૃષ્ટિએ નાત શબ્દનો અનુવાદ કર્યો નથી.

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442