________________
શ્રાદ્ધદિનકૃત્ય
241 )
પંદરમું ભોજન દ્વાર
પુણકારણથી અશુદ્ધ આહાર આપનાર અંગે પણ ભગવતીજી (શ.૮ ઉ. ૬ સૂ. ૩૩૨) માં કહ્યું છે કે–હે ભગવંત ! શ્રાવક તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને અપ્રાસુક (સચિત્ત) અને અષણીય ( દોષિત) અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વહોરાવે તો તેને શું ફળ મળે? હે ગૌતમ તેને ઘણી નિર્જરા થાય અને અલ્પ પાપ કર્મ બંધાય.
પ્રશ્ન- પુષ્ટ કારણથી અશુદ્ધ આપે છે, તેથી જિનાજ્ઞાનું પાલન કરે છે. તેથી આ દાનમાં કેવળ નિર્જરા થવી જોઈએ, અલ્પ પાપકર્મ કેમ બંધાય ?
ઉત્તર- જેવી રીતે દ્રવ્યપૂજા પૂજા કરનારના નિર્મલ અધ્યવસાયનું કારણ હોવાથી અને પૂજા કરનાર જિનાજ્ઞાની આરાધનામાં પ્રવૃત્ત થયો હોવાથી પૂજા કરનારને પુણ્યબંધ થાય છે, પણ સ્નાન વગેરેમાં ષયના આરંભમાં પ્રવૃત્તિ થવાથી કંઈક અશુભ કર્મબંધ થાય છે. તેવી રીતે પ્રસ્તુતમાં પુટકારણ હોવાથી અશુદ્ધ દાન કરનારના નિર્મલ અધ્યવસાયનું કારણ હોવાથી અને દાન કરનાર જિનાજ્ઞાની આરાધનામાં પ્રવૃત્ત થયો હોવાથી ઘણી નિર્જરા થાય છે, પણ સાધુ માટે આરંભ કરે છે માટે કંઈક અશુભ કર્મબંધ પણ થાય.
. શ્રાવકના ત્રણ પ્રકાર અહીં નુકસાન કરતા લાભ વધારે છે. ડાહ્યા માણસો થોડી હાનિ ભોગવીને પણ વધારે લાભ મેળવવાની ઈચ્છાવાળા હોય છે. આથી પુણકારણ હોય ત્યારે પણ અશુદ્ધ દાન આપવાની બુદ્ધિ જે શ્રાવકને ન થાય તે શ્રાવક અપરિણત છે. શ્રાવકનાં પરિણત, અપરિણત અને અતિપરિણત એમ ત્રણ પ્રકાર છે. ઉત્સર્ગના સમયે ઉત્સર્ગ અને અપવાદના સમયે અપવાદમાં મતિવાળો હોય તે પરિણત શ્રાવક છે. અપવાદના સમયે પણ ઉત્સર્ગમાં જ મતિવાળો હોય તે અપરિણત છે. અપવાદની જરૂર ન હોવા છતાં અપવાદમાં જ મતિવાળો હોય તે અતિપરિણત છે. આ ત્રણ પ્રકારમાં પરિણત શ્રાવક હિત સાધી શકે છે. માટે શ્રાવકે ઉત્સર્ગ–અપવાદનું અને સાધુને ભિક્ષામાં લાગતા દોષોનું જ્ઞાન મેળવીને અવસર પ્રમાણે દાન કરનારા બનવું જોઈએ.
- ગૃહસ્થથી લાગતા ગોચરીના કેટલાક દોષો . શ્રાવકે સાધુના શરીરની કાળજી રાખવા સાથે સંયમની પણ કાળજી રાખવી જોઈએ, એટલે કે સાધુને દોષ નલાગે, અગર ઓછો લાગે, અને સંયમનું પાલન થાય એ માટે શ્રાવકે પોતાનાથી શક્ય હોય તેટલી સહાય કરવી જોઈએ. આ માટે શ્રાવકે સાધુના આચારો અને ગોચરીના બેતાલીસ દોષો વગેરે જાણવું જોઈએ. આ બોધ તો શ્રાવક શબ્દના અર્થ ઉપરથી પણ મળે છે. સાંભળે તે શ્રાવક. શું સાંભળે? એના જવાબમાં કહ્યું કે સાધુની અને શ્રાવકની સામાચારી સાંભળે તે શ્રાવક. શાસ્ત્રમાં (બુક.ભા.રા.માં) કહ્યું છે કે, “ગોચરી ગયેલ સાધુ ગોચરીના દોષોના અજાણ ગૃહસ્થને સંક્ષેપથી ‘આધાકર્મ વગેરે દોષો જણાવે. જાણકારને પણ અવસરે ગોચરીના દોષો કહે” ગોચરીના બેતાલીસ દોષો છે. તેમાં કેટલાક દોષો આ પ્રમાણે છે– (૧) આધાક- સાધુ માટે જ દૂધ-ચા વગેરે ઉકાળે. સાધુની ભક્તિ કરવા માટે જ શીરો વગેરે બનાવે. સાધુને
વહોરાવવા માટે જ ફળો સમારે. આ દોષ ગોચરીના બધા દોષોમાં સૌથી મોટો દોષ છે. (૨) મિશ્ર પોતાના માટે અને સાધના માટે એ બંનેના માટે ખીચડી વગેરે બનાવે. સાધુઓ વધારે હોય,
સાંજના વહેલું વાપરનારા શ્રાવકો ઓછા હોય વગેરે સંયોગોમાં ગૃહસ્થ પોતાની રસોઈ સાથે સાધુના માટે પૂજામાં કંઈક અશુભ કર્મ બંધાય એ વિગત ઉપદેશ રત્નાકર અંશ૪ તરંગ ૫ માં જણાવી છે. તેના આધારે દાનમાં પણ આ વાત ઘટી શકે છે. પૂજા પંચાશકની દસમી ગાથાની ટીકામાં પણ આ વિષયનું સમર્થન કર્યું છે.