________________
શ્રાદ્ધદિનકૃત્ય
(383) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર સ્વાધ્યાયઃ વાચના વગેરે પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો.
જિનપૂજા વગેરે કરવામાં દરરોજ પ્રયત્ન કરો. કારણ કે આવું ઋષિવચન છે – જે જે રાત્રિ પસાર થાય છે તે તે પાછી આવતી નથી. અધર્મ કરનારની તે રાત્રિઓ નિષ્ફળ જાય છે.” (૨૩)
अलद्धपुव्वं तु लहे वि एयं, सामग्गियं दुल्लहियं च लोए । मुत्तूण संसार असारनेह, करेह ता उज्जमणंच तुब्भे ॥२९४॥ ઉપસંહાર કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે
ભવભ્રમણનું દર્શન કરવામાં આવે તો સમજાય છે કે પૂર્વોક્ત મનુષ્યભવ વગેરે સામગ્રી ઉક્ત રીતે દુર્લભ છે, અને પૂર્વે ક્યારેય પ્રાપ્ત થઈ જ નથી. લોકમાં પૂર્વે ક્યારેય પ્રાપ્ત ન થઈ હોય તેવી દુર્લભ પણ મનુષ્યભવ વગેરે સામગ્રીને પામીને સંસારના અસાર સ્નેહને મૂકીને તમે ધર્મમાં ઉદ્યમ જ કરો = સ્વશક્તિ પ્રમાણે ધર્મનું આચરણ જ કરો.
અહીં સ્નેહ એટલે વિષયોનો રાગ. આ સ્નેહ અનિત્ય છે અને પરિણામે દુ:ખ આપનાર છે ઇત્યાદિ કારણોથી અસાર છે = અપ્રધાન છે, અર્થાત્ તાત્ત્વિક નથી. (૨૯૪)
काऊणं सयणवग्गस्स, उत्तमं धम्मदेसणं । सिज्जा ठाणं तु गंतूणं, करे अन्नं तओ इमं ॥२९५॥ ધર્મદેશના દ્વારનો ઉપસંહાર કરતા સૂત્રકાર ઉત્તર ગ્રંથના સંબંધ માટે કહે છેસ્વજનવર્ગને ઉત્તમ ધર્મદશનાકરીને શાસ્થાને જઈને પછી બીજું આ (=હવે કહેવાશે તે) કરે. (૨૫)