________________
સત્તાવીશમું બાધકદોષ વિપક્ષ ચિંતન દ્વાર
394
(૨૭) બાધકોષોવિપક્ષ ચિંતન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
जम्मं दुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य ।
અહો તુવવો ય સંસારો, નથ હ્રીમંતિ ખંતુળો ॥૩૨૨ | વારં ૨૭॥
હવે ‘આત્મબાધક દોષોના વિપક્ષ શુભભાવોની વિચારણારૂપ' સતાવીસમા દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે—
જન્મ, જરા, રોગો અને મરણો દુ:ખનું કારણ હોવાથી દુ:ખરૂપ છે. અહો ! જીવો જેમાં દુ:ખી થાય છે તે ચતુર્ગતિમાં ભ્રમરૂપ સંસાર દુ:ખરૂપ છે.
જન્મ વગેરેનું દુ:ખ આ પ્રમાણે છે—
(શ્રી મહાવીર ભગવાન કહે છે કે) ‘‘હે ગૌતમ ! તપાવેલી અગ્નિ જેવી લાલચોળ સોયો એકી સાથે આખા શરીરમાં ભોંકવાથી જે દુઃખ થાય, તેથી આઠ ગણું દુ: ખ ગર્ભાવાસમાંથાય. (૧) ગર્ભમાંથી નીકળતાં માતાની યોનિરૂપયંત્રમાં પીલાતાં ગર્ભવાસથી લાખગણું કે ક્રોડાકોડગણું દુઃખ થાય.’’(૨) જરા એટલે વૃદ્ધાવસ્થા. તે પણ દુ:ખરૂપ છે. તે આ પ્રમાણે—
‘વૃદ્ધાવસ્થામાં શરીર સંકોચાઈ જાય છે, અર્થાત્ ક્ષીણ થઈ જાય છે, ચાલી શકાતું નથી, દાંત પડી જાય છે, આંખે દેખાતું નથી કે ઝાંખું દેખાય છે, રૂપ ઓસરી જાય છે, મોઢામાંથી લાળ પડે છે, સંબંધીઓ કહ્યા પ્રમાણે કરતા નથી, પત્ની સેવા કરતી નથી, વૃદ્ધાવસ્થાથી પરાભવ પામેલા પુરુષની પુત્ર પણ અવજ્ઞા કરે છે. વૃદ્ધાવસ્થાના આવા કષ્ટને ધિક્કાર થાઓ.’’
અહીં કથા આ પ્રમાણે છે—
વૃદ્ધાવસ્થાથી પરાભવ પામતા વૃદ્ધની કથા
કૌશાંબી નગરીમાં ધનવાન ધન નામનો સાર્થવાહ હતો. તેને ઘણા પુત્રો હતા. તેણે એકલાએ વિવિધ ઉપાયોથી ઘણું ધન મેળવ્યું. તે ધનનો તેણે સર્વ દુ:ખી બંધુઓ, સ્વજનો, પુત્ર અને પત્ની આદિ માટે ઉપયોગ કર્યો. પછી તે કાલપરિપાકના કારણે વૃદ્ધ બન્યો. આથી તેણે કુટુંબઆદિના પાલન માટે સમર્થ અને કળાઓમાં કુશળ એવા પુત્રો ઉપર સર્વચિંતાનો ભાર નાખ્યો. પિતાએ અમને આવી ઉચ્ચ અવસ્થાએ પહોંચાડ્યા છે અને સર્વને માન્ય કર્યા છે એમ પિતાના ઉપકારનું સ્મરણ કરીને કુલીનપુત્ર તરીકે પોતે કોઈક કાર્યોમાં વ્યગ્ર હોવાના કારણે તે અસમર્થ વૃદ્ધની પોતાની પત્નીઓ દ્વારા સેવા કરાવતા હતા. તેમની સ્ત્રીઓ પણ તેનું ઉર્તન, સ્નાન, ભોજન આદિ સર્વ કામ સમયસર પૂર્ણપણે કરતી હતી. સ્ત્રીઓ સમય જતાં સેવા કરવામાં ધીમે ધીમે શિથિલ બનવા લાગી. વૃદ્ધે સેવા બરોબર ન થવાથી અને વૃદ્ધાવસ્થાના કારણે ચિત્તાભિમાનથી અતિશય દુ:ખસાગરમાં ડૂબીને પુત્રો આગળ સ્ત્રીઓ મારી સેવા બરોબર કરતી નથી એમ ફરિયાદ કરી. પોતાના પતિઓથી ખેદ પમાડાતી સ્ત્રીઓએ અતિશય સેવાને છોડી દીધી. બધી સ્ત્રીઓએ વિચારીને એકમત થઈને પોતાના પતિઓને કહ્યું : અમારાથી તેની સેવા બરોબર કરાતી હોવા છતાં વૃદ્ધાવસ્થાના કારણે વિપરીતપણું થવાથી સત્ય હકીકતને છુપાવે છે. જો તમને પણ અમારા ઉપર વિશ્વાસ ન હોય તો બીજા વિશ્વસનીય માણસો દ્વારા અમારી સેવાને જુઓ. તેમણે સેવા કેવી થાય છે તે જોવા એક વિશ્વસનીય માણસને મૂક્યો. બધી ય સ્ત્રીઓ તે અવસરે સર્વ કાર્યો સમયસર