Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 414
________________ શ્રાદ્ધદિનકૃત્ય (395) સત્તાવીસમું બાંધકદોષ વિપક્ષ ચિંતન દ્વાર બરોબર કરવા લાગી. પુત્રોએ હવે પિતાને પૂછ્યું: હવે સેવા બરોબર થાય છે ને? પૂર્વકાળથી સ્નેહ રહિત બનેલા પિતાએ કહ્યું: સ્ત્રીઓ મારું કંઈ બરોબર કરતી નથી. પુત્રોએ વિશ્વાસુ માણસના વચનથી સત્ય હકીકત જાણીને નિર્ણય કર્યો કે સેવા બરોબર થતી હોવા છતાં પિતાજી વૃદ્ધાવસ્થાના કારણે વારંવાર રડે છે. આથી પુત્રોએ પણ તેનો અનાદર કર્યો. વાત નીકળે ત્યારે બીજાઓને પણ પિતાજીનો તો રડવાનો સ્વભાવ છે એમ કહેતા હતા. તેથી પુત્રોથી અનાદર કરાયેલા, પુત્રવધૂઓથી પરાભવ પમાડાયેલા અને પરિજનોથી પણ વગોવાયેલા તેની વચનમાત્રથી પણ કોઈ પણ સેવા કરતું નથી. આ રીતે સ્વજન વર્ગ સુખી હોવા છતાં તે આયુષ્યની શેષ અવસ્થાને દુ:ખથી અને ઘણા કષ્ટથી અનુભવે છે. આ પ્રમાણે વૃદ્ધાવસ્થાથી પરાભવ પામેલ શરીરવાળા અને તૃણને વાળવામાં પણ અસમર્થ એવા બીજા પણ વૃદ્ધો પોતાના કાર્યમાં નાના માણસથી પણ પરાભવને પામે છે. તથા રોગો દુ:ખ છે. જેમકે – વાત અને પિત્ત આદિથી થનારા ફૂલ અને દાહ વગેરે રોગોથી તથા કડવા અને તીક્ષ્ણ વગેરે ઔષધોથી જીવો નિત્ય પીડાય છે. જેમણે સુકૃતો ક્ય નથી તેવા જીવોને મરણો ભયજનક હોવાથી દુ:ખરૂપ છે, અથવા દુ:ખનો અનુબંધ કરનારાં છે. જેમકે- આયુષ્યનેસમેટતો, બધાં બંધનોને શિથિલ કરતો, દેહરૂપ સ્થાનને મૂક્તોજીવઘણું કરુણ અશુભ ધ્યાન કરે છે. (૧) જે પ્રમાણે મારું આ બળ છે તે પ્રમાણે મેં એક પણ શુભ આચરણ સારી રીતે કર્યું નથી. તેથી મંદપુષ્યવાળા મને મરણના સમયે સહાય કોણ કરે? (૨) તથા – જેમણે પાપકર્મો ક્યાં છે અને એથી મરણ પછી નરકની તીવ્ર વેદના છે તે જીવો રાતે સુખપૂર્વક કેવી રીતે સુવે ? ગાથામાં રહેલા વ શબ્દથી દેવગતિ પણ દુ:ખરૂપ છે એમ સમજવું. જેમકે – લાંબા કાળે પણ જેને દુઃખ આવે છે તેને સુખી કેમ કહેવાય ? અને જે સુખ મરણના અંતે સંસારનો અનુબંધ કરનારું હોય તેને સુખ કેમ કહેવાય ? આ પ્રમાણે સંસાર દુ:ખરૂપ છે. (૩૨૨) इक्खूण जंताणि विवजयामि, कुंताई सिल्लाइं वणिजयं च । कलहं च झंझं च चएमि निच्चं, सव्वाण पावाणमिमं खु मूलं ॥३२३॥ આ પ્રમાણે સંસારનું સ્વરૂપ વિચારીને હવે સંસારના હેતુ કર્મોનો (કનાં કારણોનો) ત્યાગ કરવા માટે કહે છે– શેરડી (વગેરે) પીલવાના યંત્રો, ભાલો વગેરે અને બરછી વગેરે શસ્ત્રો, વેપાર, અંગારકર્મવગેરે મંદાનના ધંધા, જેલનું રક્ષણ કરવું વગેરે કઠોર વ્યવસાય, આ બધાનો ત્યાગ કરું છું. આ બધાનો પૂર્વે નિષેધ કર્યો હોવા છતાં ફરી અહીં નિષેધનું ચિંતન અતિશય ત્યાગ કરવા યોગ્ય છે એમ જણાવવા માટે છે. કલહ અને ઝંઝાનો નિત્ય ત્યાગ કરું છું. કારણ કે કલહ વગેરે કરવું એ જ સર્વ પાપોનું = આ લોક સંબંધી અને પરલોક સંબંધી દુ:ખોનું મૂલ કારણ છે. કલહ એટલે ઊંચા સ્વરથી ઝગડવું. ઝંઝા : કોઈએ અપરાધ કર્યો હોય તેથી આખોય દિવસ તેના પ્રત્યે ક્યાયથી કલુષિત થઈને જે કંઈ કહેવું તે ઝંઝા.

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442