________________
શ્રાદ્ધદિનકૃત્ય
(365) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદશના) દ્વાર હોવાથી સમુદ્ર જેવો છે.
ઉન્મજ્જન એટલે ઉપર આવવું. કંઈક કર્મલઘુતા થાય ત્યારે ત્રસપણા આદિની પ્રાપ્તિ થવાથી ઉપર આવે
નિમજ્જન ડૂબી જવું. તેવા પ્રકારની કર્મગુરતા થાય ત્યારે સ્થાવરપણા આદિની પ્રામિ થવાથી વિશિષ્ટ ચૈતન્યરૂપ જીવત્વ નહિ દેખાવાથી ડૂબી જાય છે.
દુ:ખથી એટલે નરક-તિર્યંચ આદિ ભવોમાં અસાતાનો અનુભવ કરીને. અથવા દુ:ખથી એટલે ભોજન આદિ દશ દષ્ટાંતોની ઘટનાની જેમ અતિકથી. આ મનુષ્યભવ એટલે અત્યારે પોતાને પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે તે મનુષ્યભવ. (૨૭૫)
तत्तो देसं कुलं जाई, रूवं आरोग्गसंपया । विन्नाणं तह य संमत्तं, दुल्लहं भवचारए ॥२७६॥
ભવરૂપ કેદખાનામાં મનુષ્યભવ પ્રાપ્ત થયા પછી પણ દેશ, કુલ, જાતિ, રૂપ, આરોગ્યસંપત્તિ, વિજ્ઞાન અને સભ્યત્વ. આ બધું દુર્લભ છે.
ભવ ઘણા દુ:ખના આગમનનું કારણ હોવાથી કેદખાના જેવો છે.
દેશઃ સાડા પચીસ આર્યદેશોમાંથી મગધ વગેરે કોઈ એક દેશ. કારણ કે આર્યદેશમાં જ ઉત્પન્ન થયેલો જીવ ધર્મની સાધના કરવાને યોગ્ય છે.
કુલ: કુલ એટલે પિતા સંબંધી ઈક્વાકુ વગેરે સુકુલ. કારણકે પ્રાય: સુકુળમાં ઉત્પન્ન થયેલો જીવ સદાચારી
હોય.
જાતિ જાતિ એટલે વિશુદ્ધ માતૃપક્ષ. તેમાં ઉત્પન્ન થયેલો જીવ પ્રાય: કસ્ટમાં પણ વિકારને ધારણ કરતો નથી.
1. રૂ૫ રૂપ એટલે પાંચેય ઇન્દ્રિયોની પરિપૂર્ણતા. દેશાદિ સામગ્રીથી યુક્ત હોય તો પણ જો હીન અંગવાળો હોય તો તેવા પ્રકારના ધર્મને યોગ્ય ન થાય.
આરોગ્યસંપત્તિઃ પાંચેય ઇન્દ્રિયોથી પરિપૂર્ણ પણ જીવ જો તાવ વગેરે રોગોથી પરાભવ પામેલો હોય તો વિશિષ્ટ ધર્મ કરવા માટે સમર્થ થતો નથી.
વિજ્ઞાન વિજ્ઞાન એટલે હેય-ઉપાદેયની વિચારણા કરી શકે તેવી બુદ્ધિ. આરોગ્યવાળો પણ જીવ વિજ્ઞાન વિના કૃત્ય અને અકૃત્યનો વિવેક કરવામાં કુશળ બનતો નથી.
સમ્યકત્વઃ સમ્યત્વ એટલે જિનેશ્વરે કહેલા તત્ત્વો ઉપર શ્રદ્ધા. વિજ્ઞાન સુધીના ગુણોથી યુક્ત પણ અનાદિ મિથ્યાવાસનાથી વાસિત અંત:કરણવાળા કોઈક જીવને સમ્યત્વે દુર્લભ છે. (૨૭૬)
पुणो चारित्तसंपत्तो, सुयसायरपारओ । નદોવફ્ટથમરૂ, કેસો સુદનાસો ર૭૭ છે. सुद्धधम्मस्स दायारो, सूरी माया पिया भवे । તુનો સો દુ નીવા, વુર્હતા અન્નવે ર૭૮ .