________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (382)
શ્રાદ્ધદિનકૃત્ય ધર્મમાં ઉદ્યમ કરવાનું કહ્યું. જિનપૂજા વગેરે ધર્મ છે. આથી તેને જ ઉદ્દેશીને ઉપદેશ આપતા સૂત્રકાર કહે છે
જિનપૂજા, યાત્રા, સાધુસેવા, આવશ્યક અને સ્વાધ્યાયમાં દરરોજ ઉદ્યમ કરો.
જિનપૂજા: જિનપૂજા એટલે દરરોજ ત્રણ સંધ્યાએ અતિશય સુગંધી ચૂર્ણ (=વાસક્ષેપ) આદિથી જિનમૂર્તિની પૂજા કરવી. કહ્યું છે કે કેટલાક પુણ્યવાન મનુષ્યો જેમના ચરણો પૂજ્ય છે એવા જિનેશ્વરની સુગંધી પદાર્થોથી, સુંદર વિલેપનોથી, સુંદર પુષ્પોથી, ધૂપોથી, અખંડ અક્ષતોથી, દીપકોથી, ઉત્તમ ભોજનદ્રવ્યોથી, શ્રેષ્ઠ આભૂષણોથી, વિવિધ વસ્ત્રોથી, વિવિધ ફળોથી, વિવિધ વર્ણવાળા અને સુવર્ણના પૂર્ણકળશોથી, સ્તોત્રોથી અને સ્તવનો વગેરેથી સુખને લાવનારી પૂજાને કરે છે.'
યાત્રા યાત્રા અષ્ટાહ્નિકા, રથયાત્રા અને તીર્થયાત્રા એમ ત્રણ પ્રકારની છે.
અષ્ટાબ્લિકા યાત્રા અટાહ્નિકા યાત્રા એટલે આઠ દિવસનો મહોત્સવ. આ યાત્રાના છ ભેદો છે. તેમાં એક અષ્ટાહ્નિકા યાત્રા ચૈત્રમાં અને બીજી આસોમાં થાય છે. આ બંને શાશ્વતી યાત્રાઓ છે. સઘળી ય દેવો અને વિદ્યાધરો આબેયાત્રાઓ નંદીશ્વરદ્વીપમાં અથવા પોતપોતાના સ્થાને કરે છે. ત્રણ ચોમાસીની ત્રણ અને પર્યુષણની એક એમ ચાર અષ્ટાહ્નિકા યાત્રા અશાયતી છે.
રથયાત્રાઃ જેમાં જિનમૂર્તિ પધરાવી હોય તેવો રથ નગરમાં કોઈ ક્યાંય અટકાવે નહિ તે રીતે શૃંગાટક* ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ વગેરે માર્ગોમાં શાસનની પરમપ્રભાવના થાય તે રીતે ફરે તે રથયાત્રા. આ રથ યાત્રા થતી હોય ત્યારે સર્વ સંઘ સમુદાય રથની સાથે ચાલી રહ્યો હોય, રથમાં પધરાવેલા પ્રભુજી ઉપર શ્વેત છત્ર ધારણ કરાયેલું હોય, પ્રતિમાજીની બંને બાજુ ચામરો વીંજાતા હોય, રથમાં ધજાઓ હોય, આ રીતે એ રથ શોભતો હોય. આકાશમાં પડઘા પડે તે રીતે ઢોલ અને વાજિંત્રો વગાડાતા હોય. દિશાના મધ્યભાગો બહેરા બની ગયા હોય તે રીતે સુંદર મંગલ ગીતો ગવાતા હોય. વિવિધ પુરુષો વગેરે મનોહર નૃત્ય કરી રહ્યા હોય. સેંકડો સ્તુતિપાઠક લોકો ઊંચેથી જિનધર્મના મંગલ ગીતો ગાતા હોય. આ રીતે રથનું પરિભ્રમણ થાય તે રથયાત્રા.
તીર્થયાત્રા જો કે નિશ્ચયનયથી જ્ઞાનાદિયુક્ત આત્મા જ તીર્થ કહેવાય છે. તો પણ વ્યવહારનયથી તીર્થકરોના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિઓ પણ ઘણા ભવ્યજીવોને શુભ ભાવોની પ્રાપ્તિ કરાવનારી હોવાથી ભવસમુદ્રથીતારવાના કારણે તીર્થકહેવાય છે. તેથી સઘળાસ્વજનો અને સર્વસાધર્મિકોની સાથે ક્રમશ: દરેક ગામમાં અને દરેક શહેરમાં વિશિષ્ટ ચૈત્યપરિપાટી કરવા પૂર્વક દર્શનશુદ્ધિ માટે શત્રુંજય આદિ તીર્થોમાં યાત્રા માટે જવું તે તીર્થયાત્રા.
સાધુસેવા જ્ઞાન-દર્શન આદિથી મુક્તિપદને સાધનારા સાધુઓની સેવા કરવી, અર્થાતેમનો અભ્યત્થાન વગેરે આઠ પ્રકારનો વિનય કરવો. તે આ પ્રમાણે : ૧. જોતાં જ ઊભા થવું. ૨. આવતા હોય ત્યારે સન્મુખ જવું. ૩. બે હાથ જોડીને મસ્તકે અંજલિ કરવી. ૪. જાતે આસન આપીને બેસવા વિનંતી કરવી. ૫. તેમના બેઠા પછી બેસવું. ૬. ભક્તિથી વંદન કરવું. ૭. શરીરસેવા કરવી. ૮. જાય ત્યારે વળાવવા જવું.
આવશ્યક સામાયિક વગેરે છ અધ્યયનરૂપ આવશ્યક ( પ્રતિક્રમણ) સવાર-સાંજ કરવું. * શૃંગાટક વગેરે શબ્દોનો અર્થ આ પ્રમાણે છે – શૃંગાટક = જ્યાં ચાર રસ્તા ભેગા થાય તેવું સ્થાન – ચોક, ત્રિક = જ્યાં ત્રણ રસ્તા
ભેગા થાય તેવું સ્થાન. ચતુષ્ક = જ્યાં ચાર રસ્તા ભેગા થાય તેવું સ્થાન–ચોકડી. ચત્ર = ચોરો. ચતુર્મુખ = જ્યાં ચાર દરવાજાવાળાં ઘરો હોય તેવું સ્થાન મહાપથ = મોટો માર્ગ