________________
શ્રાદ્ધદિનકૃત્ય.
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (358) બીજ એ વગેરે ધાન્યની યોનિ કેટલાં વર્ષ રહે છે?
ઉત્તર : હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહર્ત અને વધારેમાં વધારે રહે તો સાત વર્ષ સુધી યોનિ સચિત્ત રહે છે. ત્યાર પછી બીજ અબીજરૂપ થાય છે. (આ વિષયમાં પૂર્વાચાર્યોએ પણ ઉપર પ્રમાણે જ અર્થની ત્રણ ગાથાઓ બનાવેલી છે.)
કપાસના બીજ (કપાસીયા) ત્રણ વર્ષ સુધી સચિત્ત રહે છે. એ માટે બૃહત્કલ્પના ભાષ્યમાં લખેલ છે કે–સેતુ તિવારસા નિણંતિ=સેતુ ત્રિવર્ણાતીત વિધ્વસ્તયોનિવમેવ પ્રદી, તે / લેડુ: સ તિ તવૃત્તી || કપાસીયા ત્રણ વર્ષના થયા પછી અચિત્ત થાય છે. ત્યાર પછી ગ્રહણ કરાય.
આટો મિશ્ર અને સચિત્ત ક્યાં સુધી “નહિ ચાળેલો આટો શ્રાવણ અને ભાદરવા માસમાં પાંચ દિવસ સુધી, આસો અને કાર્તિમાં ચાર દિવસ સુધી, માગસર અને પોષમાં ત્રણ દિવસ સુધી, મહા અને ફાગણમાં પાંચ પહોર સુધી, ચૈત્ર અને વૈશાખમાં ચાર પ્રહર સુધી, જેઠ ને અષાઢમાં ત્રણ પ્રહર સુધી મિશ્ર રહે. ત્યાર પછી અચિત્ત ગણાય છે અને ચાળેલો આટો તો બે ઘડી પછી અચિત્ત થઈ જાય છે.”
પ્રશ્નઃ અચિત્ત થયેલ આટો અચિત્ત ભોજન કરનારને કેટલા દિવસ સુધી કહ્યું ?
ઉત્તર: એમાં દિવસનો કાંઈ નિયમ નથી, પણ સિદ્ધાંતોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, આશ્રયી નીચે મુજબ વ્યવહાર બતાવેલ છે. “દ્રવ્યથી નવા-જૂનાં ધાન્ય, ક્ષેત્રથી સારાં-નરસાં ક્ષેત્રમાં ઊગેલાં ધાન્ય, કાળથી વર્ષા, શીત, ઉષ્ણકાળમાં ઉત્પન્ન થયેલાં ધાન્ય, ભાવથી વસ્તુના તે તે પરિણામથી પક્ષ-માસાદિની અવધિ, જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, આદિમાં ફેરફાર થાય નહીં અને ઈયળ વગેરે જીવો પડે નહીં ત્યાં સુધી છે. આ અવધિના પહેલાં પણ જો વર્ણાદિનો ફેરફાર થાય તો ન કહ્યું અને અવધિ પૂરી થયા છતાં વર્ણાદિ ન ફર્યા હોય તો પણ કહ્યું નહિ
પકવાન્ન આશ્રયી કાળ નિયમ “સર્વ જાતિનાં પક્વાન્ન વર્ષાઋતુ (ચોમાસા)માં બનાવ્યાથી પંદર દિવસ સુધી, શીતઋતુ (શિયાળા)માં એક મહિનો અને ઉષ્ણકાળ (ઉનાળા)માં વીસ દિવસ સુધી કલ્પે એવો વ્યવહાર છે.”
આ ગાથા કયા ગ્રંથની છે એનો નિશ્ચય ન થવાથી કેટલાક આચાર્ય તો એમ કહે છે કે જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાય નહીં ત્યાં સુધી કલ્પનીય છે. બાકી દિવસનો કાંઈ પણ નિયમ નથી. (૨૬૧ થી ૨૬૩)
एवं उवभोगवयं, संखेवेणं तु साहियं तुम्हा । ता कुणह इत्थ माणं, जइ इच्छह सासयं ठाणं ॥२६४॥ ઉપસંહાર કરવા પૂર્વક ઉપદેશને કહે છે--
આ પ્રમાણે ભોગ-ઉપભોગ વ્રત સંક્ષેપથી તમને કહ્યું. તેથી જો તમે શાશ્વત સ્થાનને (મોક્ષને) ઇચ્છો છો તો ભોગ-ઉપભોગમાં પરિમાણ કરો. (૨૬૪)
इत्थिकहा भत्तकहा, देसकहा रायजणवइकहा य । नडनट्टमल्लमुट्ठिय, संगामाइ न वत्तव्वा ॥२६५॥