________________
પચ્ચીશમું સ્ત્રીશરીરસ્વરૂપ ચિંતન દ્વાર
390
मंसं इमं मुत्तपुरीसमीसं, सिंघाणखेलाइ य निज्झतं ।
एयं अणिच्वं किमियाण वासं, पासं नराणं मइबाहिराणं ॥ ३९४ ॥
શ્રાદ્ધદિનકૃત્ય
વળી બીજું——
સ્ત્રીનું આ શરીર મળ–મૂત્રથી ભરેલું છે, શ્લેષ્મ, કફ અને થુંક વગેરે અશુચિનું ઝરણું છે, અનિત્યક્ષણવિનશ્વર છે, રસધાતુમાં ઉત્પન્ન થતા ગંડૂપદ વગેરે અનેક પ્રકારના કૃમિ જીવોનું સ્થાન છે, આવું પણ શરીર બુદ્ધિરહિત પુરુષો માટે બંધનરૂપ છે. કારણ કે આ લોકમાં અને પરલોકમાં બંધનનું કારણ છે. (૩૧૪) पासेणं पंजरेण य, बज्झंति चउप्पया य पक्खी य ।
इह जुवइ पंजरेणं, बद्धा पुरिसा किलिस्संति ॥ ३१५ ॥
આ જ અર્થને વિચારતા સૂત્રકાર કહે છે——
ચતુષ્પદો=પશુઓ દોરડા વગેરે પાસથી બંધાય છે, પક્ષીઓ પાંજરાથી બંધાય છે. અહીં (=અધ્યાત્મમાં) યુવતિરૂપ પાંજરાથી બંધાયેલા પુરુષો ક્લેશ પામે છે. (૩૧૫)
सीयं च उण्हं च सहंति मूढा, इत्थीसु सत्ता अविवेयवंता ।
इलाइपुत्तुव्व चयंति जाई, जीयं च नासंति य रावणुव्व ॥ ३९६ ॥
ક્લેશને જ દૃષ્ટાંત દ્વારા પ્રગટ કરતા સૂત્રકાર કહે છે——
સ્ત્રીઓમાં આસક્ત થયેલા મૂઢ અને અવિવેકી પુરુષો ઠંડી-ગરમીને સહન કરે છે, ઈલાપુત્રની જેમ જાતિને છોડે છે, રાવણની જેમ પ્રાણનો નાશ કરે છે.
ઈલાપુત્રનું દૃષ્ટાંત
ઈલાવર્ધન નગરમાં જિતશત્રુ નામનો રાજા હતો. ઈલ નામનો શેઠ હતો. તેની ધારણી નામની પત્ની હતી. તેમને ઈલાદેવીની આરાધનાથી એક પુત્ર થયો. ઈલાદેવીએ આપ્યો હોવાથી તે પુત્રનું ઈલાપુત્ર એવું નામ રાખવામાં આવ્યું. સમય જતાં તે સર્વકળાઓમાં નિપુણ બન્યો. યુવાન બનેલો તે સદા ધાર્મિક વાંચન વગેરે આધ્યાત્મિક ક્રિયાઓમાં સમય પસાર કરતો હતો. રંગ-રાગ ઉપર તેને અણગમો હતો. તેને લગ્ન કરવાની જરાય ભાવના ન હતી. યૌવન અવસ્થામાં આવવા છતાં તેને યુવતિઓ તરફ જરાય આકર્ષણ ન હતું. તે યુવતિઓ તરફ નજર પણ કરતો ન હતો. મા–બાપે તેને પરણવા માટે ઘણું સમજાવ્યું, પણ તે એકનો બે ન થયો. તેની એક જ વાત હતી કે ભોગો એ કાદવ છે. મારે કાદવથી લેપાવું નથી. મારે ભોગી નથી બનવું, મારે યોગી બનવું છે. મોહાંધ મા-બાપે પુત્ર પરણે એ માટે દુરાચારી ખરાબ ચાલ ચલ–ગતવાળા યુવાનોની સોબત કરાવી. મિત્રો ખરાબ હોવા છતાં તેની પાસે તો ‘‘અમે સારા-ધર્મરુચિવાળા છીએ’’ એવો દેખાવ કરીને તેના મિત્રો બન્યા હતા. કારણ કે તેમને ખાત્રી હતી કે ઈલાપુત્ર ખરાબમિત્રોની સોબત કરતો નથી. મિત્રોએ ધીમે ધીમે ઈલાપુત્રને ધાર્મિક પ્રવૃતિઓ ઓછી કરાવીને બાહ્ય પ્રવૃત્તિઓ તરફ વાળવા માંડ્યો.
એક વાર મિત્રો તેને ઉદ્યાનમાં ફરવાના બહાને બહાર લઈ ગયા. ઉદ્યાનમાં નટકન્યા અદ્ભુત નૃત્ય કરી રહી હતી. મિત્રો નૃત્ય જોવા માટે ઊભા રહ્યા. મિત્રોની સાથે ઈલાપુત્રને પણ ત્યાં ઊભા રહેવું પડ્યું. તેની દૃષ્ટિ નટકન્યા ઉપર પડી. નટકન્યાને જોતાં જ તે તેના ઉપર મોહિત થઈ ગયો. તેની સાથે પરણવાનો નિર્ણય કરી