________________
શ્રાદ્ધદિનકૃત્ય
(399) સત્તાવીસમુંબાધકદોષવિપક્ષ ચિંતન દ્વાર તથા એના યોગે કેવી કેવી વિટંબણા ઊભી થઈ છે અને થયા કરે છે તથા ભવિષ્યમાં ઊભી થશે એનો વિચાર કરતા નથી. તાવ આવ્યો તો તુરત ડૉક્ટર બોલાવશે. કદાચ આર્થિક શક્તિ નહીં હોય તો ડૉક્ટર પાસે જશે અને તાવની ફરિયાદ કરશે. પણ અંતરમાં ક્રોધ ઉત્પન્ન થયો તો કોઈને નહિ કહે અને કોઈની પાસે નહિ જાય. શરીરના રક્ષણ માટે પ્રથમથી જ શરીરના સ્પેશિયલ ડૉક્ટર રાખશે, પણ આત્માના રક્ષણ માટે આત્માના ડૉક્ટરો રાખનારા કેટલા? દરરોજ આરીસામાં જોઈને શરીરમાં ડાઘ-દૂષણ હોય તો દૂર કરનારા કેટલા અને દરરોજ આત્માના આરોસામાં દૂષણો જોઈને તેને દૂર કરવા પ્રયત્ન કરનારા કેટલા? શરીરના દોષોને દૂર કરવા મુંબઈ, કલકત્તા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં અનેક લોકો દૂર દૂરથી આવે છે પણ આત્માના દોષોને દૂર કરવા જનારા લોકો કેટલા ? અંગોને સ્વચ્છ રાખવા અનેક સાધનો વસાવે છે, અને ઉપયોગ કરે છે. દાંતને સ્વચ્છ રાખવા બ્રશ, ટુથ પાવડર, દાતણ વગેરેનો ઉપયોગ કરે છે. આંખમાં દવાનાં ટીપાં નાખી આંખ સ્વચ્છ રાખે છે. પાણી, સાબુથી શરીરનો મેલ દૂર કરે છે. તેમ આત્માને સ્વચ્છ કરવા સાધનો રાખનારા કેટલા? ઘરમાં ધર્મના ઉપકરણો કેટલાં? ઉપાશ્રયમાં કેટલાં? દંડાસણ-કામળી–પંજણી વગેરે પૌષધની સામગ્રી કેટલી અને કેવી ? દંડાસણ મેલું અને ઘસાઈ ગયેલી દસીઓવાળું હોય... શરીર કે વિષયસુખનાં સાધનો બગડે તો દુઃખ થાય છે. જ્યાં સુધી સારાં ન થાય ત્યાં સુધી બેચેની રહે છે, અને સારાં થતાં સુખ થાય છે. પણ આત્મા વધારે બગડે તો દુ:ખ થતું નથી. આત્મા બગડે છે તેનું દુ:ખ ન હોય તેને સુધારવાની ચિંતા પણ ન હોય એ સ્વાભાવિક છે.
આત્મવાદી કહેવડાવવું અને આત્મવાદી બનવું એમાં ભેદ છે. સાચા આત્મવાદીને આત્માની આત્માના ગુણોની ચિંતા ન હોય એ બનવા જોગ નથી. સાચો આત્મવાદી આસ્તિક છે અને બનાવટી આત્મવાદી નાસ્તિક છે. આત્માની ચિંતા કરે તે સાચો આત્મવાદી અને આસ્તિક છે. હું આત્માને માનું છું એમ કહે અને આત્માની ચિંતા ન કરે તે આસ્તિક નથી, કિંતુ નાસ્તિક છે.
બહારના દોષોને કાઢવાની જેટલી ચિંતા છે, તેટલી આત્માના દોષોને કાઢવાની નથી
રોગ, દરિદ્રતા, અપકીર્તિ આદિ દૂર કરવા અને આરોગ્ય, સંપત્તિ, કીર્તિ મેળવવા જેટલી ચિંતા અને પ્રયત્ન થાય છે, તેટલી ચિંતા અને પ્રયત્ન જો અંતરના દોષોને દૂર કરવા અને ગુણોને મેળવવા કરવામાં આવે તો જીવનનું પુનિત પ્રભાત પ્રગટ્યા વિના રહે નહિ. આ ત્યારે જ બને કે જ્યારે જેમ રોગ આદિ ઉપર અણગમો છે અને ભૌતિક સુખ પ્રત્યે પ્રેમ છે, તેમ દોષો પ્રત્યે અણગમો અને ગુણો પ્રત્યે પ્રેમ પ્રગટે. જે વસ્તુ પ્રત્યે અણગમો હોય તેને દૂર કરવાનો અને જે વસ્તુ પ્રત્યે પ્રેમ હોય તેને મેળવવાનો, તેનું રક્ષણ કરવાનો શક્ય પ્રયત્ન અવશ્ય થાય છે. એ માટે જેની સલાહ લેવા જેવી લાગે તેની સલાહ લે અને કહે તેમ કરે. દર્દ ગમતું નથી તો દર્દ થાય કે તુરત તેને દૂર કરવાનો પ્રયત્ન થાય છે. દર્દી પોતાની બધી હકીક્ત વૈદ્ય, ડૉક્ટરને કહી દે છે. ગુમ હકીક્ત પણ કહી નાખે છે. જાહેરમાં કહેવાય તેમ ન હોય તો એકાંતમાં લઈ જઈને પણ કહે. પણ કહ્યા વિના ન રહે. કેટલાક દર્દીઓ તો એવા પણ હોય છે કે ડૉક્ટરને ઘણું ઘણું કહેવાનું હોય એ બધું એકી સાથે યાદ ન આવે એટલે ડૉક્ટરની પાસે જતાં પહેલાં બધું યાદ કરીને તેની નોંધ કરી લે) પછી ડૉક્ટર જેમ કહે તેમ વર્તવા તૈયાર રહે છે. ખોરાક લીધા વિના કેમ જીવી શકાય એવું કહેનારા પણ ડૉક્ટર કહે તો, કેવળ મગના પાણી ઉપર દિવસો સુધી રહે છે. બસ, તેમ દોષો પ્રત્યે તિરસ્કાર પ્રગટે તો તેના ડૉક્ટરો મહાપુરુષો પાસે જવાનું મન થાય અને તે કહે તેમ કરવા શક્ય પ્રયત્ન થાય.
- આ એક સામાન્ય નિયમ છે કે જેને જે વસ્તુ ઉપર અણગમો પેદા થાય તેને તે વસ્તુ દૂર કરવાનું મન