________________
શ્રાદ્ધદિનકૃત્ય.
(359) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર
ચાર પ્રકારનું અનર્થદંડ હવે અનર્થદંડવત કહેવામાં આવે છે. અનર્થદંડ પ્રમાદાચરણ, પાપધ્યાન, હિંસક પ્રદાન અને પાપોપદેશ એમ ચાર પ્રકારે છે. તેમાં જલક્રીડા કરવી, હીંચકામાં બેસીને હીંચકવું, કુડા આદિ પ્રાણીઓને લડાવવા, વાસણો ઉઘાડાં રાખવાં, જુગાર રમવો, વિકથા કરવી વગેરે અનેક પ્રકારનો પ્રસાદ છે. તેમાં જલક્રીડા કરવામાં અપ્લાય અને પોરા વગેરે જીવોની હિંસા થાય. હીંચકવામાં વાયુકાયની હિંસા અને પડી જવા વગેરેથી પોતાનો ઉપઘાત વગેરે થાય. પ્રાણીઓને લડાવવામાં તે જીવોનો ઉપઘાત થાય અને ત્રસ વગેરે જીવોની હિંસા થાય. વાસણોને ઉઘાડાં રાખવાથી તેમાં માખી અને ઉંદર વગેરે જીવો પડે. જુગાર ઘણા દોષોનું કારણ છે. તે આ પ્રમાણે – જુગાર કુલને કલંક લગાડે છે, સત્યનો પ્રતિપક્ષી છે, (અર્થાત્ જુગારી જુઠું બોલે છે,) ગુરુ પ્રત્યેની લજ્જાને અને અફસોસને દૂર કરે છે, ધર્મમાં વિદન કરે છે, ધનનો નાશ કરે છે. જુગાર રમનાર દાન અને ભોગથી રહિત બને છે, પુત્ર, પત્ની, પિતા અને માતાને છેતરે છે, દેવ-ગુરુને ગણકારતો નથી, કાર્ય–અકાર્યને જોતો નથી, જુગાર શરીરને સંતાપે છે અને કુગતિનો માર્ગ છે. આવો જુગાર કોણ રમે ? વિકથાઓને તો ગાથાથી જ બતાવતા ગ્રંથકાર કહે છે--
સ્ત્રીકથા, ભક્તકથા, દશકથા, રાજસ્થા, જાનપદકથા, નટ, નર્તક, મલ, મુષ્ટિક અને સંગ્રામ વગેરેની કથા ન કરવી.
સ્ત્રીકથા સ્ત્રીની કથા તે સ્ત્રીથા. સ્ત્રીકથા જાતિ, કુલ, રૂપ અને નેપથ્ય એમ ચાર પ્રકારની છે. તેમાં બ્રાહ્મણી વગેરેમાંથી કોઈ એક સ્ત્રીની પ્રશંસા કે નિંદા કરવી તે જાતિકથા છે. જેમકે – “જે બ્રાહ્મણીઓ પતિના અભાવમાં મરી ગયેલીઓની જેમ જીવે છે તે બ્રાહ્મણીઓને ધિક્કાર થાઓ. લાખો પતિ કરવા છતાં નિંદિત નહિ બનનારી “શૂદ્રીઓને હું લોકમાં ધન્ય માનું છું.” એ રીતે ઉગ્ર વગેરે કુલમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓમાંથી કોઈ એકની પ્રશંસા વગેરે કરવું તે કુલકથા છે. જેમકે – “અહો! ચૌલુક્ય પુત્રીઓનું સાહસ જગતમાં સર્વથી અધિક છે. કેમકે ચૌલુક્યપુત્રીઓ પતિનું મૃત્યુ થતાં પ્રેમરહિત હોવા છતાં અગ્નિમાં પ્રવેશ કરે છે.” તથા આંધ્રદેશ વગેરેની સ્ત્રીઓમાંથી કોઈ એક સ્ત્રીના રૂપની પ્રશંસા વગેરે કરવું તે રૂપ કથા છે. જેમકે – “ચંદ્ર જેવા મુખવાળી, કમળ જેવાં નેત્રોવાળી, સુંદરસ્વરવાળી, પુષ્ટ-દઢ સ્તનવાળી, દેવોને પણ દુર્લભ એવી તે લાટદેશની સ્ત્રી આને કેમ માન્ય નથી?" પ્રદેશ વગેરેની સ્ત્રીઓમાંથી કોઈ એક સ્ત્રીના ચોળી વગેરે વેશની પ્રશંસા વગેરે કરવું તેનેપથ્યથા છે. જેમકે – શરીરરૂપી વેલડી ઘણાં વસ્ત્રોથી ઢંકાયેલી હોવાના કારણે જેમનું યૌવન સદા યુવાનોની આંખોમાં આનંદ માટે થતું નથી તે ઉત્તરદેશની નારીઓને ધિક્કાર થાઓ. સ્ત્રીસ્થાના આ દોષો છે –“સ્વપરના મોહની ઉદીરણા થાય. શાસનની અપભ્રાજના થાય. સૂત્ર-અર્થની ઘણી હાનિ થાય, બ્રહ્મચર્યવ્રતનું રક્ષણ ન થાય, પ્રસંગ દોષ થાય, અર્થાત્ સ્ત્રીસંગ કરનારો થાય. તથા સાધુ દીક્ષા છોડી દે.”
ભક્તકથાઃ ભક્ત એટલે ભાત વગેરે ભોજન. ભોજનની ક્યા તે ભક્ત કથા. તે આવાહ વગેરે ભેદથી ચાર પ્રકારની છે. પૂર્વઋષિઓએ કહ્યું છે કે – “ભક્તકથા પણ આવાહ, નિર્વાહ, આરંભ અને નિષ્ઠાન એમ ચાર પ્રકારની છે. રસોઈમાં શાક અને ઘી વગેરે આટલાં દ્રવ્યોનો ઉપયોગ થાય છે એ આવાહ ક્યા છે. રસોઈમાં દશ કે પાંચ આટલાં શાકના ભેદો (અથવા પક્વાન્ન વગેરેના ભેદો) છે એ નિર્વાહ કથા છે. આ રસોઈમાં બકરા, તેતર, પાડા અને જંગલી પશુઓ વગેરેનો વધ કરાય છે એ આરંભ કથા છે. આ રસોઈમાં સો, પાંચસો કે લાખ * શુદ્ધી એટલે ચોથા શૂદ્રવર્ણની સ્ત્રીઓ.