________________
284
પંદરમું ભોજન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય હોય અને આછો પણ પ્રકાશન હોય એ બને નહિ. પ્રકાશ હોય અને આકાશમાં સૂર્યન હોય એ બને નહિ. જેમ સૂર્ય અને તેનો પ્રકાશ એ બંને એક બીજા વિના ન હોય, તેમ ધર્મપ્રેમ અને સાધર્મિક પ્રેમ એક બીજા વિના ન હોય. .
દયા અને ઉદારતા વિના અનુમાન થઈ શકે જેમ સાધર્મિકની ભક્તિમાં સાધર્મિક પ્રેમ અને ઉદારતાની મુખ્યતા છે, તેમ દીન-દુ:ખી જીવોની અનુકંપામાં પણ ભાવદયા ( દુ:ખીને જોઈને તેના દુ:ખને દૂર કરવાની હાર્દિક ભાવના) અને ઉદારતાની મુખ્યતા છે. એ બેમાં પણ ઉદારતાની મુખ્યતા છે. કારણ કે ભાવદયા હોવા છતાં ઉદારતા નહોય- ધનની મૂર્છા હોય તો શક્તિ પ્રમાણે અનુપાન થઈ શકે. ધનની મૂચ્છ એવો દુર્ગુણ છે કે જેની હયાતિમાં ઉદારતાદિ ગુણો આવે નહિ, અને આવેલા, પણ દયાભાવ વગેરે ગુણો જતા રહે. ધારો કે એક મનુષ્યમાં ભાવદયા છે, એટલે કે દુ:ખીના દુ:ખને દૂર કરવાની ભાવના છે, પણ ધનની મૂચ્છના કારણે ભાવદયાને અમલમાં મૂક્તો નથી. એટલે દ્રવ્યહ્યા કરતો નથી, તો તે દિવસે તેનું પરિણામ એ આવે કે તેના હૈયામાં જાગેલી ભાવદયા જતી રહે. હૈયું જે થોડું કોમળ બન્યું હતું તે કઠોર બની જાય. અને જ્યાં હૈયું કઠોર બને એટલે ધર્મક્યાં રહે? ધર્મી અને હૈયું કઠોર હોય = ભાવદયાથી રહિત હોય એ કદી બને નહીં. આથી જ મહાપુરુષોએ સ્પષ્ટ કહ્યું છે કે
__दीनहीनं जनं दृष्टा कृपा यस्य न जायते । सर्वज्ञभाषितो धर्मस्तस्य हृदि न विद्यते ॥
“દીન અને ગરીબને જોઈને જેના હૃદયમાં ધ્યાનથી તેના હૃદયમાં સર્વજ્ઞ ભગવાને કહેલો ધર્મ પણ નથી.”
આથી ધર્મી આત્માએ બહુ સાવધ રહેવું જોઈએ. ધર્મી આત્મામાં ધનની મૂચ્છહોય એની ના નહીં, પણ જો ધર્મી સાવધાન રહે અને ધનની મૂચ્છને પંપાળે તો જતે દિવસે દયાહીન અને સાધર્મિક પ્રેમ રહિત બનીને ધર્મને ખોઈ નાખે. પછી કદાચ પૂર્વના અભ્યાસના કારણે ધર્મક્રિયા કરતો હોય તો પણ ધર્મના પરિણામ ન હોય. આથી ધર્મએ નિર્ણય કરવો જોઈએ કે તિજોરીને ખાલીનકરીએ તો પણ તિજોરીને પંપાળવી તો નહીં. તિજોરીને પંપાળીએ તો ધર્મરહિત બની જઈએ, અને ધર્મ રહિત બની જઈએ તો સંસારમાં રખડી જઈએ.
વિશિષ્ટ સાધર્મિકની ભક્તિ જેમ આપત્તિમાં આવેલા સાધર્મિકની આપત્તિ દૂર કરીને અને ગરીબ સાધર્મિકની આર્થિક સહાયથી સાધર્મિક ભક્તિ કરવી જોઈએ, તેમ વિશિષ્ટ ધર્મ કરનારા સાધર્મિકની પણ ભોજન-પહેરામણી આદિથી ભક્તિ કરવી જોઈએ. જેમકે – કોઈ વિશિષ્ટ તપસ્વી હોય, કોઈ દીક્ષાની ભાવનાવાળો હોય, કોઈ યુવાનીમાં બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરે, કોઈ પ્રતિકમણ વગેરે ક્રિયામાં રુચિ હોવાથી પ્રતિક્રમણ વગેરે ક્ષિા બીજાઓ કરતાં વધારે સારી રીતે અને ઉલ્લાસથી નિયમિત કરતો હોય, કોઈ જિનભક્તિમાં રુચિ હોવાથી બીજાઓ કરતા વધારે સારી રીતે અને ઉલ્લાસથી નિયમિત જિનભક્તિ કરતો હોય, કોઈ ખૂબ કાળજીથી વેયાવચ્ચ કરતો હોય, કોઈ વ્રતધારી હોય, પાઠશાળાના શિક્ષક-શિક્ષિકાઓ વગેરે જે જે સાધર્મિમાં જે જે વિશિષ્ટ ગુણો હોય તે લક્ષ્યમાં રાખીને એ ગુણોની અનુમોદના નિમિત્તે તે તે સાધર્મિકને આમંત્રણ આપીને ઘરે જાતે જમાડીને પહેરામણી આદિ આપીને તેનું બહુમાન કરવું જોઈએ. આનાથી ઘણા લાભ થાય. (૧) પોતાને અનુમોદના દ્વારા એના ધર્મનો પણ લાભ મળે. (૨) જિનાજ્ઞાનું પાલન થાય. (૩) જેનું બહુમાન કરવામાં આવે તે ધર્મમાં સ્થિર થાય, કે આગળ વધે. (૪) બીજા લઘુ કર્મી ભવ્ય જીવો આવું જોઈને ધર્મમાં જોડાય. (૫) શાસનની પ્રભાવના થાય. આ રીતે વિશિષ્ટ ધર્મ કરનારા સાધર્મિકની ભક્તિ કરવાથી ઘણા લાભો થાય છે.