________________
પંદરમું ભોજન દ્વારા
(304).
શ્રાદ્ધદિનકૃત્ય હાલમાં સવારે ખવાય, બપોરે અનિયમિત વખતે ખવાય અને સાંજે કે રાતે ખવાય, આમ વિષમ આહાર થવાથી, ઉપરાઉપર ખવાતું હોવાથી ઘણાને પિત્તની બિમારી કાયમ રહે છે.
રાત્રિભોજનથી શારીરિક અને આધ્યાત્મિક એમ બંને દષ્ટિએ નુકશાન થાય છે. રાતે પાચનશક્તિ મંદ પડી જાય છે. આથી ખોરાકનું બરાબર પાચન ન થવાથી શરીરમાં અનેક રોગો થાય છે. રાતે પૂરતા પ્રકાશના અભાવે કરોળિયો વગેરે ખાવામાં આવી જાય તો કોઢ વગેરે રોગ થાય. આમ રાત્રિભોજનથી શારીરિક નુકશાન થાય. રાત્રિભોજનથી જીવહિંસા થતી હોવાથી આધ્યાત્મિક નુકશાન થાય. રાતે ભોજન તૈયાર કરવામાં જીવહિંસા થાય. પછી કીડી, માખી, મચ્છર વગેરે જીવો પીરસાયેલી રસોઈમાં કે રસોઈવાળા વાસણમાં પડીને મરી જાય પછી વાસણ માંજવા-ધોવા વગેરેમાં જીવહિંસા થાય.
પ્રશ્નઃ-લાડુ વગેરે તૈયાર મીઠાઈ, ખજૂર વિગેરે પદાર્થો રાતે ખાવામાં રસોઈ કરવાની હોતી નથી. તથા વાસણ ધોવા વગેરે આરંભ કરવો પડતો નથી. તથા માખી વગેરે ઉડતા જીવોનો પણ નાશ ન થાય, આથી તેવા પદાર્થો રાતે ખાવામાં શો વાંધો?
' ઉત્તર - રાતે ગમે તેવો પ્રકાશ હોય તો પણ લાડવા વગેરે આહાર ઉપર ચઢેલા કુંથુઆ અને પનક (નીલ-ફૂગ) વગેરે સૂક્ષ્મ જીવો બરાબર જોઈ શકાતા નથી. આથી તેવો આહાર પણ રાત્રે ખાવાથી જીવહિંસા થાય. આ વિષે નિશીથભાષ્યમાં કહ્યું છે કે –“જો કે લાડુ વગેરે દિવસે બનાવેલા હોય તો પણ રાતે (તે લાડુ વગેરે ઉપર રહેલા) કુંથુઆ, નીલ, ફુગવગેરે સૂક્ષ્મ જંતુઓ ખાતા નથી. તેથીકેવલજ્ઞાનીઓ પોતાના જ્ઞાનથી તે સૂક્ષ્મજીવોને જાણી શકતા હોવા છતાં રાત્રિભોજન કરતા નથી.”
(૧૫) બહુબીજ - જે ફળોમાં અંતરપટ (આંતરા) વિના ઘણા બીજો હોય તે બહુબીજ કહેવાય. ખસખસ, રાજગરો, રીંગણા, પટોળા અને પંપોટા વગેરે બહુબીજ છે. દાડમકે ટિંડોડા વગેરેમાં ઘણા બીજ હોવા છતાં બે બીજની વચ્ચે પડ હોવાથી બહુબીજ ન ગણાય.
(૧૬) અજાણ્યાં ફળો - ભોજન કરનાર કે કરાવનાર એ બંનેમાંથી કોઈપણ જે ફળોની જાતિ અને ગુણદોષ વગેરેને ન જાણતા હોય તેવા અજાણ્યાંફળો અભક્ષ્ય છે. કારણકે તેઝેરી હોયતો ખાવાથી મરણ થાય, અથવા પોતે જેનો ત્યાગ કર્યો હોય તે વસ્તુ ખવાઈ જવાય તો નિયમ ભંગ થાય. *
(૧૭) સંધાન:સંધાન એટલે બોળ અથાણાં, અથાણાની વસ્તુ કેરી વગેરે બરોબર સૂકાય નહિ અને એથી પાણીના અંશવાળી રહે (હવાવાળી રહે) તે વસ્તુનું અથાણું બોળ અથાણું કહેવાય. અથાણા માટે એવો નિયમ છે કે જે વસ્તુનું અથાણું બનાવવું હોય તે વસ્તુને ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી બરોબર તડકો આપવો જોઈએ. પછી જ્યારે બરોબર સૂકાઈ જાય, પાણીનો અંશ જરાય ન રહે ત્યારે વિધિપૂર્વક બનાવેલું અથાણું ભક્ષ્ય બને. આવા અથાણાં પણ તેલવૂડ હોવા જોઈએ. આવાં અથાણાં બગડે નહિ ત્યાં સુધી ખપે છે.
તડકો બરોબર ન દેવાયો હોય, એથી લીલાશ રહે તો તેવું અથાણું બોળ અથાણું કહેવાય.
બોળ અથાણાં માટે ભક્ષ્યાભઢ્યનો નિયમ: - જે ફળમાં ખટાશ છે તેનું અથવા ખટાશવાળી વસ્તુ સાથે ભેળવેલ વસ્તુનું બોળ અથાણું ત્રણ દિવસ સુધી ભક્ષ્ય છે. ત્રણ દિવસ પછી અભક્ષ્ય બને છે. કેરી કે લીંબુ વગેરેની સાથે નહિ ભેળવેલા ગુવાર વગેરેના અથાણા કે જેમાં ખટાશ નથી તે અથાણા તો રાત્રિ વિત્યે બીજા જ દિવસે અભક્ષ્ય થાય.