________________
એકવીસમું ઉચિતયોગ (સ્વાધ્યાય) દ્વાર (334)
શ્રાદ્ધદિનકૃત્ય હવે શીલાંગરનો પાઠ આ રીતે છે – "जे नो करंति मणसा, निजिअ आहार सण्ण सोइंदी । पुढविकायारंभ, खंतिजुआ ते मुणी वंदे ॥१॥ એનું વિશેષ સ્વરૂપ યંત્ર ઉપરથી જાણવું. હવે સાધુધર્મ રથનો પાઠ આ રીતે છે– न हणेइ सयं साहू मणसा आहार सन्न संवुडओ । सोइंदिअ संवरणो, पुढविजीए खंतिसंपन्नो ॥१॥
એ પ્રમાણે સામાચારીરથ, સમણારથ, નિયમરથ, આલોચનાર, તપોરથ, સંસારરથ, ધર્મરથ, સંયમરથ, વગેરેના પાઠ પણ આ રીતે જ જાણવા. વધુ લંબાણ થવાના ભયથી તે પાઠો અહીં લખ્યા નથી.
નવકાર આદિની અનાનુપૂર્વી અને તેનું ફળ નવકારનીવલકગણનામાં તો પાંચ પદ આશ્રયીને એક પૂર્વનુપૂર્વી, એક પથાનુપૂર્વી અને બાકીના એક્સો ને અઢાર (૧૧૮) અનાનુપૂર્વીઓ આવે છે. નવપદ આશ્રયીને અનાનુપૂર્વી (૩,૬૨,૮૭૮) ત્રણ લાખ, બાંસઠા હજાર, આઠસો અઠ્યોતેર થાય છે. અનાનુપૂર્વી વગેરે ગણવાનો વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યશ્રી જિનકીર્તિસૂરિત સટીક પરમેષ્ઠિસ્તવથી જાણવું.
આ રીતે નવકાર ગણવાથી દુષ્ટ એવા શાકિની, વ્યંતર, વૈરી, ગ્રહ, મહારોગ વગેરેનો શીઘ્ર નાશ થાય એ એનું આ લોમાં પણ પ્રત્યક્ષ ફળ છે. પરલોક સંબંધી એનું ફળ તો અનંત કર્મક્ષય વગેરે છે. કેમકે જે પાપકર્મની નિર્જરા છ માસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે તે જ પાપની નિર્જરા નવકારની અનાનુપૂર્વ ગણવાથી અર્ધક્ષણમાં થાય છે. શીલાગરથ વગેરેના ગણવાથી પણ મન-વચન-કાયાની એકગ્રતા થાય છે અને તેથી વિવિધ ધ્યાન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે “ભંગિક શ્રુત ગણનારો પુરુષ ત્રિવિધ ધ્યાનમાં વર્તે છે.” (૨૪૩)
છે આહાર આદિ સંજ્ઞા અને શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોને જિતનાર જે મુનિઓ પૃથ્વીકાય વગેરેનો આરંભ મનથી પણ નથી કરતા. તે શાંતિ વગેરે
દશવિધ ધર્મના પાળનાર મુનિઓને હું વંદન કરું છું. આહાર વગેરે સંજ્ઞાઓનો અને શ્રોત્ર આદિ ઇન્દ્રિયોનો સંવર કરનાર, પૃથ્વીકાય વગેરે આરંભને વર્જનાર તથા ક્ષાંતિ આદિ દશવિધ ધર્મને પાળનાર એવા સાધુ મનવડે પણ હિંસા ન કરે.