________________
શ્રાદ્ધદિનકૃત્ય
(37) બાવીશમુંગૃહગમન (પરિવાર ધર્મદશના) દ્વાર પણ જિનવાણીનું શ્રવણનથાય. વિસ્થા એટલેનકામી પંચાત. નકામી પંચાત કરનારાઓને નકામી પંચાત કરવામાં જ રસ આવે, જિનવાણીનું શ્રવણ કરવામાં રસ ન આવે. સંખ્યાબંધ માણસો એવા જોવા મળશે કે વ્યાખ્યાન ચાલતું હોય એ દરમ્યાન જ ઘરમાં બજારમાં કે દુકાનમાં બીજાઓ સાથે પારકી પંચાત કરતા હોય છે. એમને દુકાનનું, ઘરનું કે બજાર વગેરેનું કોઈ કામ હોતું નથી. એટલે તેઓ ધારે તો સારી રીતે જિનવાણીનું શ્રવણ કરી શકે. પણ પારકી પંચાતનો રસ એવો છે કે જિનવાણીનું શ્રવણ ન કરવા દે. વ્યાખ્યાનમાં જવા માટે નીકળે અને રસ્તામાં કોઈ વાતોડિયો મળી જાય તો વાતો કરીને વ્યાખ્યાનમાં મોડું કરે. આજે માણસોમાં નિરર્થક બોલવાનું બહુ વધી ગયું છે. આજે મોટા ભાગના માણસો જેટલું બોલે છે તેમાં પાંચ ટકા જરૂરી હોય છે, પંચાણું ટકા બિનજરૂરી બોલે છે.
(૭) લોભઃ લોભના કારણે ધન કમાવવામાંથી ઊંચો ન આવે એથી જિનવાણીનું શ્રવણ કરવાની ફરસદ ન મળે. ધનત્યાગનો ઉપદેશ ન ગમે એથી પણ વ્યાખ્યાનમાં ન આવે. એ વિચારે કે બસ, સાધુઓને તો આમાં પૈસા ખર્ચે અને તેમાં પૈસા ખચ એમ એક જ ધંધો છે. જિનમંદિર બંધાવો, જિનપ્રતિમા ભરાવો, ગ્રન્થો છપાવો, સાધુ-સાધ્વીની ભક્તિ કરો, સાધર્મિક્વાત્સલ્ય કરો, આમ પૈસા ખર્ચવાની જ વાત કરે છે. કેટલી મહેનતથી પૈસો આવે છે ? લોહીનું પાણી કરીએ ત્યારે પૈસો આવે છે. સાધુઓને તો માત્ર બોલવું છે. કમાવા જેવાનું હોય તો ખબર પડે કે ધન કેમ આવે છે? આવા માણસોને ખબર પડી જાય કે આજે વ્યાખ્યાનમાં ટીપ આવવાની છે તો વ્યાખ્યાનમાં ન આવે. કારણ કે બીજાઓ દીપમાં લખાવે અને પોતે ન લખાવે તો પોતાની ન્યૂનતા દેખાય. આવા માણસો ઉદાર માણસની ઉદારતાની સાચી પ્રશંસા પણ ન કરી શકે. બીજાઓ કરે તે પણ એનાથી ન ખમાય. કારણ કે પોતે હલકો પડે.
(૮) ભય સાધુઓ “પાપોથી નરક મળે” વગેરે કહીને આપણને ભયભીત બનાવે છે. એથી આપણે સંસારસુખને મજેથી ભોગવી શકીએ નહિ. નરક તો મળશે ત્યારે મળશે, પણ આનાથી તો વર્તમાનમાં પણ મળેલાં સુખોને મજેથી ભોગવી શકાય નહિ. આવા આવા વિચારોથી તે જિનવાણીનું શ્રવણ ન કરે. અથવા ઉપાશ્રયમાં આવવાથી ભૌતિક નુકશાન થાય તેમ હોય તો ન આવે. સત્ત્વશાલી જીવ તો ભયમાં પણ જિનવાણીનું શ્રવણ કરવા જાય. સુદર્શન શેઠ પ્રાણોનું જોખમ હોવા છતાં જિનવાણી શ્રવણ કરવા ગયા હતા. કેટલાક માટે એવું પણ બને કે વ્યાખ્યાન સાંભળતા હોય એ દરમ્યાન ઘરમાં આગ લાગી છે વગેરે સમાચાર મળે તો વ્યાખ્યાન છોડીને ચાલતા થાય. આમ ભય જિનવાણીના શ્રવણમાં અંતરાય કરનાર છે.
(૯) શોક શોક એટલે અનુગ્રહ કરનાર પુત્ર આદિના વિયોગથી વારંવાર તેના વિયોગના વિચારો દ્વારા માનસિક ચિંતા. ચોરી થવાથી કે વેપારમાં ખોટ વગેરે દ્વારા ધન ચાલ્યું ગયું હોય, પ્રિય પત્ની આદિનું મૃત્યુ થયું હોય, વગેરે પ્રસંગે શોકથી મૂઢની જેમ પડ્યો રહે, એથી જિનવાણીનું શ્રવણ કરવામાં ઉત્સાહન થાય. કદાચ જિનવાણીનું શ્રવણ કરવા આવે તો પણ ઇષ્ટવિયોગના અને સ્વજનમૃત્યુ વગેરેના વિચારમાં પડીને જિનવાણીનું એકચિત્તે શ્રવણ ન કરે. આવા પ્રસંગે ધર્મ વિશેષ કરવો જોઈએ, તેના બદલે અજ્ઞાન જીવી રોજ જે ધર્મ કરતા હોય તેને પણ મૂકી દે. કેટલાક અજ્ઞાન જીવો સૂતકના બહાને પણ આવા પ્રસંગે ધર્મ બંધ કરી દે છે. - (૧૦) અજ્ઞાનઃ ધર્મનું મહત્ત્વ નથી, ધર્મ વર્તમાન જીવનમાં ઉપયોગી નથી, વગેરે અજ્ઞાનતાના કારણે જીવ જિનવાણીનું શ્રવણ ન કરે. જિનવાણીનું શ્રવણ ન કરવા દેનારા તેર દોષોમાં મોટામાં મોટો દોષ અજ્ઞાનતા છે. મોટા ભાગના માણસોને ધર્મનું મહત્ત્વ સમજાયું નથી. ધર્મ વર્તમાન જીવનમાં પણ ઘણો ઉપયોગી છે એ