________________
સત્તાવીસમું બાધકદોષવિપક્ષ ચિંતન દ્વાર
(400)
શ્રાદ્ધદિનકૃત્ય.
થયા વિના રહે નહિ. દૂર કરવાનું મન થયા પછી શક્ય પ્રયત્ન પણ થાય. આથી દોષોને દૂર કરવાનું મન થયા પછી પોતાના દોષોનું નિરીક્ષણ થાય અને દોષો કોને કહેવાય ક્યા ક્યા કારણોથી દોષો પેદા થાય વગેરે જાણવાન પ્રયત્ન થાય. પણ આજે દોષો પ્રત્યે અણગમો હોય અને એથી તેને દૂર કરવાનો કીમીયો બતાવનારા મહાપુરુષો પાસે જતા હોય, તેવા મનુષ્યો બહુ જ અલ્પ સંખ્યામાં છે. મોટા ભાગના મનુષ્યો તો પોતાનાથી ઉચ્ચ જીવન ગાળનારા મહાપુરુષો જગતમાં વિદ્યમાન છે તે પણ માનતા નથી, પોતાની જાતને જ મહાપુરુષ-મોટાપુરુષ માને છે, એટલે તેઓ બીજા કોની પાસે જાય ?
ધર્મકિયા કરનારાઓમાંથી ગુરુ પાસે આવનારા થોડા આવી પરિસ્થિતિનું શું કારણ ? ધર્મક્રિયા નહિ કરનારાઓની જ આવી પરિસ્થિતિ છે એવું નથી, ધર્મ ક્રિયા કરનારાઓમાં પણ ઘણાઓની આવી પરિસ્થિતિ છે. આજે ધર્મક્રિયા કરનારા ઘણા ઓછા છે. ધર્મક્રિયા કરનારાઓમાંથી પણ ગુરુ પાસે આવનારા ઓછા છે. ગુરુ પાસે આવનારાઓમાંથી પણ દોષોને સમજવા અને દૂર કરવા આવનારા બહુ ઓછા છે. દોષો સમજવા ગુરુ પાસે આવનારા કેટલા? ધર્મક્રિયાઓ કરવા છતાં નિશ્ચય તરફ લક્ષ્ય નથી એનું આ પરિણામ છે. નહિતો ધર્મક્રિયા કરનારને પોતાના દોષોની અને તેને દૂર કરવાના ઉપાયની જિજ્ઞાસા ન થાય ? આજે ગુરુ પાસે આવનારા જ ઓછા છે. તેમાં પણ પોતાના દોષોને દૂર કરવાના ઉપાયની જિજ્ઞાસાથી ગુરુ પાસે આવનારા ઘણા જ ઓછા છે. પરિણામે આજે બાહ્ય ધર્મક્રિયાઓ ઘણી થવા છતાં, એથી જે પરિણામ આવવું જોઈએ તે આવતું નથી.
ધૂમધામે ધમાધમ ચાલી ધર્મક્રિયા કરનારા નિશ્ચયના લક્ષ્યથી રહિત હોય અને ધર્મક્રિયા કરાવનારા ગુરુઓ પણ નિશ્ચયના લક્ષ્યથી રહિત હોય તો બહારથી આડંબર ભલે થાય, પણ અંદરની દષ્ટિએ પોલ જ હોય. ધર્મક્રિયા કરનારા અને ધર્મક્રિયા કરાવનારા નિશ્ચયના લક્ષ્યથી રહિત હોય તો કેવી પરિસ્થિતિ થાય તેનું વર્ણન પરમોપકારી પ.પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સવાસો ગાથાના સ્તવનની ઢાળમાં કરતાં કહ્યું છે કે –
વિષય રસમાં ગૃહિ માચિયા, નાચિયા ગુરુ મદપૂર રે! ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે IIછે.
ગૃહસ્થ વિષયરસમાં આસક્ત હોય, સાધુઓ-કુગુરુઓ મદથી ભરેલા હોય તો એ બંને મળીને જે ધર્મ થાય તેમાં બહારથી ધૂમધામ થાય, પણ જ્ઞાન માર્ગ દૂર રહી જાય. અર્થાત્ અશુદ્ધ કિયા ફાલે-કૂલે અને શુદ્ધ ક્રિયા દૂર થાય.
વિષયરસમાં આસક્ત ગૃહસ્થ ધર્મ કરે તો વિષયસુખ માટે કરે. પરલોકમાં સ્વર્ગનાં સુખો મળે અને વર્તમાનમાં લોકમાં આપણી વાહ વાહ થાય વગેરે આશયથી કરે. માનપાનના ભૂખ્યા ગુરુ ગૃહસ્થના આત્માની ચિંતા કરવાને બદલે પોતાની વાહવાહ કેમ થાય એની ચિંતા કરે. એથી ગૃહસ્થો પાસે શાસનોન્નતિના બહાને મોટા આડંબરથી પોતાના સામૈયા વગેરે કરાવે. આનાથીગૃહસ્થ-સાધુબંનેની વાહવાહથાય. પરિણામે આત્મલક્ષ્ય ક્યાંય અટવાઈ જાય. આનો અર્થ એ થયો કે ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે... ધૂમ એટલે માનભૂખ્યા સાધુઓ. ધામ એટલે વિષયરસમાં આસક્ત ગૃહસ્થો. એ બંનેની ધમાધમ એટલે આડંબરપૂર્વક ગુરુ પ્રવેશ, પ્રતિષ્ઠા વગેરે ક્રિયા. સાધુઓ શરીરની અનુકૂળતા, સારાં ખાન-પાન, સારાં વસ્ત્રપાત્ર, સારી વસતિ, ભક્તગણની વૃદ્ધિ, લોકમાં વાહવાહ, લાઈટમાં આવવું વગેરે લક્ષ્યવાળા બની જાય અને ગૃહસ્થો વર્તમાન જીવનમાં