Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 410
________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 39 ) પચ્ચીસમું સ્ત્રી શરીરસ્વરૂપ ચિંતન દ્વાર લીધો. હવે તેને નટકન્યા વિના ચેન પડતું નથી. રાત-દિવસ નટકન્યા જ યાદ આવે છે. ખાવાનું ભાવતું નથી. ઊંઘ આવતી નથી. કોઈની સાથે વાત કરવામાં ઉત્સાહ થતો નથી. મિત્રોએ તેને ઉદાસીનતાનું કારણ પૂછ્યું. તેણે સત્ય હકીક્ત કહી. મિત્રોએ તેના મા-બાપને આ વાત કહી. મા-બાપને આ જાણીને દુ:ખ થયું. માબાપે તેને અન્ય કુલીન સારી કન્યા પરણાવવા માટે ઘણું સમજાવ્યો. પણ ઈલાપુને નટકન્યાને જ પરણવાનો આગ્રહ રાખ્યો. મા-બાપને થયું કે આના આવા અનુચિત આગ્રહ માટે અમે જ જવાબદાર છીએ. કારણકે અમે જ તેને ખરાબ મિત્રોની સોબતકરાવી. ઈલાપુત્ર પોતાના નિર્ણયમાં મક્કમ છે. આથી જો તેને અમેનટકન્યાને પરણવાનો નિષેધ કરીશું તો એ જાતે જ તેને પરણશે અથવા આપઘાતકરશે. આમ વિચારીને પિતાએનછૂટકે નટને બોલાવીને પ્રસ્તાવ મૂક્યો. નટ પોતાની કન્યા ઈલાપુત્રને આપે તો તેને શેઠ પાસેથી ઘણું ધન મળતું હતું. છતાં તે પોતાની કન્યા તેને આપવા ઇચ્છતો ન હતો. કારણ કે તેને પોતાના વ્યવસાયનો ગૌરવ હતો. આથી તેણે કન્યા આપવાની ના પાડી. શેઠે ઘણો આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું: મારી કન્યા તમારા પુત્રને એક શરતે આપું. ઈલાપુત્ર અમારી નટમંડળીમાં આવે, અમારી સાથે ભોજનાદિ કરે, અમારી સાથે જ રહીને નૃત્યકળાનો અભ્યાસ કરે. પછી મને જણાશે કે તે નૃત્યકળામાં કુશળ બની ગયો છે, નૃત્યકળાથી ધન મેળવી શકે છે, ત્યારે હું તેને મારી કન્યા આપીશ. શેઠે એ શરત ન સ્વીકારી. ફરી ઈલાપુત્રને બીજી કોઈ સારી કન્યા સાથે પરણવા માટે સમજાવ્યો. ઘણી કાકલૂદીઓ કરી. પણ ઈલાપુત્ર તે શરતથી પણ નટકન્યાને જ પરણવાનો આગ્રહ રાખ્યો. મા-બાપને રડતાં મૂકીને ઈલાપુત્ર નટમંડળીમાં ગયો. નૃત્યકળાઓ શીખવા માંડી. થોડા જ સમયમાં તે નૃત્યકળામાં પ્રવીણ બની ગયો. તેની કુશળતા જોઈને નટ પ્રસન્ન બન્યો. નટે ઈલાપુત્રને કહ્યું: હવે તું તારી નૃત્યકળા બતાવીને ધન પ્રાપ્ત કર, જેથી તેને મહોત્સવ પૂર્વક મારી કન્યા પરણાવું. ઈલાપુત્ર નટમંડળીને લઈને બેન્નાતટનગરમાં આવ્યો. ત્યાંના રાજાને નમસ્કાર કરીને કહ્યું કે અમે આપને અમારી નૃત્યકળા દેખાડવા ઇચ્છીએ છીએ. રાજાએ કહ્યું: તમે મને નૃત્યકળાથી ખુશ કરશો તો હું તમને ઘણું ધન આપીશ. નૃત્યનો સમય નક્કી કરીને રાજાએ નગરમાં જાહેરાત કરાવી દીધી. સમય થયા પહેલાં જ લોકો નૃત્યસ્થળે આવવા લાગ્યા. થોડા જ વખતમાં નૃત્યસ્થળ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયું. સમય થતાં રાજા પણ પોતાની રાણી વગેરેની સાથે ત્યાં આવી ગયો. ઈલાપુને નૃત્ય શરૂ કર્યા. એક એકથી ચઢિયાતાં નૃત્યો કરીને લોકોને ખુશ કરી દીધા. નૃત્યમાં તાલ મુજબ પટહ (ઢોલ) વગાડવાનું કામ નટકન્યા કરતી હતી. નટકન્યાના પટવાદનથી પણ બધા લોકો ખુશ થયા. રાજા નટકન્યાનું રૂપ જોઈને તેના ઉપર મોહિત થયો. રાજા નટકન્યાને ઈલાપુત્રની પત્ની સમજે છે. આથી તેને વિચાર આવ્યો કે જો આ નટ મરી જાય તો આ નટડી મને મળે. નટ મરી જાય એવા આશયથી રાજાએ નટને કહ્યું: જો તું વાંસ ઉપર ચઢીને નૃત્ય કરી બતાવે તો હું તને ખરો નર્તક કહું. ઈલાપુર તેમ કરવા તૈયાર થયો. તે વાંસ ઉપર ચઢીને વાંસના ઉપર ગોઠવેલા એક પાટિયા ઉપર આવ્યો. ત્યાં કોઈ જાતના આધાર વિના નૃત્ય કરવા લાગ્યો. નટકન્યાએ ઢોલ વગાડવા સાથે કર્ણપ્રિય મધુર ગીત ગાવા માંડ્યું. વાતાવરણ આલ્હાદક બની ગયું. કોઈ જાતના આધાર વિના અદ્ધર રહીને નૃત્ય કરતો જોઈને લોકોને થયું કે નટ હમણાં જ નીચે ગબડશે, હમણાં પડશે, હમણાં પટકાશે, એમ લોકોના શ્વાસ પણ થંભી જતા હતા. લોકોના મુખમાંથી ચીચીયારી પડી જતી હતી. તેનું અદ્ભુત નૃત્ય જોઈને સર્વ પ્રેક્ષકો આશ્ચર્યમુગ્ધ બની ગયા. પણ નટીમાં મુગ્ધ રાજા નટ ઉપર ખુશ ન થયો. રાજાને એમ હતું કે વાંસ ઉપર નૃત્ય કરતાં કરતાં આ નટ નીચે પડીને મૃત્યુ પામશે. પણ રાજાની

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442