Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 393
________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (374 ) શ્રાદ્ધદિનકૃત્ય આ જ અર્થને દષ્ટાંત સહિત વિચારે છે–– હા! અજ્ઞાનતા અને મોહથી આંધળા જીવો ગુરુનો યોગ પામીને પણ જિનાગમને સાંભળતા નથી. તે જીવો સમુદ્રને પણ પામીને કાચના ટુકડાને જ લે છે. અહીં ‘હા’ શબ્દનો પ્રયોગ ઘણું હારી જવાના કારણે મહાખેદને પ્રદર્શિત કરવા માટે છે. અજ્ઞાનતા એટલે હિત-અહિતનો વિવેક કરવામાં જ્ઞાનનો અભાવ. મોહ એટલે પુત્ર-પત્ની વગેરે ઉપર ગાઢ રાગ. આ બેથી જીવોનાં વિવેકરૂપ નેત્રો ઢંકાઈ જવાથી આંધળા જેવા બની જાય છે. (૨૮૦) दुल्लहं सुइंच लम॑णं, सद्दति न जे पुणो । अमयं ते पमुत्तूणं, विसं घुटंति पाणिणो ॥२८१॥ દુર્લભ પણ શ્રુતિને (=ધર્મશ્રવણને) પણ મેળવીને જેઓ શ્રદ્ધા કરતા નથી તે જીવો અમૃતને મૂકીને વિષને પીવે છે. શ્રદ્ધાઃ “જો મેરુ ચલિત થાય, અગ્નિ ઠંડો બને, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, કમળ પર્વતના અગ્રભાગે શિલા ઉપર વિકસે, તો પણ કેવલજ્ઞાનથી જોયેલું અસત્ય ન હોય.' આવી સ્વબુદ્ધિથી શ્રદ્ધા કરવી જોઈએ. અમૃતને મૂકીને શ્રદ્ધા નહિ કરનારા જીવો તિક્ત-કટુ વગેરે અશુભ રસવાળું દ્રવ્ય દૂર રહો, કિંતુ અમૃતને પણ મૂકીને વિષને પીવે છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે – “સમ્યકત્વની પ્રાપ્તિ થતાં નરકગતિ અને તિર્યંચગતિનાં દ્વારા બંધ થઈ જાય છે. તથાદેવમનુષ્યમોક્ષ સંબંધી સુખો સ્વાધીન થાય છે.” (ઉપ.મા. ૨૭૦)“વિશુદ્ધ સમ્યત્વવાળા જીવો કલ્યાણની પરંપરાને પામે છે. સમ્યગ્દર્શનરૂપ રત્નની કિંમત દેવલોકમાં પણ થઈ શકતી નથી, અર્થાત્ સમ્યગ્દર્શન દેવલોકની સઘળી સમૃદ્ધિથી પણ અધિક મૂલ્યવાન છે.” આ રીતે સમ્યકત્વ પરમસુખનું કારણ હોવાથી અમૃત સમાન છે. માટે અહીં અમૃતને મૂકીને એટલે અમૃત જેવા સમ્યત્વને છોડીને એવો અર્થ છે. વિષને પીવે છે - “મિથ્યાત્વથી મોહિત મનવાળો પુરુષ સાધુદ્દેષ રૂપ પાપથી તુમિણિ નગરીના દત્ત રાજાની જેમ આ લોમાં જ ભયંકર કષ્ટને પામે છે. આ રીતે મિથ્યાત્વ ભયંકર દુ:ખજનક હોવાથી વિષ જેવું છે. આથી વિષને પીવે છે એટલે વિષ જેવા મિથ્યાત્વને સેવે છે. વિવેચન તુરુમિણિ નગરીના દત્ત રાજાનું દષ્ટાંત તુરમિણિ નામની નગરીમાં જિતશત્રુ નામનો રાજા હતો. તેને અશ્વોને શિક્ષા આપવામાં ચતુર, છર્મ કરાવનાર બીજો એક બ્રાહ્મણ પુરોહિત હતો. જિનધર્મમાં પ્રતિબોધ પામી જિનેશ્વર ભગવંતની પ્રવ્રજ્યા સ્વીકારી વિશેષ પ્રકારના શ્રતના પારગામી બની કાલકસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તે કાલકસૂરિને રુદ્રા નામની બહેન હતી અને તેને દત્તનામનો ખરાબ બુદ્ધિવાળો પુત્ર હતો. તે હંમેશાં ઘેતક્રીડા રમનાર, મદિરાપાન કરવામાં તૃષ્ણાવાળો બાલિશ હતો. તેના પિતા ન હોવાથી વનણાથી માફક નિરંકુશ અને શંકારહિત હતો. જિતશત્રુ રાજા સાથે એક મનવાળોતે દરરોજ રાજાની સેવા કરવા લાગ્યો, રાજાએ કોઈ વખત તેને મોટા અધિકારપદે સ્થાપનર્યો. અધિકાર મળતાં તેણે રાજાને જ ગાદીભ્રષ્ટ કર્યો અને જિતશત્રુ રાજાને દૂર ભગાડીને પોતે જ તેનું રાજ્ય અંગીકાર કર્યું.

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442