________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (180)
શ્રાદ્ધદિનકૃત્ય गोसीसं चन्दणाणं च, वणाणं नंदणं वणं । मुणिणं जिणनाहोत्ति, जहा णं होइ उत्तमो ॥२९०॥ तहा सव्वाण धम्माणं, मज्झे होइ सुउत्तमो । धम्मो जिणेहिं पन्नत्तो, अहिंसाए विभूसिओ ॥२९१॥
જેવી રીતે સર્વચંદનોમાં ગોશીષ ચંદન (દિવ્યચંદન) સુગંધ આદિ ગુણોના કારણે ઉત્તમ છે, સર્વ વનોમાં નંદનવન સદા ફળો થતા હોવાના કારણે ઉત્તમ છે, સર્વ મુનિઓમાં અરિહંત ચોવીશ અતિશય આદિ ગુણોના, કારણે ઉત્તમ છે, તેવી રીતે સર્વધર્મોમાં અહિંસાથી વિભૂષિત એવો જિનકથિત ધર્મ આ લોક-પરલોકનાં સુખોને લાવનાર હોવાથી અતિશય ઉત્તમ છે.
ધર્મનું “અહિંસાથી વિભૂષિત” એવું વિશેષણ જિનકથિત ધર્મ સર્વ ધર્મોથી ઉત્તમ કેમ છે એ જણાવવા માટે છે. અહીં ભાવના આ છે – “જિનકથિત ધર્મ વિના અન્ય કોઈ ધર્મમાં ધર્મનું મૂળ એવી અહિંસા સારી રીતે જણાતી નથી અને પળાતી નથી. આથી જિનકથિત ધર્મ જ સર્વોત્તમ ધર્મ છે.”
અહીં યથા ( જેવી રીતે) અને ૩ત્તમ ( શ્રેષ્ઠ) એ બે શબ્દનો અનેકવાર ઉલ્લેખ કર્યો છે. આ ઉલ્લેખ શુદ્ધધર્મમાં અતિશય આદર જણાવનાર હોવાથી દુર નથી. કહ્યું છે કે – “અનુવાદ, આદર, વિસા, ભૂશાર્થ, વિનિયોગ, હેતુ, ઈર્ષ્યા, અલ્પતા, સંભ્રમ, વિસ્મય, ગણના અને સ્મરણમાં પુનરુક્તિ દોષ નથી.” અનુવાદ: અનુવાદ એટલે કોઈ શબ્દની વ્યાખ્યા. જેમકે – બાર મહિનાનો વર્ષ થાય. અહીં બાર મહિના
અને વર્ષ એક જ છે. છતાં પુનરુક્તિ ન ગણાય. આદરઃ ભાઈ! તમે આવ્યા તે સારું થયું. ભાઈ! તમારા વિના આ કાર્ય કોણ કરત? અહીં ભાઈ શબ્દનો
બે વાર પ્રયોગ આદર બતાવવા માટે છે. વિસા કિયા, ગુણ, દ્રવ્ય કે જાતિ દ્વારા એકી સાથે ઘણી વસ્તુઓનો સંબંધ કરવામાં આવે તે વીસા.
જેમકેકિયા- ગુરુએ ધર્મ પમાડવા ગામડે ગામડે વિહાર કર્યો. ગુણ- આ દેશમાં ગામે ગામ મનોહર છે. દ્રવ્ય- ઘરે ઘરે ઘોડા છે.
જાતિ. જે જે યોદ્ધા છે તે દરેક ક્ષત્રિય છે. ભૂષાર્થ: ભુશાર્થ એટલે અધિક-ઘણું. જેમકે- જેવા જેવું ઘણું ઘણું જોઈ લીધું. વાતવાતમાં માની બને
વિનિયોગ: વિનિયોગ એટલે લેવડ–દેવડ લેવડ–દેવડ કરવામાં કોઈ વસ્તુ અનેકવાર લેવાય છે અને અનેકવાર
અપાય છે, અથવા એક જ વાત ફરી ફરી કહેવાય છે. હેતુ કોઈ કાર્યના અનેક હેતુઓ હોય છે. તો એ બધા હેતુઓ બતાવવામાં પુનરુક્તિ ન ગણાય. ઈષ્યઃ ઈષ્યથી એક જ વાતને વારંવાર કહે છે. જેમકે- તું ખોટો છે, તું ખોટો છે. અલ્પતા જેમકે- થોડું થોડું આપ, ધીમે ધીમે ચાલ.