________________
શ્રાદ્ધદિનકૃત્ય
(363) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર તપ કરે છે, પણ સંયમ તરફ લક્ષ આપતો નથી. ગુરુએ તેને કહ્યું: હે વત્સ ! આ સંસારમાં સુવિશુદ્ધ જયણા રહિત તપ શરણભૂત થતો નથી. આંધળાની આગળ નૃત્ય અને બહેરાની આગળ સંગીતની જેમ જયણા રહિત તપ નિરર્થક છે. તું જે દુષ્કર તપ કરી રહ્યો છે તે જો યતનાપૂર્વક આલોચનાપૂર્વક અને ગુવજ્ઞાપૂર્વક કરે તો સફલ બને. ગુરુએ આ પ્રમાણે કહ્યું એટલે તેણે ગુરુની પાસે આલોચના લઈને શુદ્ધિ કરી. હવે યતનાપૂર્વક તપ કરવા લાગ્યો. ફરી પણ સમય જતાં સંયમમાં શિથિલ બની ગયો. ત્યાં સુધી શિથિલ બની ગયો કે કાચા પાણીનો પણ ઉપયોગ કરવા લાગ્યો. સ્વાધ્યાયમાં અને આવશ્યક ક્રિયાઓમાં પણ શિથિલ બની ગયો. ગુરુએ શુદ્ધિ માટે આપેલા પ્રાયશ્ચિત્તને કરતો નથી. ગુરુમને પ્રાયશ્ચિત્તમાંછમાસથી અધિકતોનહિ આપે એમ બોલતો તેમાસખમણથી પ્રારંભી છમાસ સુધીનો તપ જાતે કરે છે. આથી ગુરુએ તેને ગચ્છમાંથી કાઢી મૂક્યો. ઘણા કાળ સુધી દુષ્કર તપર્યો. અંતે મરીને તે પહેલા દેવલોકમાં સામાનિક દેવ થયો. ત્યાંથી ચ્યવીને તે મહાવિદેહક્ષેત્રમાં વાસુદેવ થશે. ત્યાંથી સાતમી નરકમાં જશે. ત્યાંથી નીકળીને હાથી થશે. મરીને અનંતકાયમાં ઉત્પન્ન થશે. અતિદુષ્કર તપ કરવા છતાં યતનાનું પાલન ન કરવાથી તે આ રીતે ભવસમુદ્રમાં ભ્રમણ કરશે. તેણે જે દુષ્કર તપ કર્યો તેનાથી આઠમા ભાગનો પણ તપજયણાયુક્ત કરનારાઓ મોક્ષમાં જાય. જો તેણે કાચા પાણીનો ઉપયોગ નર્યો હોત તો જિનાજ્ઞાથી યુક્ત તે મોક્ષમાં જાત. લૌકિક સાધુઓ આતાપનાદિ પૂર્વક માસખમણથી છમાસી સુધીના જે તપ કરે છે તે જૈન દીક્ષાના પહેલા દિવસે જયણાયુક્ત તપ કરનારા સાધુના લાખમા ભાગને પણ યોગ્ય નથી. કારણ કે તે તપ ક્ષમા, ઇન્દ્રિયનિગ્રહ અને યતનાથી રહિત છે. જેઓ દીક્ષા લઈને પણ (શક્ય પણ) યતના કરતા નથી તેઓ જિનાજ્ઞાના ભંજક છે અને ગૃહસ્થોથી પણ અધિક છે, અર્થાત્ ગૃહસ્થોથી પણ ઉતરતી કક્ષાના છે. માટે ધર્મ કરવાની ઈચ્છાવાળાએ યતના કરવી જોઈએ. (૨૬૯)
एसो सावगधम्मो, संखेवेणं तु साहिओ तुम्ह । इण्डिं सुणेह तुब्भे, अभिग्गहा जे उ सड्डाणं ॥२७॥
આ શ્રાવકધર્મ સંક્ષેપથી તમને કહ્યો. હવે શ્રાવકોના અભિગ્રહોને તમે સાંભળો. (૨૭૦) 'चिइवंदणं तिकालं, पच्चक्खाणं अपुव्वपढणं च । गाहद्धगाहसुणणं, गुणणं नवकारमाईणं ॥२७१॥ . विस्सामणं जईणं, ओसहदाणं गिलाण पडियरणं । लोयदिणे घयदाणं, दायव्वमभिग्गहजुएहिं ॥२७२॥ હવે શ્રાવકધર્મના ઉપદેશનું સમર્થન કરતા સૂત્રકાર વિશેષ અભિગ્રહોને જ બે ગાથાઓથી કહે
(૧) સૂર્યોદય-મધ્યાહ્ન-સૂર્યાસ્ત એ ત્રણ સંધ્યારૂપ ત્રિકાલ દ્રવ્ય-ભાવપૂજા રૂપ ચૈત્યવંદન કરવું. (૨) નવકારશી વગેરે પચ્ચશ્માણ કરવું. (૩) પૂર્વે ભણેલું ભૂલ્યા વિના નવું ભણવું. (૪) ઘણું ન સાંભળી શકાય તો ગાથાકે અર્ધગાથા જેટલું પણ સાંભળવું. કારણ કે શ્રવણ અધિક વિશિષ્ટ * ફલનું પણ કારણ છે. કહ્યું છે કે – સાંભળીને કલ્યાણ માર્ગ જાણે છે, અને સાંભળીને પાપ માર્ગ