________________
શ્રાદ્ધદિનકૃત્ય
375) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર ત્યાર પછી મનુષ્યમેધક, સ્ત્રીમેધ, અશ્વમેધ અને ગોમેધવગેરે ઘણા અને મોટા યજ્ઞો તે પાપિષ્ટ ચિત્તવાળા રાજાએ ઘણું ધનખરચવા-પૂર્વક આરંભ્યા. કાલકસૂરિ ભગવંતકોઈ સમયે વિહાર કરતા કરતા સુવિહિત વિહારની ચર્યાનુસાર તુરુમિણિ નગરીમાં આવી પહોંચ્યા. બહારના ઉદ્યાનમાં સુખપૂર્વક સ્થિરતા કરી. તેમના આગમનના સમાચાર સાંભળીને રુદ્રામાતા પોતાના પુત્ર-રાજાને કહે છે કે, “હે વત્સ! તારા મામા કાલકસૂરિ અહીં પધાર્યા છે, તો ભક્તિપૂર્ણ હૃદયવાળી હું ભાઈને વંદન કરવા જાઉં છું, તો હે વત્સ! તું પણ જલદી તેમના ચરણમાં નમસ્કાર
માતાના મોટા આગ્રહથી પ્રેરાયેલો તે દુષ્ટાત્મા ત્યાં જવા નીકળ્યો. મિથ્યાદષ્ટિ એવો તે દ્રવ્યથી વંદન કરી આગળ બેઠો. અતિધીઠ્ઠો અને અહંકારી તે રાજા વિશુદ્ધ સુંદર ધર્મદેશના સમયે પૂછે છે કે, “મને યજ્ઞનું ફળ કહો.” ગુરુએ વિચાર્યું કે – “કપાઈ ગયેલી નાસિકાવાળાને આરીસો બતાવીએ, તો કોપ પામે છે, તેમ સન્માર્ગની સાચી ધર્મદેશના ઘણે ભાગે પુરુષોને કોપ પમાડનારી થાય છે.”
- ત્યાર પછી ગુરુએ કહ્યું કે, 'તું પૂછે છે, તો તે રાજા ! ધર્મના મર્મને હું કહું છું, તે સાંભળ. પોતાના આત્માની જેમ બીજા આત્મા વિષે પણ પીડાનો ત્યાગ કરવો, તે મહાધર્મ છે.” કહેલું છે કે – “જેમ આપણા આત્માને સુખ વહાલું અને દુઃખ અળખામણું છે, તેમ સર્વ જીવોને સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે. એમ વિચારતા આત્માએ પોતાને અનિષ્ટ દુખ આપનાર એવી બીજા જીવની હિંસા ન કરવી.” બુદ્ધિશાળી મનુષ્યો અહીં લંગડાપણું, કોઢરોગ, ઠંડાપણું વગેરે હિંસાનાં અશુભ ફલ દેખી નિરપરાધી જીવોની હિંસા મનથી પણ સર્વથા ત્યાગ કરે. ધર્મનું ફળ હોય તો સ્વર્ગ કે મોક્ષ છે. તેમાં સંદેહ નથી.’ ફરી પણ દત્તરાજા પૂછે છે કે, “આપ મને યજ્ઞનું ફળ કહો.'
ગુરુએ કહ્યું કે, “તું પાપનું ફળ અને સ્વરૂપ પૂછે છે, તો હું કહું છું કે, હિંસા અને જૂઠ વગેરે પાપના માર્ગ છે અને આ યજ્ઞ પણ પાપ જ છે. તેમ જ કહેવું છે કે- “જો જીવને પ્રાણનો લાભ થતો હોય, જીવિત બચી શકતું હોય, તો રાજ્યનો પણ ત્યાગ કરે છે. જીવનો વધ કરવાથી ઉત્પન્ન થયેલું પાપ, સર્વ પૃથ્વીનું દાન કરે તો પણ શાન્ત થતું નથી. વનમાં રહેલા નિરપરાધી વાયુ, જળ અને તૃણનું ભક્ષણ કરનારા મૃગલાઓના માંસની લોલુપતાવાળો જીવવનના જીવોને મારનાર ધાન કરતાંલગાર પણ ઓછો નથી. તમને માવતણખલાકે અણિયાલા ઘાસના અગ્રભાગથી ભોંક્વામાં આવે, તો તમારા અંગમાં તમે ખરેખર પીડા પામો છો અને દુભાવ છો, તો પછી અપરાધ વગરના પ્રાણીઓને તીક્ષ્ણ હથિયારોથી કેમ મારી નાખો છો ?
દૂર કર્મીઓ પોતાના આત્માને ક્ષણિક સંતોષ પમાડવા માટે પ્રાણીઓના સમગ્ર જીવનનો અંત આણે છે. તું મારી જા.” માત્ર એટલા શબ્દ કહેવાથી પ્રાણી દુઃખી થાય છે, તો પછી ભયંકર હથિયારો વડે તેને મારી નાખવામાં આવે, તો તેને કેટલું દુઃખ થાય? શાસ્ત્રોમાં સંભળાય છે કે, “જીવોનો ઘાત કરવા રૂપ રૌદ્રધ્યાન કરનારા એવા સુભૂમ અને બ્રહ્મદત્ત બંને ચકવર્તીઓ સાતમી નરકે ગયા. નરક વગેરે ભયંકર દુર્ગતિનાં દુ:ખનાં ભયંકર ફળ સાંભળીને ફરી પણ રાજાએ યજ્ઞનું ફળ કહેવાનું જણાવ્યું.
‘સત્ય બોલવાથી પોતાના પ્રાણોનો અંત આવવાનો છે,’ એમ પ્રત્યક્ષ દેખવા છતાં, સંકટ જાણ્યું છે છતાં પણ ગુરુ તે રાજાને સ્પષ્ટ કહે છે કે, “યજ્ઞમાં પશુ હિંસાથી નરકફળ થવાનું છે.” (૨૫) આ સાંભળીને અતિશય શ્રેષના આવેશથી પરાધીન થયેલા ચિત્તવાળો તે દત્તરાજા કહેવા લાગ્યો કે – “વેદમાં વિધાન કરેલી કજેમાં મુખ્યતયા મનુષ્યને હોમવામાં આવે તે મનુષ્યમેધ યજ્ઞ