________________
શ્રાદ્ધદિનકૃત્ય
( 385)
ત્રેવીસમું વિધિશયન દ્વાર
खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूएसु, वे मज्झ न केणइ ॥२९७॥
જીવોને કેવી રીતે ખમાવે તે કહે છે
અનંતભવોમાં પણ અજ્ઞાન અને મોહથી મૂઢ થયેલા મેંસર્વ કોઈ જીવોને જે પીડા કરી હોય તેને, વર્તમાનમાં તે અજ્ઞાન–મોહ ટળી જવાથી ખમાવું છું. સર્વ જીવો મારા તે દુષ્ટ વર્તનોની ક્ષમા કરો. કારણ કે મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે, કોઈની પણ સાથે મારે વૈર નથી. આ રીતે સર્વ જીવોને ખમાવે. (૨૯૭)
आहारं उवहिं देहं, पुग्विं दुच्चिन्नयाणि य । अपच्छिमंमि ऊसासे, सव्वं तिविहेण वोसिरे ॥२९८ ॥
શૂલ અને વિશુચિકા વગેરેથીન કલ્પેલા મરણની સંભાવના છે, અને એવા સંયોગોમાં તત્કાલ આહાર આદિનો ત્યાગ કરવાનું અશક્ય છે. આથી હમણાં જ તેનો ત્યાગ કરવા માટે કહે છે
આહાર, ઉપધિ, શરીર, પૂર્વે કરેલાં દુષ્ટ આચરણો – આ બધાને છેલ્લા શ્વાસોચ્છાસે વિવિધ વોસિરાવું છું એમ કહીને વોસિરાવે. (૨૯૮)
जे मे जाणंति जिणा, अवराहा जेसुजेसु ठाणेसु। . ते हं आलोएउं, उवढिओ सव्वभावेणं ॥२९९॥ ક્ષમાપના પછી જિન સમક્ષ આલોચના કરતા સૂત્રકાર બે ગાથાઓને કહે છે
જે જે સ્થાનોમાં મારા જે અપરાધોને જિનેશ્વરો જાણે છે તે બધા અપરાધોની શુદ્ધિ માટે ઉદ્યત થયેલો હું સર્વભાવથી ( મન-વચન-કાયાથી) આલોચના કરું છું. (૨૯) ___ छउमत्थो मूढमणो, कित्तियमित्तं च संभरइ जीवो । " iાન સંપરમિન, મિચ્છામિ દુધઉં તસ્ય મારૂ૦૦ |
છવસ્થ અને મૂઢ મનવાળો જીવ કેટલુંક માત્ર યાદ કરે છે, અર્થાત્ જીવને થોડું ક જ યાદ રહે છે. આથી જે પાપો મને યાદ આવે છે અને જે પાપ યાદ આવતાં નથી મારા તે બધાં પાપ મિથ્યા થાઓ. (૩૦૦)
पाणिवहमुसादत्तं, मेहुणदिणलाभऽणत्थदंडं च । अंगीकयं च मुत्तुं, सव्वं उवभोगपरिभोगं ॥३०१॥ घरमज्झं मुत्तूणं, दिसिगमणं मुत्तु मसगजूयाई । वयकाएहिं न करे, न कारवे गंठिसहिएणं ॥३०२॥
હવે સ્વીકારેલા ભોગ-ઉપભોગ વગેરેને છોડીને નવકાર ગણાય ત્યાં સુધી સર્વપાપસ્થાનોનો ત્યાગ કરવા માટે કહે છે
મચ્છર અને જુ વગેરેની હિંસાનો નિદ્રાધીન દશામાં પણ સંભવ હોવાથી તે ત્રસ જીવોને છોડીને રાતે શયનવસરે અન્ય સર્વત્ર-સ્થાવરજીવોની હિંસા, સર્વપ્રકારના જુઠ-ચોરી–મૈથુન, (રાખેલા પરિગ્રહ ઉપરાંત)