Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 375
________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (356) શ્રિાદ્ધદિનકૃત્ય તથા કાચાં ફળ, કાચાં ધાન્ય, ઘણું ઝીણું વાટેલું પણ મીઠું વગેરે પ્રાયે અગ્નિ વગેરે પ્રબળ શસ્ત્ર વિના અચિત્ત નથી થતાં, જે માટે ભગવતી સૂત્રના એકવીસમા શતકે ત્રીજા ઉદેશમાં કહેલ છે કે વજય શિલા ઉપરવજયવાટવાના પથ્થરથી પૃથ્વીકાયનો ખંડ (કાચી માટી વગેરેનો કટકો) બળવંત પુરુષ એકવીસ વાર જોરથી વાટે તો પણ કેટલાક જીવ ચંપાણા પણ નથી.' વળી સો યોજનથી આવેલ હરડે, ખારેક, કીસમીસ (દ્રાક્ષ), ખજુર, મરી, પીપર, જાયફળ, બદામ, વાવડીંગ, અખરોટ, તીમજા, જળદાળું પીસ્તાં, ચણકબાબા (કબાબચીની), ફટિક જેવો ઉજ્જવળ સિંધવવગેરે . સાજીખાર, બીડલવણ બનાવટથી બનાવેલ હરકોઈ જાતિનો ખાર, કુંભારે મર્દન કરેલી માટી વગેરે, એલચી, લવંગ, જાવંત્રી, સુકેલી મોથ, કોંકણ દેશનાં પાકેલાં કેળાં, ઉકાળેલ સીંગોડા અને સોપારી વગેરે સર્વ અચિત્ત સમજવાં એવો વ્યવહાર છે. બૃહત્કલ્પસૂત્રમાં પણ કહેલ છે કે – जोयणसयं तु गतुं, अणहारेणं तु भंडसंकंती । वायागणिधूमेण य, विद्धत्थं होइ लोणाई ॥१॥ ... લૂણ (સિંધાલુણ) વગેરે સચિત્ત વસ્તુઓ જ્યાં ઉત્પન્ન થઈ હોય, ત્યાંથી એકસો યોજન ઉપરાંત જમીન ઉલ્લંઘન કરી જાય ત્યારે પોતાની મેળે અચિત્ત બની જાય છે.” પ્રશ્નઃ કોઈ પ્રબળ અગ્નિ આદિના શસ્ત્ર વિના માત્ર સો યોજન ઉપરાંત ગમન કરવાથી જ સચિત્ત વસ્તુઓ અચિત્ત કેમ થઈ શકે? ઉત્તર : જે જે જીવો જે સ્થાનકે ઉપજેલા છે, તે તે જીવો તે દેશમાં જ જીવે છે, ત્યાંના હવાપાણી બદલાવાથી તેઓ વિનાશ પામે છે. વળી માર્ગમાં આવતાં આહારનો અભાવ થવાથી અચિત્ત થાય છે. તેના ઉત્પત્તિ સ્થાનકે તેમને જેવી પુષ્ટિ મળે છે તેવી પુષ્ટિ માર્ગમાં મળતી નથી. તેથી અચિત્ત થાય છે. વળી એક સ્થાનકેથી બીજે સ્થાનકેનાંખતાં, પછાડતાં, અથડાવા-પછડાવાથી ખરેખર અચિત્ત થાય છે. અથવા એકવખારથી બીજી વખારમાં નાખતાં, ઉથલપાથલ થવાથી અચિત્ત થાય છે. વળી સો યોજન ઉપરથી આવતાં વચમાં ઘણા ઘણા પવનથી, તાપથી તથા ધૂમાડા વગેરેથી અચિત્ત થાય છે. ‘લવણાદિ એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે. તેથી હરતાલ, મણસીલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડાં એ વસ્તુ પણ સો યોજન ઉપરાંતથી આવી હોય, તો અચિત્ત થાય છે એમ જાણવું, પણ તેમાં કેટલીક અનાચીર્ણ છે. પીપર, હરડે વગેરે આચાર્ણ અને ખજુર, દ્રાક્ષ વગેરે અનાચાર્ણ છે. સર્વ વસ્તુને સામાન્યથી પરિણમવા (અચિત્ત થવા)નાં કારણ आरुहणे ओरूहणे, निसिअण गोणाइणं च गाउन्हा । भूमाहारच्छेए, उवक्कमेणं च परिणामो ॥१॥ ગાડાં ઉપર કે પોઠીયાની પીઠ ઉપર વારંવાર ચડાવવાથી, ઉતારવાથી અથવા તે કરીયાણાં ઉપર બીજા ભાર થવાથી કે તેના ઉપર બીજા માણસોના ચડવા-બેસવાથી તેમ જ તે પોઠીયાના શરીરના બાફથી અથવા તેઓના આહારનો વિચ્છેદ થવાથી તે કરીયાણા રૂપ વસ્તુઓનું પરિણામ (બદલાવું) થાય છે. જ્યારે જેને કાંઈપણ ઉપક્સ (શસ્ત્ર) લાગે ત્યારે પરિણામાંતર થાય છે. તે શસ્ત્ર ત્રણ પ્રકારનાં હોય છે. (૧) સ્વકાયશસ્ત્ર. (૨) પરકાયશસ્ત્ર. (૩) ઉભયકાયશસ્ત્ર.

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442