________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદશના) દ્વાર (376)
શ્રાદ્ધદિનકૃત્ય હિંસા મારા માટે પાપનું કારણ થતી નથી. જે માટે કહેવું છે કે બ્રહ્માએ પોતાની મેળેજ યજ્ઞો માટે આ પશુઓને બનાવેલા છે, તેથી તેની સર્વ આબાદી થાય છે, માટે યજ્ઞમાં વધ કરાય છે, તે અવધ છે.
ઔષધિઓ, પશુઓ, વૃક્ષો, તિર્યંચો તથા પક્ષીઓ યજ્ઞ માટે મૃત્યુ પામે, તો તેઓ ફરી ઉન્નતિ પ્રાપ્ત કરે છે. વળી મનુસ્મૃતિમાં કહેવું છે કે, “મધુપર્ક, યજ્ઞ તથા પિતૃદેવત–શ્રાદ્ધકર્મમાં પશુઓ હણવાં, પરંતુ બીજા સ્થાને નહીં. આવા પ્રકારના પ્રયોજનવાળાં કાર્યોમાં વેદતત્ત્વનો જાણકાર બ્રાહ્મણ પશુની હિંસા કરે, તો પોતાને અને પશુને ઉત્તમગતિ પ્રાપ્ત કરાવે.”
હવે અહીં કાલકાચાર્યતેને કહે છે કે – “હેદત્ત! હિંસા આત્માના સંક્લેશ પરિણામથી થાય છે. વેદવાક્યથી પાપનું રક્ષણ કરવું શક્ય નથી.” કહેલું છે કે – “જે દૂરકર્મ કરનારાઓએ હિંસાનો ઉપદેશ કરનાર શાસ્ત્રોની રચના કરી છે, તે નાસ્તિકોથી પણ અધિક નાસ્તિક તેઓ ક્યાંક નરમાં જ જશે. જે પ્રગટ નાસ્તિક ચાર્વાક બિચારો સારો છે, પરંતુ વેદનાં વચનને આગળ કરીને તાપસના વેષમાં છુપાયેલ જૈમિની રાક્ષસ સારો નથી. દેવોને ભેટ ધરવાના બાનાથી, અથવા યજ્ઞના બાનાથી નિર્દય બની જેઓ પ્રાણીઓનો ઘાત કરે છે, તેઓ ઘોર દુ:ખવાળી દુર્ગતિમાં જાય છે.
સમતા, શીલ, યા મૂળવાળા જગતનું હિત કરનાર એવા ધર્મનો ત્યાગ કરીને અહો! હિંસા પણ ધર્મ માટે થાય છે એમ બુદ્ધિ વગરના જ બોલે છે. વળી અશુચિ આરોગનાર ગાયનો સ્પર્શ કરવાથી પાપ દૂર થાય છે, સંજ્ઞા-જ્ઞાન વગરના વૃક્ષો વંદન કરવા લાયક છે, બોકડાનો વધ કરવાથી બોકડો અને વધ કરનાર સ્વર્ગ પ્રાપ્ત કરે છે, બ્રાહ્મણને ખવરાવેલ ભોજન પિતૃઓને પહોંચે છે. કપટ કરનારા આમ દેવો-વિપ્ર અગ્નિમાં ઘી હવન કરીને દેવોને પ્રસન્ન કરે છે, આવા સમૃદ્ધ કે નકામા કે શોભન શ્રુતિનાં વચનોનું નાટક કોણ જાણે છે?
વળી યજ્ઞોમાં વધ કરાતા કે હોમાતા પશુના ચિત્તની ઉલ્ટેક્ષા કરતા તેના વિવેચકોએ કહ્યું છે કે – “મને સ્વર્ગના ભોગો ભોગવવાની તૃષ્ણા નથી, કે મેં તમારી પાસે મને સ્વર્ગમાં મોકલવાની પ્રાર્થના કરી નથી. હું તો હંમેશા તૃણનું ભક્ષણ કરી સંતોષ માનનારો છું. તો આ પ્રમાણે પારકાને તમારે યજ્ઞમાં હોમવો કે વધ કરવો યુક્ત નથી. જો યજ્ઞમાં તમારાથી હણાએલા પ્રાણીઓ નક્કી સ્વર્ગે જ જાય છે, તો તમે તમારા માતા-પિતા, પુત્ર કે બધુઓનો વધ-હવન-યજ્ઞ કેમ નથી કરતા ?'
ત્યાર પછી દત્ત રાજા કોપાયમાન થયો અને કહેવા લાગ્યો કે, “હે મામા! ખોટું ન બોલો. ઘણા યજ્ઞકરાવનાર એવા મને વૈકુંઠ-સ્વર્ગમાં વાસ મળશે.’ એટલે ગુરુ મહારાજે તેને કહ્યું કે, 'પશુ, પુરુષો, સ્ત્રીઓને યજ્ઞોમાં મારી નંખાવીને સાત રાત્રિની અંદર મરીને તું નરકમાં જનારો છે. તેનું શું પ્રમાણ?' ત્યારે ગુરુએ કહ્યું કે, હે રાજા ! આજથી સાતમા દિવસે તારા મુખમાં વિષ્ટા પ્રવેશ કરશે.” એટલે આચાર્યને મારી નાખવાની ઇચ્છાવાળો તે તેમને પૂછે છે કે, “તમે કયા દિવસે મૃત્યુ પામશો ?' ગુરુએ કહ્યું કે, હજુ મારે ઘણાં વર્ષો સુધી સાધુપણાના પર્યાયનું પાલન કરવાનું છે. એટલે રાજાએ તે કાલકાચાર્યને પોતાના વિશ્વાસુ એવા અધિકારીને સોંપ્યા અને વિચાર્યું કે, 'હું નહીં મરીશ, તો તેના મસ્તકને સાતમા દિવસે છેદી નાખીશ.”
ત્યાર પછી પોતે અતિ મજબૂત કરેલા દ્વારવાળા અંત:પુરમાં કમાડ બંધ કરીને પ્રવેશ કર્યો અને પોતાના નિવાસ-સ્થાનની ફરતે ચારે બાજુ હાથી, ઘોડા અને સૈનિકોનો પહેરો રખાવ્યો, પોતાની કાળ મર્યાદાની રાહ જોતો હતો. આગલા જિતશત્રુ રાજાએ પોતાના પક્ષે વશ કરેલા રાજાઓકે, જેઓ દત્તરાજાથી કંટાળી ગયા હતા, તે સામંતાદિકો વિચાર કરવા લાગ્યા કે, પહેલાના રાજાને ફરી રાજ્યગાદી પર સ્થાપન કરવો. ઉતાવળા