________________
વીશમું યતિવિશ્રામણા દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
(૫) વેયાવચ્ચ ગુણને શાસ્ત્રમાં અપ્રતિપાતી કહ્યો છે. વેયાવચ્ચ ગુણ અપ્રતિપાતી છે, એનો અર્થ એ છે કે વેયાવચ્ચથી બંધાયેલા પુણ્યનો કોઈ પણ રીતે નાશ થતો નથી. જેમ કે દાનાદિ ધર્મ કર્યા પછી પાછળથી પશ્ચાત્તાપ થાય તો તેનું ફળ ન પણ મળે. મમ્મણ શેઠને પૂર્વભવમાં સિંહ કેશરિયા લાડુ વહોરાવ્યા પછી પશ્ચાત્તાપ થયો તો તેનું ફળ જતું રહ્યું. વેયાવચ્ચમાં આમ ન બને. તેનું ફળ અવશ્ય મળે. પશ્ચાત્તાપ કરવાથી પણ તેના ફળનો નાશ ન થાય. આ અપેક્ષાથી વેયાવચ્ચગુણ અપ્રતિપાતી છે એમ જણાય છે. (વિશેષ ખુલાસો બહુશ્રુતો પાસેથી જાણી લેવો.)
338
(૬) વેયાવચ્ચથી શાસનની પ્રભાવના થાય. ગ્લાનસાધુની સુંદર રીતે સેવા થતી જોઈને ભદ્રિક ગૃહસ્થોને જૈનશાસન પ્રત્યે આકર્ષણ થાય.
(૭) ગ્લાનસેવાથી ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. આ વિષે આગમમાં કહ્યું છે કે – गोयमा ! जे गिलाणं पडिअरइ से मं दंसणेणं पडिवज्जइ ।
जे मंदंसणेणं पडिवज्जइ से गिलाणं पडिअरइ । आणाकरणसारं खु अरिहंताणं दंसणं ।
“ હે ગૌતમ ! જે ગ્લાનસાધુની સેવા કરે છે તે શ્રદ્ધાથી મારો સ્વીકાર કરે છે, મને માને છે. જે (હૃદયથી) મારો સ્વીકાર કરે છે તે (અવશ્ય) ગ્લાનસાધુની સેવા કરે છે. જિનદર્શનનો સાર એ છે કે, જિનાજ્ઞા પાળવી.
19
ગ્લાન સાધુની સેવા કરવામાં આવે, । જ જિનાજ્ઞાનું પાલન થાય. જે જીવ છતી શક્તિએ અને છતા સંયોગે ગ્લાનસાધુની ઉપેક્ષા કરે છે તે ધર્મક્રિયાઓ કરતો હોવા છતાં ભગવાનને માનતો નથી એમ અવશ્ય કહી શકાય. ભગવાનને માનવા એટલે શું ? ભગવાનને માનવા એટલે યથાશક્તિ ભગવાનની આજ્ઞા પાળવી. ‘“ગ્લાનસાધુની તક્લીફ વેઠીને પણ સેવા કરવી’’ એવી જિનાજ્ઞા છે. આથી જે સાધુ ૐ શ્રાવક છતી શક્તિએ અને છતા સંયોગે પણ ગ્લાનસાધુની ઉપેક્ષા કરે છે તે ભગવાનને માને છે એમ કેમ કહી શકાય? કેવા જીવો સાધુસેવા કરે અને કેવી રીતે કરે એ જણાવતાં ઉપદેશ માલામાં કહ્યું છે કે –
पुण्णेहिं चोइया पुरक्कडेहिं सिरिभायणं भवित्ता । गुरुमागमेसिभद्दा देवयमिव पज्जुवासंति ॥ १०१ ॥
પૂર્વભવના પુણ્યના પ્રભાવથી પ્રેરાયેલા, આ લોકમાં રાજ્ય આદિ સંપત્તિ તેમજ ચારિત્ર વગેરે પ્રકારની લક્ષ્મીના ભાજન બનીને પરલોકમાં નજીકના કાળમાં જેમની મુક્તિ થવાની છે, તેવા ‘‘આગમેસિભદ્દા’’ આત્માઓ દેવતાની જેમ ગુરુની-સાધુની સેવા કરે છે’’
સાધુ સેવાનાં દૃષ્ટાંતો
(૧) સંપ્રતિના પૂર્વભવના ભિખારી જીવના પ્રસંગને યાદ કરવા જેવો છે : ભિખારીની દીક્ષા થયા પછી તુરત સાધુઓએ તેને ભોજન કરાવ્યું. મિષ્ટાન્ન વગેરે આહાર મળવાથી તેણે ભૂખથી વધારે ખાધું. એક તો ઘણા વખતથી આહાર ન મળવાથી હોજરી મંદ પડી ગઈ હતી, તેમાં વળી મિષ્ટાન્ન વગેરે ભારે ખોરાક ખાધો.આમ હોજરીની મંદતા, પચવામાં ભારે ખોરાકનું ભોજન, અને અધિક ભોજન : આ ત્રણ કારણોથી થોડી જ વારમાં તેના પેટમાં શૂળ ઉપડ્યું. પેટમાં અસહ્ય વેદના થવા માંડી. સાધુઓ અને શ્રાવકો એક તરફ વેદનાની શાંતિ માટે બાહ્ય ઉપચારો કરવા લાગ્યા, તો બીજી તરફ તેને સમાધિ રહે, તે માટે આરાધના કરાવવા લાગ્યા. ભિખારી આ બધું જોઈને દુ:ખ ભૂલીને વિચારવા લાગ્યો: થોડી વાર પહેલાં મારી સામે પણ કોઈ જોતું ન હતું. અત્યારે