________________
ત્રેવીસમું વિધિશયન દ્વારા
(386)
શ્રાદ્ધદિનકૃત્ય તે દિવસે થયેલી કમાણી વગેરે સર્વ પરિગ્રહ, અનર્થદંડમાં કલહ વગેરે, ભોગ-ઉપભોગમાં પલંગ અને પથારી જે સ્વીકાર્યું હોય તે સિવાયની સઘળી ભોગ-ઉપભોગની વસ્તુઓ, દિશાપરિમાણમાં જ્યાં સુવાનું હોય તે ઘરનો મધ્યભાગ વગેરે છોડીને બીજા સ્થળે જવું-આવવું, આ બધાં પાપોનો નવકારગણીને ગાંઠ છોડું નહિ ત્યાં સુધી વચનથી અને કાયાથી હું જાતે કરું નહિ અને બીજા પાસે કરાવું નહિ એ ભાંગાથી ત્યાગ કરું છું એમ હિંસાદિ પાપોનો ત્યાગ કરવો.
મનથી પાપોને છોડવાનું શક્ય ન હોવાથી અહીંમનથી’ એ ભાંગાથી ત્યાગ કરાતો નથી. તથા અનુમોદનાનો ત્યાગ પણ અશક્ય હોવાથી “ન અનુમો' એ ભાંગાથી ત્યાગ કરાતો નથી. (૩૦૧-૩૦૨)
तहा कोहं च माणंच, मायं लोभं तहेव य । पिजं दोसं च वजेमि, अभक्खाणं तहेव य ॥३०३॥ अरइरईपेसुन्नं, परपरिवायं तहेव य । मायामोसंच मिच्छत्तं, पावठाणाणि वजिमो ॥३०४॥
ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અભ્યાખ્યાન, અરતિ, રતિ, પશૂન્ય, પરંપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વ- એ પાપસ્થાનોનો હું ત્યાગ કરું છું એમ બોલીને સર્વ પાપસ્થાનોનો ત્યાગ કરવો.
કોધ એટલે મત્સર. માન એટલેગર્વ. માયા એટલે કુટિલતા. લોભ એટલે મૂછ. આ ક્રોધાદિનો ઉદયનિરોધથી (=ઉદયમાં ન આવવા દેવાથી) અને ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવાથી ત્યાગ કરું છું. એમનું ભેદો વગેરે સ્વરૂપ કર્મચંદ વગેરેની ગાથાઓથી જાણી લેવું. આ કષાયોમાં આગળના અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાયોનો ઉદય તો છે જ નહિ. આથી બાકીના કષાયોનો ઉદય પણ ન થવા દેવો. રાગ અવ્યક્ત માત્રા-લોભના ઉદયરૂપ છે. દ્વેષ અવ્યક્ત કોધ-માનના ઉદયરૂપ છે. અભ્યાખ્યાન એટલે ખોટા દોષોનો આરોપ મૂક્યો. રતિ એટલે ઇષ્ટવસ્તુમાં પ્રીતિ. અરતિ એટલે અનિટ વસ્તુમાં અપ્રીતિ. “શૂન્ય એટલે દ્રોહ કરીને પરદોષોને પ્રગટ કરવા. પરંપરિવાદ એટલે મુખરપણાથી પરનિંદા કરવી. માયા પૂર્વક મૃષા બોલવું તે માયામૃષાવાદ. મિથ્યાત્વ એટલે તત્ત્વો પ્રત્યે શ્રદ્ધાનો અભાવ. (૩૦૩-૩૦૪)