________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (366)
શ્રાદ્ધદિનકૃત્ય, પુન: ચારિત્રસંપન્ન, ધૃતસાગરપારગ, યથોપદિર ધર્મનાદેશક, દુ:ખનાશક અને શુદ્ધધર્મનાદાતાઆચાર્ય માતા-પિતા જેવા છે. ભવસમુદ્રમાં ડૂબતા જીવોને આવા ગુરુ કુર્લભ જ છે.
પુનઃ મનુષ્યભવ વગેરે સંપૂર્ણ સામગ્રીની પ્રાપ્તિ થવા છતાં સદ્ગરનો યોગ ન થવાના કારણે કુશાસ્ત્રોના શ્રવણથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળા પ્રાય: ઘણા જીવો અજ્ઞાનતાથી ભરેલાં ઘણાં કષ્ટો કરીને સહન કરીને પાપાનુબંધિપુણ્યના પ્રભાવથી સાંસારિક સુખલવને મેળવે છે. પણ પછી મિથ્યાત્વ વગેરેથી કર્મસમૂહને એકઠો કરીને ફરી તે જ પ્રમાણે ભવસમુદ્રમાં અનેકવાર નિમજન-ઉન્મજ્જન કરે છે. આથી અહીં પુન: શબ્દ વિશેષથી સદ્ગુરુની દુર્લભતાને બતાવે છે.
ચારિત્રસંપન્નઃ ચારિત્રસંપન્ન એટલે ચરણ-કરણની ક્રિયાથી યુક્ત.
મૃતસાગરપારગઃ શ્રત એટલે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય વગેરે શ્રત. તે શ્રત સામાયિકથી આરંભી લોકબિંદુસાર સુધી છે. આ શ્રત પાંચમો આરો વગેરે દોષના કારણે ક્યારેક કેટલુંક પણ હોય, અર્થાત્ ક્યારેક સંપૂર્ણશ્રત ન હોય. અર્થથી તો શ્રત આવું છે – “સર્વનદીઓની જેટલી રેતી છે, સર્વસમુદ્રોનું જેટલું પાણી છે, તેનાથી પણ એક સૂત્રનો અર્થ અધિક છે.” આથી અર્થથી શ્રુત ઘણું હોવાથી અને ઉત્સર્ગ–અપવાદ આદિથી અતિગંભીર હોવાથી સાગર સમાન છે. ગુરુશ્રુતસાગરને પાર પામનારા હોવા જોઈએ, અર્થાસમયાનુસારી સૂત્રાર્થના ધારક હોવા જોઈએ.
યથોપદિષ્ટ ધર્મનાદેશક તીર્થકર-ગણધર વગેરેએ જે રીતે ધર્મનો ઉપદેશ આપ્યો છે તે રીતે મૃતચારિત્ર રૂપ ધર્મનો ઉપદેશ આપનારા હોય.
દુઃખનાશકઃ ગુરુ યથોપદિષ્ટ ધર્મનાદેશક હોય એથી જ સ્વ–પરના દુ:ખનો નાશ કરનારા હોય. કારણ કે સ્થવિરકલ્પી ગુરુનું સ્વ-પરનું તારકપણું પ્રસિદ્ધ છે.
શુદ્ધધર્મના દાતાઃ ગુરુ અસદ્ગહનો ત્યાગ કરીને *અધ્યાપન અને શિક્ષણ આદિથી નિર્દોષ એવા શ્રુતચારિત્રરૂપ ધર્મને આપનારા હોય.
માતા-પિતા જેવાઃ આવા ગુરુ સર્વસુખોનું કારણ હોવાથી માતા-પિતા જેવા છે. અહીંગુરુને માતાપિતા જેવા કહ્યા તે લોકમાં પ્રાય: માતા-પિતા સિવાય બીજો કોઈ પુત્રનો હિતકર્તા નથી એ જણાવવા માટે કહ્યા છે, પણ ગુરુના ઉપકારની સમાનતા બતાવવા માટે નહિ. કારણ કે ભયંકર ભવરૂપ કૂવાની ગુફામાંથી ઉદ્ધાર કરવાનું સામર્થ્ય ગુરુ સિવાય બીજા કોઈમાં નથી.
દુર્લભઃ આવા ગુરુદુર્લભ છે. હુંડાઅવસર્પિણી અને ભસ્મકગ્રહનો ઉદયવગેરે દોષના કારણે સુચારિત્રવાળા ગુરુ અલ્પજ હોય છે. કહ્યું છે કે – “પાંચમા આરામાં ભરતક્ષેત્રમાં સાધુઓ કલહ કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિને ઉત્પન્ન કરનારા અને અશાંતિને કરનારા થશે. આ રીતે માત્ર માથું મુંડાવનારા ઘણા થશે. સાચા સાધુઓ અલ્પ થશે.”
સુચારિત્રવાળા ગુરુઓમાં પણ સ્વાર્થમાં નિષ્ણાત હોય અને અનેકગુરૂપ મણિઓને ધારણ કરવા માટે * અહીં અધ્યાપન શબ્દથી ગ્રહણ શિક્ષા ( થિએરીકલજ્ઞાન) અને શિક્ષણ શબ્દથી આસેવન શિક્ષા (=પ્રેક્ટીક્લજ્ઞાન) જણાવી છે. * ગુરુનો માતા-પિતાથી પણ અધિક ઉપકાર છે. આ વિષે પ્રશમરતિમાં કહ્યું છે કે- “નરકરૂપ ગુફામાં ડુબતા-પડતા જીવનું રક્ષણ
કરવા માટે પિતા, માતા, પ્રિયપત્ની, પુત્રસમૂહ, મિત્ર, સ્વામી, મદથી મસ્ત બનતા હાથીઓ, રથો, અશ્વો અને પરિવાર સમર્થ નથી, ધર્મ અને અધર્મને પ્રકટ કરવામાં તત્પર ગુરુ સિવાય બીજો કોઈ રક્ષણ કરવા સમર્થ નથી.'