________________
શ્રાદ્ધદિનકૃત્ય
(364) બાવીશમુંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર કઠણ છે તેવો મુષ્ટિક જેવી રીતે ઈન્દ્ર વજથી પર્વત ઉપર પ્રહાર કરે તે રીતે મુઠ્ઠીથી બીજા ઉપર પ્રહાર કરે છે.”
સંગ્રામકથા સંગ્રામ એટલે યુદ્ધ. સંગ્રામની કથાતેસંગ્રામકથા. જેમકે – “બખતર પહેરીને બૂહરચનામાં ગોઠવાયેલા આ સુભટો પટ્ટિસ વગેરે હથિયારોથી બીજાના બલવાન સૈન્યનો મુરના ઘાતોથી ઢેફાની જેમ ચૂરો
કરે છે.”
વિકથા વિષે વિભાષણનું દષ્ટાંત વિકથા કરનારાઓ આ રીતે (સ્ત્રી વગેરેની) પ્રશંસા કરે છે. નિંદાથી વિભાષણની જેમ બોલે છે. તે આ પ્રમાણે- ધરણી પ્રતિષ્ઠિત નગરમાં શત્રુમદન નામનો રાજા હતો. વિભાષણ નામનો સાર્થવાહહતો. માલવદેશનો સમરસિંહ નામનો રાજા શત્રુમદનને જીતવા માટે આવ્યો. તે સાંભળીને શત્રુમદન રાજા તેને જીતવા માટે તેની સામે ચાલ્યો. આ વખતે વિભાષણે કહ્યું: આપણો રાજા નિર્બળ છે, માલવદેશનો રાજા બળવાન અને ઘણા સૈન્યવાળો છે. આથી આપણો રાજા તેનાથી પરાજય પામશે. આ સાંભળીને નગરના લોકો જુદી જુદી દિશામાં ભાગી ગયા. શત્રુમદન રાજા શત્રુને જીતીને નગરમાં પાછો આવ્યો. તેણે નગરીને વસતિ રહિત જોઈ. નમસ્કાર કરવા માટે આવેલા લોકોની પાસેથી નગરી વસતિ રહિત થવાનું મૂળ કારણ જાણીને વિભાષણની જીભને છેદી. તે મરીને નરકમાં ગયો. આ પ્રમાણે સર્વ કથાઓમાં નિંદા દ્વારા વિકથાપણું જાણવું.
મૂળગાથામાં રહેલા પતિ શબ્દથી આ પ્રમાણે જાણવું- પુત્રજન્મ, પુત્રનું નામ કરવું, પુત્રનું મુંડન કરવું, પુત્રને પાઠશાળામાં દાખલ કરવો, પુત્રના વિવાહનો ઉત્સવ, પર્વત, નગર, મહેલ, ઉદ્યાન, વાવ, કૂવો, પરબ, સરોવર, નદી અને સમુદ્રની કથાઓ પણ નિપ્રયોજન ન કહેવી. આ કથાઓ કરવામાં સ્વ-પરના આત્મામાં અવશ્ય રાગ-દ્વેષ થાય, તેમાં રહેલા સાવધની અનુમોદના થાય, પોતે જે કહ્યું હોય તેનાથી બીજી રીતે કહેનારાઓની સાથે વિરોધ થાય, એથી ધર્મની અને ધનની હાનિ થાય. .
ઈત્યાદિ પ્રમાદ આચરણ છે. આ પ્રમાદાચરણથી મને વિદ્યાધરપણાની પ્રાપ્તિ થાઓ, મને રાજ્ય મળો, વૈરીઓનો નાશ થાઓ, આવી ચિંતાદિરા પાપધ્યાન થવાનો સંભવ છે. આથી પાપધ્યાનનો પણ નિષેધ જ છે. (૨૬૫).
आउहअग्गिदाणं, विसदाणं संजुयाहिगरणं च । खित्ताणि कसह गोणे, दमह एमाइ उवएसं ॥२६६॥ હિંસપ્રદાન અને પાપોપદેશને કહેવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે -
શસ્ત્ર, અગ્નિ અને વિષનું દાન અને સંયુક્તાધિકરણ હિંસમ્પ્રદાનરૂપ અનર્થદંડ છે. ખેતરોને ખેડો, બળદોનું દમન કરો વગેરે પાપોપદેશ છે.
વિવેચન જેનાથી આત્મા દુર્ગતિનો અધિકારી બને તે અધિકરણ છે. ખાંડણિયો, સાંબેલું વગેરે સાધનો અધિકરણ છે. તેવાં સાધનો જોડેલાં રાખવાં તે સંયુક્તાધિકરણ. જેમકે – ખાંડણિયા સાથે સાંબેલું, હળ સાથે કોશ, ગાડા સાથે ધોંસરી જોડીને રાખવાથી કોઈ બીજો લઈ જાય કે માગે ત્યારે આપવું પડે. માટે ભિન્ન ભિન્ન સ્થળે રાખવાં, જેથી બીજાઓ માગી શકે નહિ કે માગે તો સુખેથી નિષેધ કરી શકાય.
બીજા ગ્રન્થોમાં સંયુક્તાધિકરણને હિંસક પ્રદાનરૂપ અનર્થદંડનો અતિચાર કહેલ છે. પ્રસ્તુતમાં કારણમાં કાર્યના ઉપચારથી સંયુક્તાધિકરણને હિંસપ્રદાન કહેલ છે. (૨૬૬)