Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 412
________________ શ્રાદ્ધદિનકૃત્ય (393) છવીસમું સ્ત્રીસંગનિવૃત્તિ બહુમાન દ્વાર . (૨૬) સ્ત્રીસંગનિવૃત્ત બહુમાન દ્વાર ता ते सुधन्ना सुकयत्थजम्मा, ते पूयणिजा ससुरासुराणं । मुत्तूण गेहं तु दुहाण वासं, बालत्तणे जे उ वयं पवन्ना ॥३१७॥ दारं २६ ॥ હવે “સ્ત્રીસંગથી નિવૃત્ત થયેલાઓ ઉપર બહુમાન” એવા છવીસમા દ્વારનું વિવરણ કરતા સૂત્રકાર કહે તેથી તે મનુષ્યો સુધન્ય છે, તેઓનો જન્મ સુસફલ છે, તેઓ સુર-અસુર વગેરે દેવોને પૂજ્ય છે, કે જેઓએ દુ:ખનું સ્થાન એવા ઘરને છોડીને બાલ્યાવસ્થામાં દીક્ષાનો સ્વીકાર કર્યો છે. (૩૧૭) वेरग्गतिक्खखग्गेणं, छिंदिउं मोहबंधणं । निक्खंता जे महासत्ता, अदिपियसंगमा ॥३१८ ॥ ते धन्ना ताण नमों, दासोहं ताण संजमधराणं । अद्धच्छिपिच्छरीओ जाण, न हियए खुडुक्कंति ॥३१९॥ તથા–- . જે પરાક્રમી મનુષ્યોએ પ્રિયાના સંગને અનુભવ્યા વિના જ વૈરાગ્યરૂપતીક્ષ્ણ તલવારથી મોહના બંધનને છેદીને દીક્ષા લીધી છે, અને તેથી જ વિકૃતદષ્ટિથી જોનારી સ્ત્રીઓ જેમના હૃદયમાં શલ્યની જેમ ખૂંચતી નથી, તે મનુષ્યો ધન્ય છે, સંયમધારી તેમને નમસ્કાર થાઓ, તેમનો હું દાસ છું. (૩૧૮-૩૧૯) ता किं च तं हुज दिणं मुहुत्तं, जहिं पमुत्तूण गिहत्थभावं । निव्वाणसुक्खाण निहाणभूयं, अणवजपव्वज पवजिमोऽहं ॥३२०॥ આ પ્રમાણે બ્રહ્મચારીઓની સ્તુતિ કરીને પોતાની આશંસા માટે કહે છે – તેથી તે દિવસ અને તે મુહૂર્ત ક્યારે આવે કે જ્યારે હું ગૃહસ્થાવસ્થાને મૂકીને મોક્ષસુખોનું નિધાનરૂપ નિષ્પાપ દીક્ષાને સ્વીકારું. (૩૨૦) पुव्वुत्तं सव्वं काऊणं, ठावित्ता चित्तमंदिरे । भयवं परमिट्ठित्ति, तओ निदं तु गच्छई ॥३२१॥ ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે – પૂર્વોક્ત ચૈત્યવંદન અને ચાર શરણ સ્વીકાર વગેરે બધું કરીને, ચિત્તરૂપમંદિરમાં પરમેષ્ઠી ભગવાનને સ્થાપીને, પછી નિદ્રા કરે, અર્થાત્ નવકાર ગણીને સુવે. (૩૨૧) -ક8

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442