________________
શ્રાદ્ધદિનકૃત્ય
સત્તાવીશમું બાધકદોષ વિપક્ષ ચિંતન દ્વાર કષાયોથી સવયો ઇત્યાદિ શાસ્ત્રવચન પ્રમાણે સંયમનો નાશ થયે છતે તમે શોક કરશો. સવયોળ ઇત્યાદિ શાસ્ત્રવચન આ પ્રમાણે છે—
फरुसवणेण दिणतव - महिक्खिन्तो य हणइ मासतवं ।
397
સિતવં સવમાળો, દારૂ ઢળતો ય સામાં || (૩૧.મા.૧૩૪)
‘કઠોર વચન બોલનાર કઠોરવચનથી એક ઉપવાસથી થતા પુણ્ય વગેરેનો નાશ કરે છે. ક્રોધ કરીને જાતિ-કુળ આદિના મર્મ વગેરેને પ્રગટ કરતો જીવ એક માસખમણથી થતા પુણ્ય વગેરેનો નાશ કરે છે. ‘‘તારું આવું અશુભ થાઓ.’’ એમ શાપ આપતો જીવ એક વર્ષના તપથી થતા પુણ્ય વગેરેનો નારા કરે છે, પરનો ઘાત કરતો જીવ સંયમનો નાશ કરે છે.’’ (૩૨૩)
किं मे कडं किंच मे किच्चसेसं, किं सक्कणिज्जं न समायरामि ।
किं मे परो पासइ किं च अप्पा, किं वाहं खलियं न विवज्जयामि ॥ ३२४॥
સંસારના હેતુઓને અટકાવીને હવે મોક્ષને યાદ કરવા માટે કહે છે——
મેં આજે દેવપૂજા વગેરે કયું કાર્ય કર્યું ? જીર્ણોદ્ધાર વગેરે કયું કાર્ય મારે કરવાનું બાકી છે ? શક્ય હોય તેવું તપ અને પઠન વગેરે શું કરતો નથી ? મારા નિષ્ઠુરભાષણ વગેરે કયા દોષને અન્ય સાધર્મિક વગેરે જુએ છે ? = જાણે છે ? ક્યાંક (=ક્યારેક) સંવેગને પામેલો મારો આત્મા શું (=કયા દોષને) જુએ છે ? અથવા હું કયા પ્રમાદજનિત અતિચારસમૂહનો ત્યાગ કરતો નથી?
‘‘જિનેશ્વરોએ પ્રમાદ આઠ પ્રકારનો કહ્યો છે. અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ (=ભૂલી જવું વગેરે), ધર્મમાં અનાદર અને યોગોનું દુષ્પ્રણિધાન. આ આઠ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. આત્મનિરીક્ષણ સંબંધી વિવેચન
આવા પ્રકારની વિચારણાને ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં ધર્મજાગરિકા કહી છે. ધર્મ જાગરિકાના આ સ્વરૂપથી સમજી શકાય છે કે ધર્મજાગરિકા એટલે આત્મનિરીક્ષણ.
દરેક શ્રાવકે આ પ્રમાણે દરરોજ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આત્મનિરીક્ષણનો અચિંત્યપ્રભાવ છે. આથી જ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્ર સૂરિ મહારાજાએ યોગશતક નામના ગ્રંથમાં આ વિષે બહુ ભાર મૂક્યો છે.
આજે કેટલાકો કેવળ નિશ્ચય નિશ્ચયનો જાપ જપીને ધર્મક્રિયાઓ પ્રત્યે તિરસ્કાર ભાવવાળા બન્યા છે. જ્યારે કેટલાકો કેવળ ધર્મક્રિયાઓને જ મહત્ત્વ આપીને નિશ્ચય તરફ બેદરકાર રહે છે. આથી તેમને ધર્મક્રિયાથી જે ફળ મળવું જોઈએ તે ફળ મળતું નથી. ધર્મક્રિયાનું ફળ મેળવવા ધર્મક્રિયા કરતાં કરતાં નિશ્ચય તરફ લક્ષ્ય રાખતા રહેવું જોઈએ. નિશ્ચય એટલે સાધ્ય. વ્યવહાર એટલે નિશ્ચયને સિદ્ધ કરવાનો ઉપાય. રાગાદિ દોષોનો સર્વથા નાશ એ નિશ્ચય છે. ધર્મક્રિયા એ વ્યવહાર છે. આથી દોષો ઘટે એ ધર્મક્રિયાનું ફળ છે. દરેક ધર્મીએ પોતાની ક્ક્ષા મુજબ ધર્મક્રિયાઓ કરતાં કરતાં એ ક્રિયાઓથી મારા રાગાદિ દોષો કેટલા ઘટ્યા એ તપાસતા રહેવું જોઈએ. એ માટે દરરોજ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આજે ધર્મક્રિયા કરનારાઓમાં આત્મનિરીક્ષણ કરીને ધર્મક્રિયાથી મારા દોષો ઘટ્યા કે નહિ એની તપાસ કરનારા કેટલા ? હું આટલા વર્ષોથી અમુક અમુક ક્રિયાઓ કરું છું. એ