________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર
340
(૨૨) ગૃહગમન (=પરિવાર ધર્મદેશના) દ્વાર
भज्जा पुत्ता य नत्तू य, धीया सुण्हा य बंधवा । મિન્ના મિત્તા ય પેસા ય, આરંભેસુ પસત્તયા ।।૨૪।। વાર ૨૨॥ जओ सव्वन्नुपन्नत्तं, धम्मं न सुणंति ते पुणो ।
શ્રાદ્ધદિનકૃત્ય
તેજું ધમ્મોવડ્યું તુ, વેડું ન ઘરમાળો ॥૨૪૬ ॥
જેમની આગળ ધર્મદેશના કરે તેમને બતાવવા માટે બે ગાથાઓને કહે છે-
પત્ની, પુત્રો, પૌત્રો, પુત્રીઓ, પુત્રવધૂઓ, બંધુઓ, પગે ચાલનારા સૈનિકો, નોકરો – આ બધા જીવો કારણસર કે નિષ્કારણ પૃથ્વીકાય આદિની હિંસામાં તત્પર બનેલા હોય, અર્થાત્ બધા સ્થળે અયતના કરનારા હોય, અને અતિશય પ્રમાદવાળા હોવાથી સમય મળવા છતાં જીવદયા પ્રધાન ધર્મને ક્ષણવાર પણ સાંભળતા ન હોય, તેથી ઘરે આવેલો શ્રાવક તેમની સમક્ષ, જેનું સમ્યગ્દર્શન મૂલ છે એવી દેશવિરતિ આદિનું પ્રતિપાદન કરવારૂપ ધર્મોપદેશ અને યતનાનો ઉપદેશ આપે.
વિવેચન
(૧) આજે સગવડો વધી જવાના કારણે ઘરોમાં બિનજરૂરી જીવહિંસા વધી ગઈ છે. જેમકે – પંખો, નળ, લાઈટ વગેરે જરૂર ન હોવા છતાં ચાલુ રહેતા હોય એવું બને છે. આનાથી નિરર્થક જીવહિંસા થાય છે. પંખો, નળ, લાઈટ જીવહિંસાનાં સાધનો છે. આથી શ્રાવકે એ સાધનો વિના ન ચાલતું હોય તો પણ એ સાધનોનો જેમ બને તેમ ઓછો ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી તો જરા પણ ઉપયોગ ન કરવો જોઈએ.
પંખાથી વાયુકાયના જીવોની હિંસા તો થાય છે, વધારામાં ક્યારેક ચકલી વગેરે પંચેન્દ્રિય જીવોની પણ હિંસા થઈ જવાની ઘણી શક્યતા છે. પંચેંદ્રિય જીવોની હિંસાથી બચવા શ્રાવકે પંખાની જાળી રાખવી જોઈએ. લાઈટથી તેઉકાયના જીવોની હિંસા તો થાય જ છે, વધારામાં ઉડતા ઝીણા જીવો પણ ઘણા મરી જવાની ઘણી સંભાવના છે. માટે લાઈટ બોક્ષવાળી હોવી જોઈએ.
(૨) ચૂલો સળગાવતાં પહેલાં પુંજણીથી ચૂલાનું પ્રમાર્જન કરવું જોઈએ. નહિ તો ક્યારેક ચૂલાની આજુબાજુ ભરાયેલા વાંદા વગેરે જીવો ચૂલાની આગથી બળીને મરી જાય.
(૩) શ્રાવકે ઘરમાં પૂંજણી, પીંછી, ચરવળો વગેરે વસાવવા જોઈએ. જેથી અવસરે તેનાથી જીવોની જયણા કરી શકાય. (૨૪૫-૨૪૬)
सव्वन्नुणा पणीयं तु, जइ धम्मं नावगाहए ।
इह लोए परलोए य, तेसिं दोसेण लिप्पए ॥ २४७॥
તેમને ઉપદેશ ન આપે તો શો દોષ થાય એવી આશંકા કરીને કહે છે––
શ્રાવક શક્તિ હોવા છતાં તેમને સર્વજ્ઞે કહેલો ધર્મ ન જણાવે તો આ લોકમાં અને પરલોકમાં તેમના દોષોથી લેપાય–તેમના દોષોનો ભાગીદાર બને છે.
આ લોકમાં ચોરી આદિ કરે, તેથી વધ–બંધન આદિ દોષો થાય, પરલોકમાં દુર્ગતિગમન આદિ દોષો