________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (364)
શ્રાદ્ધદિનકૃત્ય પણ જાણે છે. બંને માર્ગ સાંભળીને જાણે છે. આ બંનેમાં જે કલ્યાણકારી હોય તેનું આચરણ કરો. (૫) જેટલા નવકાર ગણવાનો નિયમ લીધો હોય તેટલા નવકાર ગણવા. (૬) શેષ સ્વાધ્યાય કરવો, અર્થાત્ આગાથામાં નવું ભણવું વગેરે જે સ્વાધ્યાય કરવાનું કહ્યું છે તે સિવાયનો
સ્વાધ્યાય કરવો. (૭) સાધુઓની વિશ્રામણા ( પગ દબાવવા વગેરે સેવા) કરવી. (૮) સાધુઓને ઔષધ આપવું. (૯) ગ્લાન સાધુ વગેરેના શરીર નિરાબાધ વગેરે પૂછવું, અર્થાત્ શરીરમાં કોઈ તકલીફ છે કે નહિ ઇત્યાદિ
પૂછવું. (૧૦) લોચના દિવસે થી વહોરાવવું. શ્રાવકોએ આવા નિયમોથી યુક્ત બનવું જોઈએ. (૧૧) શ્રાવકની દર્શન પ્રતિમા વગેરે એક એક માસની પ્રતિમાઓના અભિગ્રહો લેવા જોઈએ. પ્રતિમાઓનું
વિશેષ સ્વરૂપ દશાશ્રુતસ્કંધ (અને પંચાશક) વગેરે ગ્રંથોમાંથી જાણી લેવું. (૨૭૧-૨૭૨) " पहसंतगिलाणेसु, आगमगाहीसु तहय कयलोए । उत्तरपारणगंमि य, दिन्नं सुबहुप्फलं होइ ॥२७३॥
પૂર્વગાથામાં લોચના દિવસે ઘી વહોરાવવું એમ કહ્યું છે. આ વચન બીજે ક્યાંય કહ્યું છે કે નહિ એવી શંકા કોઈને થાય. આ શંકાને દૂર કરવા માટે પૂર્વાચાર્યે રચેલી, પ્રસ્તુત અર્થને સિદ્ધ કરનારી
અને વિશેષ અર્થનું પ્રતિપાદન કરનારી ગાથાને કહે છે- વિહારથી થાકેલાને, બીમારને, આગમભણનારને, લોચ કરેલાને, તપના ઉત્તરપારણામાં તપસ્વીને આપેલું દાન અતિશય ઘણા ફળવાળું થાય છે. (૨૭૩)
संखेवेणं एए, अभिग्गहा साहिया मए तुम्हा । इण्डिं सुणेह तुब्भे, जं दुल्लहं इत्थ संसारे ॥२७४॥
હવે અભિગ્રહોનો ઉપસંહાર કરતા અને સ્વજનોને જ ધર્મમાં સ્થિર કરવા માટે મનુષ્યભવ આદિ ધર્મસામગ્રીની દુર્લભતાની પ્રસ્તાવના કરતા સૂત્રકાર કહે છે
મેં આ અભિગ્રહો સંક્ષેપથી તમને કહ્યા. હવે આ સંસારમાં જે દુર્લભ છે તેને તમે સાંભળો. (૨૭૪) अणोरपारम्मि भवोअहिंमि, उबुड्डनिबुड्डकुणंतएहिं । दुक्खेण पत्तं इह माणुसत्तं, तुब्भेहिं रोरेण निहाणभूयं ॥२७५॥ આ જ વિષયને આઠ ગાથાઓથી વિચારતા સૂત્રકાર કહે છે
અપાર ભવસમુદ્રમાં ઉન્મજ્જન અને નિમન કરતા તમોએ જન્મથી જ દરિદ્રતાથી હેરાન થયેલા ગરીબને નિધાનની પ્રાપ્તિ થાય તેમ આ મનુષ્યભવને દુ:ખથી પ્રાપ્ત કર્યો છે.
અપાર એટલે જેનો પાર ન પામી શકાય તેવો. જીવનો ઘણી લાખો યોનિઓમાં પરિભ્રમણ કરવાનો સ્વભાવ હોવાથી ભવ અપાર છે. ભવ એટલે ચારગતિવાળો સંસાર. ભવ ઘણા જન્મ-જરા-મરણાદિ રૂપ પાણીથી પૂર્ણ